મારી GF હમણાંથી નોકરી કરે છે અને મને ખબર પડી કે એને ત્યાં પણ કોઈ બીજા જોડે અફેર છે

GUJARAT

હું ૨૭ વરસની છું, ઓગસ્ટ મહિનામાં હું મારા પ્રથમ સંતાનને જન્મ આપવાની છું. મારી તકલીફ એ છે કે મારી નીપલ અંદર તરફ છે. તો શું આ કારણે શિશુને સ્તનપાન કરાવતા તકલીફ થઈ શકે છે?
એક બહેન (ગુજરાત)

આ તકલીફ સામાન્ય છે. સ્તનની અંદરની મિલ્કડક્ટ નાની હોય ત્યારે આ તકલીફ થાય છે. આ ખામી જન્મથી જ હોઈ શકે છે. પરંતુ સ્તનનો વિકાસ થતો જાય તેમ તેમ આ વાત ધ્યાનમાં આવે છે. સાધારણ રીતે આ કારણે કોઈ ગંભીર સમસ્યા થવાની શક્યતા નથી, ડોેક્ટર પાસેથી થોડી તાલીમ લીધા પછી તમે તમારા શિશુને સ્તનપાન કરાવી શકશો. કેટલાક કિસ્સાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જ આ તકલીફ આપોઆપ દૂર થઈ જાય છે. આ બાબતે તમારા ડોક્ટર સાથે વાત કરો. બ્રેસ્ટ પમ્પ તેમ જ સક્સન માટેની સિરિંજ ઉપયોગી થઈ શકે છે. આ બાબતે તમને ડોક્ટર જ યોગ્ય સલાહ આપી શકે તેમ છે.

હું ૨૧ વરસનો છું. ગ્રેજ્યુએશનના ફાઈનલ વર્ષમાં ભણું છું. છેલ્લા ચાર વર્ષથી મને એક છોકરી સાથે પ્રેમ હતો. તે નોકરી કરે છે. નોકરી શરૂ કર્યા પછી તેનું વર્ણન ઘણું બદલાઈ ગયુેં છે. તેણે મને મળવાનું ઓછું કરી નાખ્યું છે. મેં એને પૂછતા તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. આ કારણે હું ઘણો દુ:ખી છું. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.

– એક યુવક (વડોદરા)

નોકરી મળવાને કારણે તમારી આ મિત્રનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને તેને જીવનમાં એક નવો ઉદ્દેશ્ય મળી ગયો છે. હવે આમા તમારું કોઈ સ્થાન નથી. તમે હજુ ઘણા યુવાન છે. અને ચાર વર્ષ સુધી સાથે રહ્યા ત્યાં સુધી સારો સમય પસાર કર્યો. હવે તમારે આ વાતનો સ્વીકાર કર્યો જ છૂટકો છે કે તે તમને ભૂલીને ઘણી આગળ વધી ગઈ છે. તે આત્મનિર્ભર છે જ્યારે તમે હજુ સુધી ભણો છો. શક્ય છે તેને કોઈ બીજા યુવક સાથે મૈત્રી થઈ હોય. કોઈપણ સંજોગોમાં તમારે એને ભૂલવી પડશે. એ તમને ના પાડે એ પહેલા તમે એનાથી દૂર કઈ તમારું સન્માન જાળવો.

Leave a Reply

Your email address will not be published.