હું ૩૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે. મારે બે બાળકો છે. ગર્ભ ન રહે એટલા માટે હું છેલ્લાં ૩ વર્ષથી ગર્ભનિરોધક ‘ઓવરલ’ લઉં છું. મેં સાંભળ્યું છે કે લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેતા રહેવાથી કેટલીક બીમારીઓ થઈ શકે છે, જેવી કે ગર્ભાશયમાં રસોળી થવી, લોહી જામી જવું વગેરે. શું આ સાચું છે? સાચી માહિતી આપી મારી આશંકા દૂર કરશો તો તમારી આભારી થઈશ.
– એક મહિલા (નડિયાદ)
* હાલમાં મળતી ં ગર્ભનિરોધક ગોળીઓ જ સૌથી વિશ્વાસપાત્ર ઉપાય છે. તેમના પર ૯૯ ટકા ભરોસો રી શકાય છે અને તે રતિક્રિડામાં જરાય અડચણરૃપ નથી, તે તેનો મોટો ફાયદો છે. આથી જ ભણેલી-ગણેલી મહિલાઓમાં તે સૌથી લોકપ્રિય ગર્ભનિરોધક છે.
આમ છતાંય હકીકત તો એ જ છે કે આવી ગોેળીઓ સિન્થેટીક હોર્મોનમાંથી બને છે, એટલે શરીરનાં અંદરના અવયવો પર તે ઘણી રીતે અસર કરે છે. એની કેટલીક સારી અસરોનીસાથે કેટલીક આડઅસરો પણ જોવા મળે છે. લાંબા સમય સુધી ગોળીઓ લેતાં રહેવાથી ગર્ભાશયનું કેન્સર થવાની વાત વારંવાર ચર્ચાયા કરે છે, પરંતુ સર્વેક્ષણો અને મળતા પુરાવાના આધારે આ વાત મોટી સાબિત થઈ છે. હા, શિરાઓમાં લોહી જામી જવાથી ફેંફસામાં લોહીનોે પ્રવાહ અવરોધાવાના મામલા ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં પ્રમાણમાં વધારે જોવા મળે છે, પંરતુ એની સંખ્યા એટલી મોટી નથી હોતી કે એના લીધે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું છોડી દેવાય. ૩૫ થી વધારે વર્ષની અને ધૂમ્રપાન કરતી મહિલાઓ માટે આવું જોખમ ઊભું થઈ શકે છે.
૩૫ વર્ષની ઉંમર પછી બીજું કોઈ ગર્ભનિરોધક અપનાવવામાં જ સમજદારી છે. ડોક્ટરોનું માનવું છે કે જો આવી ગોળીઓ લાંબા સમય સુધી લેવી જ હોય તો દર વર્ષે બે મહિના માટે બંધ કરી બીજું કોઈ સાધન અપનાવવું, જેથી શરીરની હોર્મોનલ પ્રણાલી થોડા સમય માટે પ્રાકૃતિક અવસ્થામાં રહી શકે. તમે તો આમેય ૩ વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહ્યા છો, એટલે મારી સલાહ છે કે તમે થોડા મહિના માટે આ ગોળીઓ લેવાનું બંધ કરી બીજું કોઈ સાધન અપનાવો.
જો તમને વાંધો ન હોય તો કોપર-ટી એ માટેનું સારું સાધન છે. તેના પર પણ ૯૫ થી ૯૭ ટકા વિશ્વાસ કરી શકાય છે અને તે સાધન પણ રતિક્રિડામાં અડચણરૃપ બનતું નથી. કોપર-ટી કઢાવી નાખ્યા પછી તમે બહુ જલદી સંતાન ધારણ કરવા માટે સક્ષમ બની જાવ છો.
મારી ઉંમર ૪૬ વર્ષની છે. પત્ની સાથે સહવાસ વખતે હું જલદી સ્ખલિત થઈ જાઉં છું. આ કારણથી અમે પતિપત્ની જાતીયસુખનો સારી રીતે આનંદ લઈ શકતા નથી. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મેં જાહેરાતો દ્વારા પ્રચારમાં આવતી ઘણી આયુર્વેદિક દવાઓ લઈ જોઈ છે, પરંતુ કોઈ લાભ નથી થયો. આ દુઃખમાંથી બહાર આવવા માટે યોગ્ય સલાહ આપો.
એક ભાઈ (સૂરત)
* શીઘ્ર સ્ખલનની સમસ્યાની ઉત્પત્તિ મનમાં પેસી ગયેલી જાતીય સંબંધોની ખોટી ગેરસમજમાંથી થાય છે. યુવાન ઉંમરમાં જ્યારે શરીર પુખ્ત બને છે અને જાતીય સમાગમની ઇચ્છા પ્રબળ થવા લાગે છે ત્યારે અંદર જમા થઈ રહેલાં સેક્યુઅલ ટેન્શનમાંથી રાહત મેળવવા માટે મોટાભાગના યુવાનો હસ્તમૈથુનનો સહારો લેતાં હોય છે. આ બિલકુલ સ્વાભાવિક ઉપાય છે, પરંતુ કેટલાક વેદ્યોહકીમોએ સમાજમાં હસ્તમૈથુન પ્રત્યે એવી ભ્રમણાઓ ઊભી કરી છે કે વ્યક્તિ બિનજરૂરી જાતજાતની ચિંતાઓની જાળમાંથી ફસાઈ જાય છે. મોટાભાગનાં ઘરોમાં કિશોરોને એટલી પ્રાઈવેસી પણ મળતી નથી કે તેઓ નિશ્ચિત રહીને પોતાની ઇચ્છા પૂરી કરે. ગુનાની ભાવનાથી ઘેરાયેલો યુવાન છુપાઈને હસ્તમૈથુન કરતી વખતે સ્ખલિત થવાની ઉતાવળ કરે છે. તેની આવી ઉતાવળ પાછળથી શીઘ્ર સ્ખલનની સમસ્યાનું સ્વરૂપ લઈ તેના જાતીય જીવનમાં વિઘ્નો ઊભાં કરે છે.
કેટલાક યુવાનોમાં જાતીય જીવનની શરૂઆત કોઈ એવા કડવા અનુભવથી થાય છે કે તે તેમાંથી બહાર આવી શકતા નથી.
સૌપ્રથમવાર મૈથુન ક્રીડા કોઈક એવી જગ્યાએ પૂરું કરવાની જરૂરિયાત ઊભી થાય, ત્યારે જીવનમાં આગળ ક્યારેક ક્યારેક દુષ્ચક્ર જેવું બની જાય છે. દરેક વખતે ચિંતા મન પર સવાર રહે છે, જેનાથી સ્ખલન જલદી થઈ જાય છે.
ઘણા યુવાનો પોતાને કેસેનોવા તરીકે સાબિત કરવાની આશા રાખે છે અને એવી સાંભળેલી અને સંભળાવાયેલી કાલ્પનિક કસોટીઓ પર ખરા ઊતરવા ઇચ્છે છે, જેને કોઈ પૂરી નથી કરી શક્યું. આવી કસોટીમાં સાચા નહીં થઈ શકવાને કારણે તેઓ પોતાનામાં ઊણપનો અનુભવ કરે છે અને ખોટી ચિંતામાં પડી જાય છે. ઘણું બધું સામાન્ય હોવા છતાં પણ તેમનું જાતીય જીવન નરક જેવું થઈ જાય છે. આ સ્થિતિમાંથી છુટકારો મેળવવા અને પોતાના ઉપર વધુ સારો કન્ટ્રોલ પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રકારની જાતીય ટેક્નિકો અને વ્યાયામ અપનાવી શકાય છે.
આમાં સૌથી સહેલી પેલ્વિક ફ્લોર એક્સર્સાઈઝ છે. તેને કરવાની રીત આ પ્રકારની છે:
શ્રોણિની માંસપેશીઓને એવી રીતે સંકોચો જાણે મૂત્રત્યાગની ક્રિયા રોકવાની હોય. હવે છ સુધી ગણો, પછી પેશીઓને ઢીલી છોડી દો. છ ગણો ત્યાં સુધી તેને ઢીલું છોડયા પછી તે ક્રિયા ફરીથી કરવી. તેને પહેલા દિવસે ૧૦-૧૨ વખત અને પછી વધારતાં જઈને સવારસાંજ ૨૦-૨૫ વખત સતત છ અઠવાડિયા સુધી સતત કરવાથી સુધારો થશે.
બીજી રીતે સ્થાનિક સંવેદનાહારી (એનેસ્થેટિક) ક્રીમનો ઉપયોગ કરવાની છે. સંભોગ કરતાં પહેલાં શિશ્ન પર જાયલોકેન જેવું કોઈ સ્થાનિક સંવેદનહારી (એનેસ્થેટિક) ક્રીમ લગાડવાથી અનુભૂતિ ઓછી થઈ જાય છે અને પરિણામે રતિક્રીડા (જાતીય સહવાસ)નો સમય વધી જાય છે. આ સિદ્ધાંતના આધારે બજારમાં ઘણાં પ્રકારનાં સેક્સ સ્પ્રે પણ મળે છે. જો આ યુક્તિઓથી વાત જામે નહીં તો કોઈ મનોચિકિત્સક અથવા સેક્સ થેરપિસ્ટની સહાય લો.