મારે મારી બહેનપણીના કઝીન જોડ રિલેશન રાખવા છે પણ એ મને ભાવ નથી આપતો.તો હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મારા અને મારી બહેન વચ્ચેના સંબંધોમાં છેલ્લા પાંચ વર્ષથી સમસ્યા ઉભી થઇ છે. હાલમાં મારા પિતાના અવસાન પછી મારી બહેને પ્રોપર્ટીમાં તેના ભાગ માટે કોર્ટ કેસ કરતાં મને બહુ આઘાત લાગ્યો છે. તેણે આવું કેમ કર્યું હશે? એક પુરુષ (રાજકોટ)

ઉત્તર : માણસનું મન બહુ વિચિત્ર છે. તે વર્તમાનમાં જે વર્તન કરે છે એના મૂળ ભૂતકાળમાં રહેલાં હોય છે. ભારતીય જનસમાજમાં દીકરાને મળતી છૂટ દીકરીને મળતી નથી. મોટાભાગના ઘરોમાં દીકરાનાં ચારિત્ર વિશે સજાગ કે સભાન રહેવાનો પ્રયત્ન કરાતો નથી. દીકરો મોટો થાય અને મિત્રોમાં બેસવા લાગે એટલે એ પણ બહેનની સ્વતંત્રતા પર કાપ મૂકવાનું શરૂ કરે છે.

માતા-પિતાનાં વર્તનમાં અને ભાઇના વર્તનમાં આવેલો બદલાવ બહેનનાં વર્તનમાં પરિવર્તન લાવે છે. ભાઇ-બહેનની વચ્ચે આ ભેદભાવને કારણે કદાચ બાળપણથી જ બહેનનાં મનમાં ભાઇ વિશે કેટલીક કડવાશ રોપાવા લાગે છે. દીકરાને વધુ મહત્ત્વ આપતાં પેરેન્ટ્સ ભાઇ-બહેનનાં સંબંધને બગાડવાનું કામ કરે છે. આ સમયે સલુકાઇથી કામ લેવાની જરૂર છે. એક બહેન જ્યારે પોતાના ભાઇની સામે સાચા-ખોટા કેસ કરે, એની પાસે સંપત્તિની માગણી કરે ત્યારે દુઃખી થવાને બદલે બહેન અને એના પરિવાર સાથે સ્પષ્ટતાથી વાત કરવી જોઇએ.

પ્રશ્ન : હું કોલેજમાં ભણતી યુવતી છું. મારે મારી ફ્રેન્ડના કઝિન સાથે મિત્રતા વધારવી છે અને હું એ માટેના પ્રયાસ પણ કરું છે પણ આમ છતાં એ શક્ય બનતું નથી. અત્યાર સુધી અમે ગ્રુપમાં જ મળતાં આવ્યાં છીએ અને ત્યારે તે બહુ સારી રીતે વાત કરે છે. હું તેને એકલાં મળવાની કોશિશ કરું છું, પણ કામિયાબી નથી મળી.

તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે એટલે મેં તેને ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલી હતી, પણ તે હજી સ્વીકારી નથી. તે ચેટિંગમાં ટૂંકાં જવાબો આપે છે. છેલ્લે જ્યારે મેં તેને પૂછેલું કે ફ્રેન્ડ-રિક્વેસ્ટ કેમ નથી સ્વીકારી? તો કહે સોશિયલ નેટવર્કમાં કનેક્ટ રહેવાની શું જરૂર છે? શું તેને મારામાં રસ નહીં હોય? એક યુવતી (વડોદરા)

ઉત્તર : અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે, પણ પ્રેમમાં સોશિયલ મીડિયા હોય કે ન હોય કોઈ ખાસ ફરક ન પડવો જોઈએ. તમે વોટ્સએપ પર ટચમાં છો જ, તેની સાથે ડાયરેક્ટ વાતચીત કરી શકો એમ છો ત્યારે વર્ચ્યુઅલ વર્લ્ડને બહુ મહત્ત્વ ન આપો. જ્યારે પ્રેમનો ફણગો મનમાં ફૂટેલો હોય ત્યારે તમને બેચેની રહે અને ઝડપથી વાત આગળ વધે એવી ઇચ્છા હોય એ સ્વાભાવિક છે,

પણ જ્યારે ઓળખાણ મજબૂત ન થઈ હોય ત્યારે સંબંધને આગળ વધારવાનું દબાણ રિલેશનશિપનો કુદરતી વિકાસ કરવાને બદલે એને ગૂંગળાવી શકે છે. એ છોકરો આઉટગોઇંગ છે એટલે તેને ઇમ્પ્રેસ કરવા માટે વધારે પ્રયાસ કરવાને બદલે તમે જેવા છો એના કરતાં અલગ રજૂ થવાની જરૂર નથી. તેની સાથે મળવાનું અને વાતચીત કરવાનું ચાલુ રાખો.

જેવા છો એવા જ બની રહો. દૂરથી જોઈને પ્રેમમાં પડી જવું સહેલું છે, પર એકબીજાને નજીકથી સમજવા માટે થોડોક સમય લો. તરત પ્રપોઝ કરવાની કે તેની આંખમાં પ્રેમ શોધવાની કોશિશમાં ન રહો. પહેલાં દોસ્તી મજબૂત થવા દો. એ પછી નક્કી કરો કે તેને તમારામાં રસ છે કે નહીં. આ પછી જ સંબંધનાં ભવિષ્ય વિશે નક્કર નિર્ણય લો.

Leave a Reply

Your email address will not be published.