મારી બહેનપણીનો પ્રેમી મારી બહેનપણીની સાથે સાથે મને પણ હવે, જાણો બે બહેનપણીઓના એક પ્રેમીની વાત

GUJARAT

હું ૧૬ વરસનો છું. મને હસ્તમૈથુનની આદત છે. આ આદત છોડવાના મેં ઘણા પ્રયાસ કર્યાં પરંતુ મને એમા સફળતા મળતી નથી. આ કારણે મારા અભ્યાસ પર અસર પડે છે. મારા મિત્રનું કહેવું છે કે મારા આ ગલત કામને લીધે ભગવાન મને સજા આપે છે. શું આ સાચું છે?

એક યુવક (મુંબઇ)

જાતીય આવેગ દૂર કરવાનો હસ્તમૈથુન એક કુદરતી માર્ગ છે જેને તરણે કોઇ નુકસાન થતું નથી. પરંતુ અપરાધ બોજની લાગણીને કારણે તમે અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. અને આ માટે ભગવાન શિક્ષા આપે છે. એ વાત સાવ બકવાસ છે. પોઝિટિવ વિચાર કરો અને મનમાંથી અપરાધ બોજની લાગણી દૂર કરો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાન નોતરે છે. આથી દરેક વસ્તુ મર્યાદામાં જ હોવી જોઇએ. ભણવામાં વધુ ધ્યાન આપો. કોઇ શોખ વિકસાવો અને સારું વાચન કરો.

હું એસ.એસ.સી.માં છું. મારે સાયન્સમાં પ્રવેશ લેવો છે પરંતુ કોમર્સના વિષયોમાં મને સારા માર્કસ આવતા હોવાથી મારા માતા-પિતા ઇચ્છે છે કે હું કોમર્સમાં આગળ અભ્યસ કરું. આ કારણે હું મૂંઝવણમાં છું. મારે શું કરવું જોઇએ? જે વિષયોમાં મને સારા માર્કસ મળે છે એમા આગળ વધવું કે મારી ઇચ્છા છે એ વિષયમાં સારા માર્કસ મળતા ન હોવા છતાં આગળ વધવું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (નવસારી)

વિજ્ઞાાન વિષય મનગમતો હોવા છતાં તમને તેમા સારા માર્કસ મળતા નથી. એની નવાઇ લાગે છે. કદાચ તમને એની એપ્ટિટયૂડ નહીં હોય. વિષય ગમે છે એટલે એ વિષય લેવો જોઇએ એવું નથી. તમને લાયક નથી એ કોર્સ લેવાની ઇચ્છાને કારણે તમે તમારું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છો. તમારા માતા-પિતાનું સૂચન વ્યવહારું છે. તમે કોઇ કાઉન્સેલરની સલાહ લઇ શકો છો. તેમજ એપ્ટિટયૂડ ટેસ્ટ દ્વારા નિર્ણય લઇ શકો છો. આમ કરવાથી તમને થોડા વિકલ્પો પણ મળશે અને તમારે સાયન્સ કેમ લેવું નહીં અથવા તમે આ વિષયમાં સારો દેખાવ કેવી રીતે કરી શકો છો એની સલાહ પણ મળશે.

મારી એક વિચિત્ર સમસ્યા છે. હું ૨૪ વર્ષની છું અને મારી મોટી બહેનના પતિ પ્રત્યે મને આકર્ષણ થયું છે. આ ખોટું છે એ હું જાણું છું. પરંતુ હું મારી જાત પર કાબુ રાખી શકતી નથી. તેઓ પણ મારી તરફ પ્રેમથી જુએ છે. આથી વધુ અમે આગળ વધ્યા નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવતી (ગુજરાત)

કોઇના પતિ તરફ નજર બગાડવી એ યોગ્ય નથી. અને તમે તો તમારી સગી બેહનનું ઘર ભાંગવા તૈયાર થયા છો. તમે લાગણીના પ્રવાહમાં તણાઇ જાવ તો પણ એ વાતની શું ગેરન્ટી છે કે તમારા બનેવી બીજી કોઇ યુવતી તરફ પ્રેમભરી નજર ફેંકતા નહીં હોય. લગ્ન સંસ્થા એક પવિત્ર સંસ્થા છે તેને માન આપો. બનેવી તરફ નજર બગાડવાને બદલે તમારી બહેનનું લગ્ન જીવન સુધરે એવા પ્રયાસો કરો.

મારી ખાસ બહેનપણીને છેલ્લા ત્રણ વરસથી એક યુવક સાથે પ્રેમ છે. તે તેને ખરા હૃદયથી પ્રેમ કરે છે. પરંતુ તાજેતરમાં તેના પ્રેમીએ મારી છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હું એને આ વાત કરું તો અમારી મૈત્રી તૂટી જવાનો મને ડર લાગે છે. પરંતુ તેને આ યુવક વિશે ચેતવવાની મારી નૈતિક ફરજ છે. આ સમસ્યાનો કોઇ માર્ગ ચીંધવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

હમણા તમારી બહેનપણીને આ વિશે કંઇ પણ કહેતા નહીં. હા, તેના બોયફ્રેન્ડ સાથે વાત કરીને તેને ચેતવણી આપો કે તે સુધરશે નહીં તો તમને તમારી બહેનપણીને આ પ્રકરણની જાણ કરવાની ફરજ પડશે. તેને તેની ભૂલ સમજાવો. આમ છતાં પણ તે સુધરે નહીં તો તમારે તમારી બહેનપણીને આ છોકરા વિશે વાત કરવી જ પડશે. એ તમારી વાત માને નહીં તો ચિંતા કરતા નહીં. એક બહેનપણી તરીકે તમે તમારી ફરજમાંથી ચૂક્યા નથી એ વાતનો તમને સંતોષ મળશે છે. શક્ય છે કે આ દરમિયાન તેને પણ તેના પ્રેમીની ચાલચલગતનો ખ્યાલ આવી જાય.

Leave a Reply

Your email address will not be published.