મારી પત્નીને શારીરિક સંબંધમાંથી રસ ઊડી ગયો છે, શું કરવું?

GUJARAT

પ્રશ્ન : હું 23 વર્ષની છું અને હું છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાસેપ્શન માટે વજાઈનલ રિંગનો ઉપયોગ કરતી આવી છું. મેં તે મારી જાતે જ ઈન્સર્ટ કરી હતી પણ એક અઠવાડિયા પહેલાં મારા પીરિયડ્સ દરમિયાન મેં તે બહાર કાઢી લીધી હતી. આ પછી મેં અને મારા હસબન્ડે કેટલીક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. મેં જ્યારથી આ રીંગ ફરી પાછી અંદર મૂકી છે ત્યારથી હું બીમાર રહું છું અને મારું શરીર પણ દુખે છે. મારે શું કરવું?

ઉત્તર : આનું કારણ જાણવા માટે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લો. વજાઈનલ રિંગ સેફ ઓપ્શન નથી. માટે તેમની સાથે તમારા માટેના બેસ્ટ ઓપ્શન વિશે પણ ચર્ચા કરી જુઓ. તમે કયાં કારણથી બીમાર રહો છો તે પણ તેઓ તમારા બોડીનું ચેકઅપ કરીને તમને જણાવશે.

પ્રશ્ન : હું 52 વર્ષનો છું. મારી પત્ની 47 વર્ષની છે. અમે બંને નોકરી કરીએ છીએ. મને મારી પત્ની સાથે અઠવાડિયામાં બે વાર શારીરિક સુખ માણવાની ઈચ્છા હોય છે. હું રવિવારની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતો હોઉં છું જેથી હું આમ કરી શકું. પણ છેલ્લા કેટલાક સમયથી મારી પત્નીનો શારીરિક સંબંધમાંથી રસ ઊડી ગયો છે. મને ઓરલ સેક્સની મજા આવે છે પણ તે ઓરલ સેક્સ પરફોર્મ કરવામાં રસ નથી ધરાવતી. હું મારી પત્નીને પ્રેમ કરું છું અને મારે તેની સાથે દગો નથી કરવો. હું આમાંથી કેવી રીતે બહાર નીકળી શકું. પ્લીઝ, મદદ કરો.

ઉત્તર : તેને રસ શા માટે જતો રહ્યો છે તેનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. શું તમારા બિહેવિયરમાં કોઈ ફેરફાર થયો છે? જેમ કે, તમે તેમના પ્રત્યે કેરિંગ એટિટયૂડ નથી દર્શાવતા? કે તેમને કોઈ બીજી શારીરિક તકલીફ છે. જો એમ હોય તો તેમણે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તે સિવાય તમારી પત્નીને જણાવો કે તમે ઓરલ સેક્સમાં રસ ધરાવો છો, તેમને આ વિશે સમજાવવાનો પ્રયત્ન કરી જુઓ.

પ્રશ્ન : હું 21 વર્ષનો છું. હું જાણવા માંગું છું કે, માસ્ટરબેશનથી મસલ લોસ થાય છે? હું રેગ્યુલરલી જિમમાં જાઉં છું. મારા અનેક ફ્રેન્ડ્સ કહે છે કે, માસ્ટરબેશનની મસલ્સ પર ખરાબ અસર થાય છે. હું અઠવાડિયામાં બે વખત માસ્ટરબેટ કરું છું. એટલે મને ચિંતા થઈ રહી છે. શું માસ્ટરબેશનથી કોઈ રીતે મારા બોડી મસલ્સ પર અસર થશે?

ઉત્તર : હું વારંવાર અને ભારપૂર્વક કહું છું કે, માસ્ટરબેશનથી બોડી પણ કોઈ અસર થતી નથી. અહીં હું એમ પણ જણાવું છું કે, એની મસલ્સ પર કોઈ અસર થતી નથી.

પ્રશ્ન : મારા ડિવોર્સ થયા છે. મારા કેટલાક ફ્રેન્ડ્સ છે કે જેમને હું કોલેજના સમયથી જાણું છું. મારા એક ફ્રેન્ડની વાઈફે મને થોડા મહિના પહેલાં શારીરિક સુખ માણવા માટે ઈન્વાઈટ કર્યો હતો. જોકે, મેં ના પાડી હતી, પરંતુ તે મને સિડયુસ કરવાની કોશિશ કરતી રહી હતી. કેટલીક વખત મને તેનું આ એટેન્શન ગમ્યું હતું. જોકે, મેં એ વાતનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. હવે એ મહિલા અને તેના હસબન્ડે મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે. જો તેઓ બંને એમ ઈચ્છતાં હોય ત્યારે મારે એમ કરવું જોઈએ. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ?

ઉત્તર : બ્રાવો! તમે તમારા પર કંટ્રોલ રાખ્યો છે, નવા ફ્રેન્ડ્સ બનાવો.

પ્રશ્ન : મારા મેરેજને 21 મહિના થયા છે અને અમારા મેરેજ થયા એના અમુક મહિના પહેલાં સુધી મારા હસબન્ડ અને હું ડેટિંગ કરતાં હતાં. જોકે, અત્યારે તેઓ ખૂબ વિચિત્ર રીતે વર્તી રહ્યા છે. તેઓ કહે છે કે, તેઓ મને બીજા પુરુષો સાથે શારીરિક સુખ માણતી જોવા માગે છે. મને આ વાત બિલકુલ જ સમજાતી નથી. જોકે, મારે સ્વીકારવું રહ્યું કે, બીજા પુરુષો સાથે મને શારીરિક સંબંધ બાંધતા તે જુએ એમ વિચારીને હું થોડી સેક્સ્યુઅલી ઉત્તેજિત થઈ જાઉં છું. મારા હસબન્ડ પણ કહાનીઓ ઘડી કાઢે છે. મારા પહેલાંના લવર્સની સાથે મારા વિશે ફેન્ટસી કરતા રહે છે.પ્લીઝ, મને એડવાઈઝ આપો.

ઉત્તર : આ બાબતે તમે બંને જ નક્કી કરી શકો છો. ફેન્ટસી બાબતે કોઈ વાંધો નથી, પરંતુ એનો અમલ કરવો સલાહભર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *