મારી પત્નીને માસિક આવે ત્યારે ગુસ્સો બોવ આવે છે,અને તેનું આખું બિહેવિયર ચેન્જ થઇ જાય છે

GUJARAT

પ્રશ્ન : મારી ગાયનેકોલોજિસ્ટે મારી બાર વર્ષની દીકરીને એચપીવી રસી મૂકાવવાની સલાહ આપી છે. શું આ રસી મૂકાવવાની જરૂરી છે અને એનાથી મારી દીકરીને ફાયદો થશે ખરો? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : મહિલાઓને થતું સર્વિકલ કેન્સર (ગર્ભાશયનું કેન્સર) મુખ્યત્વે હ્યુમન પેપિલ્લોમા વાયરસ (એચપીવી) ઇન્ફેક્શનથી થાય છે. ભારતીય મહિલાઓમાં આ પ્રકારનું કેન્સર સૌથી વધુ થાય છે અને દુનિયાભરની મહિલાઓમાં કુલ કેન્સરમાં બીજું સૌથી વધારે જોવા મળતું કેન્સર છે. સર્વિકલ કેન્સરને અટકાવવા માટે કેટલીક પદ્ધતિઓ હોવા છતાં રસી દ્વારા નિવારણ સૌથી વધુ અસરકારક વિકલ્પ બન્યો છે. સર્વિકલ કેન્સર એવા પ્રકારનું કેન્સર છે, જે સર્વિક્સ એટલે કે ગર્ભાશયનાં નીચેનાં ભાગનાં કોષોમાં થાય છે. એચપીવી રસી આ રોગ સામે રક્ષણ આપે છે.

આ રસી સામાન્ય રીતે નવથી ચૌદ વર્ષની વય દરમિયાન અને જો ત્યારે શક્ય ન બને તો જાતીય જીવનની શરૂઆત પહેલાં આપવામાં આવે છે. સંશોધન પછી જાણવા મળ્યું છે કે આ રસી ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે અસરકારક છે. આ એ સમય દરમિયાન રોગપ્રતિકારક ક્ષમતામાં કોઈ ઘટાડો દર્શાવતી નથી. આ સુરક્ષાકવચ લાંબો સમય પણ જળવાઈ રહે એ એવું બની શકે છે.

જોકે આ વિશે કોઇ સત્તાવાર તારણ જાહેર નથી થયું. એચપીવી ભાગ્યે જ કોઈ આડઅસરો ધરાવે છે અને સંપૂર્ણપણે જોઈએ તો સામાન્ય રીતે આ અસરો હળવી હોય છે. એચપીવી રસી કોઈ પણ સમયે લઈ શકાશે. આ રસી લેવાનો અર્થ એ નથી કે, મહિલાઓ પેપ પરીક્ષણ ન કરાવે તો ચાલે. આ નિયમિતપણે સર્વિકલ કેન્સર માટે ફરજિયાત પરીક્ષણ છે. સર્વિકલ કેન્સરનું વહેલાસર નિદાન એની અસરકારક સારવારની ચાવી છે. પ્રાથમિક તબક્કામાં સર્વિકલ કેન્સરનું નિદાન કરવા વ્યક્તિએ 21 વર્ષની વયથી અથવા જાતિય સંબંધો બાંધવાનાં શરૂઆતનાં ત્રણ વર્ષની અંદર પેપ ટેસ્ટ નિયમિતપણે કરાવવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જ્યાં સુધી તમારી દીકરીને રસી આપવાના નિર્ણયની વાત છે તો ડોક્ટરની સલાહ યોગ્ય છે અને એ મુજબ જ નિર્ણય લેવો જોઇએ.

પ્રશ્ન : મારી પત્નીની વય 48 વર્ષની છે. તેના શરીરમાં નવા ફેરફાર થઇ રહ્યા છે. તેને ઘણા બધા દિવસો સુધી માસિક સ્ત્રાવ આવે છે. તેની ડોક્ટરે જણાવ્યું છે કે તેનું મેનોપોઝ નજીકમાં છે એટલે આવા પરિવર્તન આવી રહ્યાં છે. મારી પત્નીનો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે અને મોટી સમસ્યા એ છે કે તેનો જાતીય જીવનમાંથી રસ સાવ ઊડી ગયો છે. હું તેની સમસ્યા અને લાગણી સમજી શકું છું પણ આનો ઉકેલ શું છે? આવું કેટલા સમય સુધી ચાલશે? એક પુરુષ (નડિયાદ)

ઉત્તર : તમે તમારી પત્નીની લાગણી સમજો છો એ વાત સારી છે. જ્યાં સુધી પત્નીની આ સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી તમારે તેને જાતીય જીવન માટે કોઈ જ દબાણ ન કરવું જોઈએ. મેનોપોઝ દરમિયાન આવતા પરિવર્તનને કારણે ભારે નબળાઇ આવી જાય છે. આ નબળાઈમાં તેની પાસેથી જાતીય જીવનમાં સહકારની અપેક્ષા રાખવી યોગ્ય નથી. જાતીય જીવન માણતી વખતે બંને પાત્રોને આનંદ આવે એ જરૂરી છે. જો તમારા પત્નીને વધારે પડતો માસિક સ્ત્રાવ થતો હોય તો એને મેનોપોઝની શરૂઆત હોવાનું ધારીને બેસી ન રહેવાય.

આ સમસ્યા હોય તો તમારી પત્નીની પેડુની સોનોગ્રાફી તેમ જ લોહીની તપાસ કરાવવી જરૂરી છે. એનાથી સમસ્યા કઈ દિશાની છે એ ખબર પડશે. જો તમે છેલ્લાં બે વર્ષમાં પેપ સ્મીઅર ટેસ્ટ ન કરાવી હોય તો એ પણ કરાવવી જરૂરી છે. આ બધી જ તપાસ નોર્મલ આવે અને છતાં માસિક વધુ વહેતું હોય તો સારા ગાયનેકોલોજિસ્ટને મળીને એક ખાસ પ્રકારની આંકડી આવે છે એ પહેરાવીને માસિકસ્રાવ ઘટાડવાની સારવાર કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.