મારી ઉંમર ૨૩ વર્ષ છે પણ મારા એક સાઈડ ના બુ_બ્સ નાના છે તો શું આ કોઈ મોટી સમસ્યા હોઈ શકે ??

GUJARAT

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૧૭ વર્ષ છે. મારા ઘર નજીક રહેતા એક છોકરા સાથે મારે રિલેશન છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેણે હમણાં થોડા સમય પહેલાં મને કિસ કરી હતી. આ અમારી પહેલી કિસ હતી. પણ તેણે કિસ કરી તે પછીથી મારી વજાઇનામાંથી પાણી નીકળ્યું હતું, એટલું જ નહીં મને પગ પણ દુખવા લાગ્યા હતા. મારે જાણવું છે કે આવું કેમ થયું હશે?

જવાબ : વિજાતીય આકર્ષણ થાય અને ગમતી વ્યક્તિ અડે ત્યારે ઉત્તેજના થાય જ. આ ઉંમરે આ આકર્ષણ ઘણું હોય. તેવા સમયે વિજાતીય સ્પર્શ ખૂબ જ રોમાંચક લાગતો હોય છે. તે સ્પર્શના કારણે તમને રોમાંચ થયો હશે, આ નિકટતાને કારણે વજાઇના વેટ થઇ હોય,

આ વિશે ગભરાવાની જરૂર નથી. તે વેટ થવાને કારણે જ પગમાં દુખાવો થયો છે. આવું થવું સામાન્ય છે, પણ લગ્ન પહેલાં અને આ ઉંમરે આ રીતે નિકટતા કેળવવી યોગ્ય નથી, માટે હાલ ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. સારા સારા પુસ્તકો વાંચો, મન આર્ટ ઉપર કેન્દ્રિત કરો, હાલ આ વિચારો કરવા યોગ્ય નથી, મારી સલાહ તમને આ જ રહેશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારી સમસ્યા અટપટી છે. મારે બ્રેસ્ટની સાઇઝ નાનીમોટી છે. મારી ડાબી તરફની બ્રેસ્ટ જમણી બ્રેસ્ટ કરતાં થોડી નાની છે. હું અરીસા સામે ઊભી રહીને જોવું તો તે સ્પષ્ટપણે દેખાય છે. મને આ કારણે ડર લાગે છે. મારા ભાવિ પતિને આ વિશે ખબર પડશે તો તેઓ શું વિચારશે? તેમને હું નહીં ગમું તો?

મને કોઇ દવા જણાવશો જેને લગાવવાથી એક બ્રેસ્ટ જે નાની છે તે સરખી થઇ જાય.

જવાબ : બહેન, તમારી જેમ જ ઘણીખરી છોકરીઓને આ સમસ્યા સતાવતી હોય છે. ઘણી સ્ત્રીઓને બંને બ્રેસ્ટની સાઇઝ નાનીમોટી હોય છે. આ કોઇ સમસ્યા નથી. તમે આવનાર સમયની ચિંતા ન કરો, રહી વાત દવાની તો એવી દવા હજી સુધી નથી બની જે સાઇઝને વધારી શકે. તમે છાપાંમાં કે ટીવીમાં જાહેરખબર જોતા હશો પણ આ જાહેરખબરમાં તથ્ય નથી હોતું. આવાં ક્રીમ બહુ પરિણામ નથી આપતાં. માટે આવાં ક્રીમ પાછળ કે દવા પાછળ પૈસા ખર્ચવાનો કોઈ મતલબ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *