મારે અમારે ત્યાં ભાડુઆત યુવતી સાથે ચક્કર છે પણ હવે એના લગ્ન થવાના છે તો હું શું કરું,મને બોવ ચિંતા થાય છે

GUJARAT

પ્રશ્ન: હું ૨૦ વર્ષની બી.કોમ. ની વિદ્યાર્થિની છું. ઘરમાં મારાં ભાઈ-બહેનોમાં સૌથી મોટી છું. તેમના કરતાં દરેક રીતે ચડિયાતી હોવા છતાં મને ક્યારેય કોઈએ પ્રશંસાના બે બોલ પણ નથી કહ્યા, પરંતુ જ્યારે કોઈ પણ કાર્ય બગડે, ત્યારે મારો વાંક ન હોવા છતાં મને જવાબદાર ઠેરવવામાં આવે છે. મારાં કુટુંબીજનોના આવા ઉપેક્ષાભર્યા વલણનું કારણ મને આજ દિન સુધી સમજાયું નથી.

મારી બીજી સમસ્યા એ છે કે હું એક યુવકને ચાહું છું, જેની વય ૨૧ વર્ષ છે. એનાં કુટુંબીજનોને પણ હું પસંદ છું. અમે બંને લગ્ન કરીએ તે અંગે તેમને કોઈ વાંધો નથી, પરંતુ મારા કુટુંબીજનોને મારો પ્રેમી બિલકુલ પસંદ નથી. તેઓ મારા માટે કોઈ ઉચ્ચ વર્ગના છોકરાની શોધ કરે છે. કુટુંબીજનોનો વિરોધ કરવાની હિંમત મારામાં નથી, તેમજ હું મારા પ્રેમીનું મન પણ દુભાવવા નથી ઈચ્છતી. યોગ્ય માર્ગદર્શન આપશો?
એક યુવતી (ભરૂચ)

ઉત્તર: તમારી પ્રથમ સમસ્યા અંગે વાત કરીએ તો તમે હાથે કરીને આ સમસ્યા ઊભી કરી છે. કોઈ પણ માતાપિતાનાં મનમાં પોતાનાં બાળકો માટે પક્ષપાત હોઈ શકે નહીં. તમારા સારા કામ બદલ તેઓ તમારી સમક્ષ પ્રશંસા ભલે ન કરતાં હોય, પણ મનમાં તો ખુશ થતાં હશે જ.

કોઈ કામ ખરાબ થવા બદલ તમારે ઠપકો સાંભળવો પડે છે, કેમ કે તેઓ તમારી પાસેથી કાયમ સારા કામની અપેક્ષા રાખે છે. આ બાબતમાં તેમનો કોઈ દુરાગ્રહ કે દુર્ભાવના નથી.

હવે તમારી બીજી સમસ્યામાં તમે એ જણાવ્યું નથી કે તમારો પ્રેમી તમારાં કુટુંબીજનોને શા માટે પસંદ નથી. તમે સાથે એમ પણ લખો છો કે કુટુંબીજનોનો તમે વિરોધ કરી શકો એમ નથી, તો પછી એમણે પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવા નમતું જોખો. પ્રેમીનું મન દુભાશે એ વાત મનમાંથી કાઢી નાખો, કેમકે તમે ગમે તે નિર્ણય લેશો તેનાથી કોઈ એક પક્ષનું મન તો દુભાવાનું જ છે.

પ્રશ્ન: હું ૩૨ વર્ષનો પરિણીત અને બે બાળકોનો પિતા છું. મારા જ મકાનમાં ભાડૂત તરીકે રહેતી ૧૮ વર્ષની યુવતી સાથે મારે અનૈતિક સંબંધ છે. એ યુવતી બીજા યુવકને ચાહે છે અને એકાદ વર્ષમાં એની સાથે લગ્ન કરવાની છે. જો એમાં લગ્ન થઈ જશે, તો મારું શું થશે? એની સાથેના સબંધોને લીધે મારે પત્ની સાથે પણ ઝઘડા થાય છે. હું શું કરું?

એક પિતા (મુંબઈ)

ઉત્તર: તમે એ યુવતી સાથે સંબંધવિચ્છેદ કરી તમારી ગૃહસ્થીમાં સુખેથી રહો. એ યુવતીનાં લગ્ન થયા પછી એ તમને છોડી દેશે તે તમે જાણો છો, તો પછી પહેલાથી જ શા માટે દૂર ન રહો? વળી, આવા અનૈતિક સંબંધ લાંબો સમય ટકતા નથી.

Leave a Reply

Your email address will not be published.