મારી પત્નીને બોવ વહેલું માસિક આવી જાય છે,આને રેગ્યુલર કરવા હું શું કરું

GUJARAT

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર 25 વર્ષની છે. મારાં લગ્ન તાજેતરમાં જ થયાં છે. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કૌમાર્યપટલ પણ જોવા ન મળ્યો. તો શું તેનો અર્થ એમ થયો કહેવાય કે મારી પત્ની લગ્ન પહેલાં પણ કોઈ અન્ય વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશનમાં રહી છે? મને આ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપો.

જવાબઃ જુઓ આ વાતથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. પહેલા સમાગમ વખતે લોહી નીકળવું તે જરૂરી નથી. ઘણી મહિલાઓ એવી છે, જે પહેલી જ વખત શારીરિક સંબંધ બાંધી રહી હોય તેમ છતાં તેમને લોહી નીકળતું નથી તથા કૌમાર્યપટલ તૂટતો નથી. હકીકતમાં તો આ એટલો મોટો મુદ્દો જ નથી, જેટલો તમે બનાવી રહ્યા છો. આ પ્રકારના મુદ્દાના કારણે ઘણી વખત પતિ-પત્ની વચ્ચે મનભેદ સર્જાતા હોય છે, અને બંનેના લગ્નજીવનમાં કડવાશ ઊભી થાય છે.

કૌમાર્યપટલ બાળપણમાં રમતગમત સમયે, સાઈકલ ચલાવતી વખતે અથવા તો એક્સરસાઈઝ કરતી વખતે તૂટી શકે છે. તેનો અર્થ એ નથી કે તમારી પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન હોય જ. તેથી ચિંતા ન કરો. આ ઉપરાંત તમારાં નવાં લગ્ન થયાં છે, તો તમે એકબીજાને સમજો તથા વિશ્વાસ રાખો. આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

પ્રશ્નઃ નમસ્તે સર, મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. મારા પતિને પોર્ન ફિલ્મોની લત છે. તો પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે તે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું, કારણ કે મને બીક લાગે છે. મને ડર છે કે તેમની આ વાત નહીં માનું તો મારાં લગ્ન તૂટી જશે તો? હું શું કરું? કારણ કે પતિનો ખૂબ આગ્રહ હોય છે, જ્યારે મને એ બધું થોડું ભયજનક લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબઃ જો તમારા પતિ સેક્સલાઈફમાં વિવિધતા ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ તથા આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે ભાગ લો. તમે પ્રશ્નમાં જણાવ્યું નથી કે તમારા પતિ પોર્ન ફિલ્મ જોઈને કેવી ડિમાન્ડ કરે છે? જો તેમની ડિમાન્ડ અસામાન્ય અને એબ્નોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલ્લા મને વાત કરો.

તેમને પ્રેમથી સમજાવો તથા શારીરિક સંબંધ અંગે તમારા વિચારો અને ઈચ્છા સ્પષ્ટ કરો. તેમ છતાં તે પોતાની જીદ ન છોડે અને તેમને સતત અસંતોષ રહે તો તમારે તેમનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે અને જરૂર જણાય તો તેમની સારવાર માટે તમે સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

પ્રશ્નઃ મારી ઉંમર 25 વર્ષની છે, અને મારી પત્નીની ઉંમર 21 વર્ષની છે. 6 મહિના પહેલાં લગ્ન થયાં છે. મારી પત્નીને 21થી 23 દિવસે માસિક આવી જાય છે તથા 6થી 7 દિવસ સુધી રહે છે. તો મારી આ મૂંઝવણનો ઉકેલ જણાવવા વિનંતી.

જવાબઃ સામાન્ય રીતે દરેક મહિલાની માસિકમાં થવાની સાઈકલ 21થી 25 દિવસની હોય છે. આ દિવસો સામાન્ય છે. તમે પ્રશ્નમાં જણાવ્યું છે કે તમારી પત્ની 21થી 23 દિવસે માસિકમાં આવી જાય છે, તે સારી બાબત કહી શકાય. માસિક નિયમિત આવવું જોઈએ. દરેક મહિલાની તાસીર અલગ-અલગ હોય છે, જેના કારણે ઘણી મહિલાઓને 21 દિવસે 25,28 અથવા 30 દિવસનું માસિકચક્ર હોય છે. જેમાં એક બે દિવસ આગળ પાછળ થવું પણ સામાન્ય છે. તેમાં ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તમે જણાવ્યું કે તમારી પત્નીને 6થી 7 દિવસ માસિક આવે છે. તો તે પણ સામાન્ય બાબત કહી શકાય. સામાન્ય રીતે 5થી 6 દિવસ સુધી માસિક આવતું જ હોય છે,

પરંતુ ઘણી મહિલાને ચોથા દિવસથી માસિકનો સ્ત્રાવ ઘટવા લાગે છે, જેમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માસિકનો આધાર હોર્મોન્સ તથા મહિલાના શરીરમાં રહેલા લોહીના બગાડ પર આધાર રાખે છે. આ વિષય પર મૂંઝાવાની જરૂર નથી, આ સામાન્ય બાબત છે તેથી તેને સામાન્ય રીતે જ લો તથા અન્ય કોઈ મૂંઝવણ હોય જેનો તમે પ્રશ્નમાં ઉલ્લેખ નથી કરી શક્યા, તો તમે આ વિષય પર ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈ શકો છો. તે તમારું યોગ્ય ચેકઅપ કરીને નિદાન કરશે. અને તેને અનુકૂળ દવા પણ લખી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *