પ્રશ્ન: હું ૩૨ વર્ષનો છું અને મારી પત્ની ૩૦ વર્ષની છે. મારી પત્નીનો સ્વભાવ સારો છે પરંતુ તેને સેક્સમાં રૂચિ નથી. તો સેક્સ પ્રત્યે તેને આકર્ષિત કરવા માટે શું કરવું જોઈએ? – એક ભાઈ (વલસાડ)
ઉત્તર: તમારી પત્નીને સેક્સમાં અરૂચિ કેમ છે એનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. તેની માનસિક સ્થિતિ તેમજ જરૂરિયાતો જાણો. માનસિક તણાવને કારણે પણ આમ થઈ શકે છે? કામનો બોજો વધુ હોવાને કારણે થાકી જવાને કારણે પણ સેક્સ લાઈફ પર અસર પડી શકે છે.
આપણા સમાજમાં હજૂ પણ સેક્સને ખરાબ નજરે જોવામાં આવે છે. અને તેના મનમાં આ વિચાર દ્રઢ થઈ ગયો હોય તો પણ તે સેક્સથી દૂર રહેવાનો પ્રયત્ન કરી શકે છે. આ પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરો એમ સફળતા મળે નહીં તો કોઈ મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લો.
પ્રશ્નઃ મારી ઉંમર 22 વર્ષ છે. હું એક છોકરાને ખૂબ પ્રેમ કરું છું. અમે સાથે જ ભણીએ છીએ, તે પણ મને પ્રેમ કરે છે એવું તેણે મને જણાવ્યું છે, અમે સંબંધમાં છીએ પણ હમણાંથી તે મને બહુ ઇગ્નોર કરે છે.
થોડા દિવસ પહેલાં જ મારી એક મિત્ર મને કહેતી હતી કે તેણે તેને બીજી કોઇ છોકરી સાથે બાઇક ઉપર જતાં જોયો હતો. તે છોકરી તેને એકદમ પકડીને બાઇક ઉપર બેઠી હતી. મારી ફ્રેન્ડને તો તેની ઉપર પહેલેથી જ શંકા છે. તેના કહેવા પ્રમાણે તે છોકરો કેરેક્ટરનો સારો નથી. તો મારે શું કરવું? હું તેને ખૂબ જ પ્રેમ કરું છું.
જવાબઃ એ છોકરો તમને ઇગ્નોર કરતો હોય, તમારા કૉલ્સના જવાબ ન આપતો હોય તો સમજવું કે તમારી મિત્રની વાત ક્યાંક સાચી પણ હોઈ શકે. વળી હાલ તમારી ઉંમર આ બધા માટે ઘણી નાની છે, માટે આ બધી બાબતો અંગે ચિંતા કરીને શરીર અને મગજ બંને ખરાબ કરવાને બદલે સારી બાબતોમાં મન પરોવો અને આગળ વધવા પ્રયત્ન કરો. મને લાગે છે કે એ જ તમારા માટે ઉત્તમ રહેશે.