મારી ઉંમર 16 વર્ષ છે. મેં થોડા સમય પહેલાં જ હસ્તમૈથુન કર્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી પણ હવે…..

GUJARAT

પ્રશ્ન: મારી ઉંમર 27 વર્ષ છે. મારા પતિ 29 વર્ષના છે, તેઓ ઘણી વાર રાત્રીમાં બે વાર શારીરિક સબંધ માણવા ઉત્સુક હોય છે, પણ આખા દિવસના થાકના કારણે હું બે વાર શારીરિક સબંધ માટે તૈયાર નથી હોતી, મને એવી કોઇ દવા જણાવશો જે શારીરિક સબંધમાં રુચિ વધારે, વળી મેં એવું પણ સાંભળ્યું હતું કે વધારે શારીરિક સબંધ કરવાથી તબિયત ખરાબ થઇ જતી હોય છે, તેનાથી હેલ્થ ઉપર પ્રભાવ પડે છે.

જવાબ: પહેલી વાત કે જો તમે થાકી જતાં હોવ અને એ કારણે બે વાર શારીરિક સબંધમાં રુચિ ન બતાવી શકતાં હો તો તે કોઇ શારીરિક સમસ્યા નથી, સ્ત્રી અનેક કામ કરતી હોય છે, તેને શારીરિક અને માનસિક બંને થાક લાગતો હોય છે. વધારે શારીરિક સબંધ બાંધવાથી તબિયત પણ ખરાબ નથી થતી. હા, થાક લાગે છે, કારણ કે એક વાર શારીરિક સબંધ બાંધવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે, તેથી થાક લાગે પણ તેનાથી તબિયત ખરાબ નહીં થાય.

પ્રશ્ન: મારી પત્નીની ઉંમર 26 વર્ષ છે, અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે, લગ્ન પહેલાં પત્નીનું વજન 41 કિલો હતું, જ્યારે હવે 43 કિલો છે. અમે હવે બાળક પ્લાન કરી રહ્યાં છીએ, છેલ્લા બે મહિનાથી અમે નિરોધ વાપર્યાં વગર જ શારીરિક સંબંધ બાંધીએ છીએ, પણ હજી સુધી પત્નીને ગર્ભ નથી રહ્યો. આ કારણે અમે બંને ટેન્શનમાં છીએ, શું ઉંમરને કારણે બાળક નહીં રહેતું હોય? પત્નીને શું તકલીફ હશે?

જવાબ: એવું જરૂરી નથી કે પત્નીને જ કોઈ સમસ્યા હોય. આ માનસિકતામાંથી હવે બહાર નિકળવાની જરૂર છે. રહી વાત ગર્ભ રહેવાની તો હજી એટલો સમય નથી થયો કે તમારે એ અંગે ચિંતા કરવી પડે. ગર્ભ રહે તે માટે તમે પ્રયત્ન શરુ કરો એટલે ઘણાંને તે રહેવામાં વાર લાગતી જ હોય છે, દરેકને પહેલા જ પ્રયત્નમાં સફળતા મળે તે જરૂરી નથી. માટે ગભરાશો નહીં અને પત્નીનું વજન વધારાવો. જેમ વધારે પડતાં વજનના કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે તેમ એકદમ ઓછા વજનમાં પણ ગર્ભ રહેવાની સમસ્યા થતી હોય છે. તેથી તેમને પોષણયુક્ત ખોરાક ખવડાવીને હેલ્ધી બનાવો.

પ્રશ્ન: મારી ઉંમર 16 વર્ષ છે. મેં થોડા સમય પહેલાં જ હસ્તમૈથુન કર્યું હતું, મને તેમાં ખૂબ મજા આવી હતી, મને સ્વપ્નદોષની સમસ્યા હતી, પણ હસ્તમૈથુન કર્યાં બાદ તે સમસ્યા ઓછી થઇ ગઇ હોય એમ લાગી રહ્યું છે.

જવાબ: હસ્તમૈથુન કરવામાં કોઈ સમસ્યા નથી, તમારી ઉંમરના દરેક છોકરા એ કરતાં જ હોય છે, માટે ગભરાશો નહીં. હા, પણ અતિની કોઇ ગતિ નહીં. તેથી કોઇપણ વસ્તુ અતિશય ન હોવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *