મારી ઉંમર ૧૮ વર્ષની છે મારે જાણવું છે કે માસ્ટરબેશન હેલ્થ માટે સારું છે ? અને દિવસમાં કેટલી વખત માસ્ટરબેશન કરી શકાય ?

GUJARAT

પ્રશ્ન : મેં ચાર વર્ષ પહેલાં લવમેરેજ કર્યાં છે. મારા પતિ આમ તો સારા છે પણ લગ્નનાં બે વર્ષ પછી અમારી વચ્ચે બહુ નાના-નાના ઝઘડા થાય છે. હું આ ઝઘડાઓથી કંટાળી ગઇ છું અને પતિથી અલગ થઇ જવાનું વિચારું છું. મારો આ નિર્ણય યોગ્ય છે? એક મહિલા (મુંબઈ)

ઉત્તર : સમસ્યા દરેક લગ્નજીવનમાં હોય છે પણ એનો ઉકેલ અલગ થઇ જવાનો નિર્ણય નથી. તમારાં જીવનમાં સમસ્યા ઉભી થઇ હોય તો પહેલા તમારી જાતને સવાલ કરો કે આ સમસ્યા માટે માત્ર તમારા પતિ જ જવાબદાર છે કે તમારો પણ વાંક છે? ડિવોર્સનો મતલબ છે બદલાવ અને કોઇ પણ બદલાવનો સામનો કરવાનો સરળ નથી હોતું.

નવું જીવન શરૂ કરતી વખતે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને એનો સામનો કરવા માટે મજબૂત વ્યક્તિત્વ વિકસાવવું પડે છે. જો તમે આ માટે તૈયાર હો તો જ પતિથી અલગ થવાનો નિર્ણય કરજો કારણ કે તમારા આ નિર્ણય પાછળનું કારણ સમજદારીપૂર્વકનાં વર્તનથી દૂર કરી શકાય એવું છે. જો ડિવોર્સ પછી તમે બીજાં લગ્ન કરવાનો નિર્ણય લેશો તો શું ત્યારે તમારે એડજસ્ટ નહીં થવું પડે? તમારે તમારી જાતને ત્યારે પણ બદલવી પડશે તો શક્ય હોય તો અત્યારે જ આ પરિવર્તન સ્વીકારીને સંબંધને જાળવી રાખવાનો પ્રયાસ કરો.

પ્રશ્ન : સર, મારી ઉંમર ૧૮ વર્ષની છે મારે જાણવું છે કે માસ્ટરબેશન હેલ્થ માટે સારું છે ? અને દિવસમાં કેટલી વખત માસ્ટરબેશન કરી શકાય ?

જવાબ : ભાઈ, સંવનન વિજ્ઞાનના અભિપ્રાય મુજબ માસ્ટરબેશન કરવાથી તમારું માનસિક આરોગ્ય ચોક્કસ સારું રહે છે. મોટાભાગે માસ્ટરબેશન ત્યારે જ થતું હોય છે જ્યારે સેક્સ કરવાના સંજોગો ન હોય અથવા પાત્ર ન હોય. એવા સંજોગોમાં સેક્સની ઉત્તેજના તમારા મન પર છવાયેલી રહે અને તે તૃપ્ત ન થાય તો જીવનના બધા જ જરૂરી કામ એના કારણે અવરોધાય છે. માસ્ટરબેશન કરવાથી ઉત્તેજના શમી જાય છે. તમે માનસિક રાહત અનુભવો છો એટલે તમારું રોજબરોજનું કામ સુવાંગ ચાલવા લાગે છે અને આરોગ્ય સુધરે છે.

એ રીતે માસ્ટરબેશનથી આરોગ્યને લાભ ચોક્કસ થાય છે. પરંતુ એની કેટલીક શરતો છે. તમારા જીવનક્રમમાં રોજ સાત-આઠ કલાકની ઊંઘ લેતા હોવ, ભરપેટ પૌષ્ટિક ખોરાક ખાતા હોવ અને શારીરિક શ્રમ કરતાં હોવ તો આરોગ્ય સુધરે છે. આમાંથી કોઈપણ બાબતમાં ગરબડ હોય તો નબળાઈના કારણે આરોગ્ય બગડી શકે. દિવસમાં કેટલી વખત માસ્ટરબેશન કરી શકાય એનો કોઈ નિયમ નથી. છતાં નિષ્ણાતો ભલામણ કરે છે કે અઠવાડિયે બે-ત્રણ વખત માસ્ટરબેશન કરવાનું રાખવું જોઈએ. એથી આગળ ન વધો તો સારું. રોજ માસ્ટરબેશનની જરૂર પડતી હોય તો ધીમેધીમે કસરતનું પ્રમાણ વધારો, અભ્યાસમાં અથવા તમારા શોખના અન્ય વિષયમાં વધારે ધ્યાન આપવાનો પ્રયાસ કરો. ધીમેધીમે ટેવ છૂટતી જશે. રોજ માસ્ટરબેશનની જરૂર નહીં વર્તાય.

Leave a Reply

Your email address will not be published.