મારી પત્ની એની બહેનપણીઓના નામે એના પહેલાના બોયફ્રેન્ડ જોડે આખો દિવસ ચેટ કર્યા કરે છે તો હું શું કરું….

GUJARAT

પ્રશ્ન : મારા લગ્નને દસ વર્ષ થયાં છે પરંતુ હું બિલકુલ ખુશ નથી. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ કોઈ અન્ય યુવતીને ચાહતા હતા પરંતુ ઘરવાળાના દબાણને કારણે તેમણે મારી સાથે લગ્ન કર્યા હતાં. મારા પતિ મને પ્રેમ કરે છે. મારું ધ્યાન પણ રાખે છે પરંતુ જ્યારે મારી સાથે નાનો ઝઘડો પણ થાય છે ત્યારે મારા મગજમાંથી આ વાત દૂર થતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તમારી મૂંઝવણ જ ખોટી છે. આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં તમારો વાંક છે. તમારે તમારા પતિના ભૂતકાળને મોટો વિવાદ બનાવવાની શું જરૂર છે? ભૂતકાળને ભૂલી વર્તમાનકાળમાં જીવવાનું શીખો. તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા પણ તેના સંસારમાં સુખી છે તો પછી તમારે આ વાત ભૂલી જવામાં જ હિત છે. યુવાનીમાં પ્રેમસંબંધ બંધાય એ સ્વાભાવિક છે. આથી તમારું લગ્નજીવન સુખી કરવા માગતા હો તો ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો. દરેક વ્યક્તિનો કોઇને કોઇ ભૂતકાળ હોય છે.

જો તમારા પતિ એમના ભૂતકાળને ભૂલીને તમારી સાથે જીવનમાં આગળ વધી ગયા હોય તો તેમના ભૂતકાળને વારંવાર ખોતરવાથી તમારા સંબંધોને નુકસાન જ થશે. તમારી વચ્ચે થતા ઝઘડાની વાત છે ત્યાં સુધી સંબંધો ગમે તેટલા પ્રગાઢ હોય તો પણ એમાં ક્યારેક મતભેદ તો થાય જ છે. આવી સ્થિતિ ઉભી થાય ત્યારે ભૂતકાળના સંબંધોને એના દોષ આપવાને બદલે એના પાછળના કારણોને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. જો તમે શાંત ચિત્તથી પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશો તો સંબંધોમાં રહેલી ગૂંચને ઉકેલી શકશો.

સવાલ- હું 28વર્ષનો યુવક છું મારા લગ્ન થયે 3 વર્ષ થયાં અને અત્યાર સુધી હું મારા લગ્નજીવનમાં ખુશ પણ હતો પણ સમસ્યા હવે આવી છે કેમ કે મેં એક દિવસ રાત્રે મારા પત્નીનું વોટ્સપ ચેક કર્યું તો મેં જોયું કે એ એના બહેનપણીઓના નામેં એના જુના બોયફ્રેન્ડ જોડ ચેટમાં વાત કર્યા કરે છે અને તે તેના પિયરમાં જાય ત્યારે તેમના જોડ જાય છે સમાગમ માટે.. તો હું શું કરું..

જવાબ- દરેક વ્યક્તિ દરેકની એક ભૂલ ભગવાન માફ કરે કહીને ચલાવતા હોઈ, તમે એક વાર સમજાવો અને વોર્નિંગ પણ આપો જો એ સમજી જાય તો ઠીક બાકી આપ મેળે અલગ થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.