મારી ઉંમર 21 વર્ષ છે. મેં હમણાં બોયફ્રેન્ડ સાથે સેક્સ કર્યું હતું, તે પછી માસિક તો આવ્યું પણ એક દિવસ આવીને બંધ થઈ ગયું. શું હું પ્રેગ્નન્ટ હોઈશ

GUJARAT

પ્રશ્ન: હું ૧૮ વર્ષની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. જોકે તેને મારા મનની વાત જણાવતા હું ગભરાઉ છું. આ માટે હિંમત એકઠી કરી શકતી નથી. આ ઉપરાંત મારી યાદશક્તિ પણ નબળી છે. યોગ્ય સલાહ આપવા વિનંતી. – એક યુવતી (નડિયાદ)

ઉત્તર: પ્રેમ માટે તમારી ઉંમર હજુ ઘણી નાની છે. અને એ છોકરો તમને પ્રેમ કરે છે કે નહીં એ પણ તમે જાણતા નથી. તો આ એક તરફી પ્રેમનો અર્થ શું છે? પ્રેમને ભૂલીને તમે ભણવામાં ધ્યાન આપશો તો આપોઆપ તમારી યાદશક્તિ સુધારશે.

હમણા ભણવા કરતા તમારા મનમાં પ્રેમના જ વિચારો ચાલતા હોય તો ભણવામાં ધ્યાન ક્યાંથી રહે? મન ભટકતું હોય તો વાંચેલું યાદ ક્યાંથી રહે? આથી ભ્રમિત થયેલા તમારા મનને યોગ્ય માર્ગે વાળશો તો તમને તમારી બધી જ સમસ્યાઓનું નિરાકરણ મળી જશે.

પ્રશ્નઃ મારી ઉંમર 21 વર્ષ છે. મેં હમણાં બોયફ્રેન્ડ સાથે સેક્સ કર્યું હતું, તે પછી માસિક તો આવ્યું પણ એક દિવસ આવીને બંધ થઈ ગયું. શું હું પ્રેગ્નન્ટ હોઈશ ?

જવાબઃ તમે જણાવ્યું નથી કે સેક્સ વખતે નિરોધનો ઉપયોગ કર્યો હતો? જો ન કર્યો હોય તો તમે ચાર પાંચ દિવસ પછી એક વાર ઘરે જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ લાવીને ચેક કરી લેજો. ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં.

આમ તો નહીં જ હોવ, કારણ કે માસિક આવી ગયું છે, પણ ઘણી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન શરૂઆતમાં થોડું માસિક આવતું હોય છે, એટલે કહું છું.

Leave a Reply

Your email address will not be published.