મારી ઉંમર 26 વર્ષ છે. મારા પતિની ઉંમર પણ એટલી જ છે. પતિને ડાયાબિટીસની સમસ્યા હોવાથી સેક્સ ઉપર અસર થાય છે. આ માટે કોઈ દવા ખરી?

GUJARAT

પ્રશ્ન : હું 26 વર્ષીય મધ્યમવર્ગીય પરિવારનો યુવક છું. જોકે મારો સ્માર્ટ લુક અને ભણવામાં હોંશિયાર હોવાના કારણે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છું. હાલમાં હું એક યુવતીના ગળાડૂબ પ્રેમમાં છું. તે પણ મને બહુ પ્રેમ કરે છે પણ મારી સમસ્યા એ છે કે તે બહુ પૈસાદાર પરિવારની દીકરી છે. હવે જ્યારે મારા લગ્નની વાત ચાલી રહી છે ત્યારે મારા પરિવારજનો આ મુદ્દાનો વાંધો ઉઠાવી રહ્યા છે.

તેમને મારી ગર્લફ્રેન્ડ સામે બીજી કોઇ ફરિયાદ નથી પણ તેઓ કહે છે કે પૈસાદાર પરિવારની દીકરી આપણા ઘરમાં સારી રીતે સેટ નહીં થઇ શકે. શું આ વાત સાચી છે. શું પૈસાદાર પરિવારની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરાય? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : તમારી લાગણી સમજી શકાય એવી છે. તમે પ્રેમમાં ગળાડૂબ છો એટલે તમને કેટલીક ભવિષ્યની પરિસ્થિતિનો અંદાજ ન આવતો હોય અને તમારા પરિવારને આ વાતની ચિંતા થતી હોય એવું બની શકે. એવું પણ થઇ શકે કે તમારા પરિવારનો ડર પાયા વગરનો હોય. હકીકતમાં દરેક સંબંધ અને પરિસ્થિતિ અલગ અલગ હોય છે અને એક સંબંધના સમીકરણને બીજા સંબંધ પર લાગુ ન કરી શકાય. હકીકતમાં લગ્નની ગાડી એકબીજા સાથે તાલમેલ હોય તો પૂરપાટ દોડે છે પણ જો પત્ની બહુ પૈસાદાર પરિવારની હોય તો આ તાલમેલ સેટ થવામાં થોડો વધારે સમય લાગે છે એ પણ હકીકત છે.

ઘણીવાર મધ્યમવર્ગીય પરિવારના દીકરાને જે વાત ખોટો ખર્ચ લાગે છે કે એ પૈસાદાર પરિવારની પત્નીને સામાન્ય ખર્ચ લાગે છે. જો તમે ગમે તે ભોગે તમારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતા હો તો તમારે સમજી લેવાની જરૂર છે કે તેની પૈસા ખર્ચ કરવાની આદત એક દિવસમાં નથી બદલાવાની. પૈસાદાર યુવતી ગર્લફ્રેન્ડ હોય એ સ્થિતિ અને એ પત્ની બને એ સ્થિતિ એકબીજા કરતા સાવ અલગ હોય છે એ વાત સમજીને તમારે લગ્ન કરવા પડશે.

લગ્ન પછી તમારી પત્ની એની માનસિકતા નહીં જ બદલે પણ એમાં સમય લાગશે અને તમારે એટલી રાહ જોવાની ધીરજ રાખવી પડશે. હકીકતમાં લગ્ન પછી જીવન તમારે બંનેએ સાથે પસાર કરવાનું છે, પરિવારને નહીં. આ સંજોગોમાં તમારે બંનેએ આ મામલે લગ્ન પહેલા જ ખુલ્લા દિલથી એકબીજા સાથે સ્પષ્ટતા કરી લેવી જોઇએ જેથી આગળ જઇને કોઇ સમસ્યા ન થાય. સ્પષ્ટ વાતચીત પછી પણ તમે બંને એકબીજા સાથે જ લગ્ન કરવા ઇચ્છતા હો તો તમારે પરિવારને પણ આ વાત સારી રીતે સમજાવી દેવી જોઇએ.

પ્રશ્ન : મારી ઉંમર 26 વર્ષ છે. મારા પતિની ઉંમર પણ એટલી જ છે. પતિને ડાયાબિટીસની સમસ્યા હોવાથી સેક્સ ઉપર અસર થાય છે. આ માટે કોઈ દવા ખરી?

જવાબ : પતિને ડૉક્ટરે જે દવા સજેસ્ટ કરી હોય તે લેવી, જીવનશૈલી સુધારવી અને ખાસ વ્યાયામને પ્રાધાન્ય આપવું. વ્યાયામ કરશે અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરશે, વળી ડાયાબિટીસને લગતી પરેજી પાળશે તો સેક્સલાઇફ આપોઆપ નોર્મલ થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published.