મારે એક યુવક જોડે રિલેશન હતા અને અમે હોટેલમાં પણ ગયા,હવે મારા લગ્ન થવાના છે તો શું મારે મારા પતિને બધું કેહવું જોઈએ ???

GUJARAT

હું ૨૩ વર્ષની છું. મને એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ મારા ઘરવાળાઓએ મને સમજાવી કે એ યુવક મારે માટે યોગ્ય નથી. મને તેમની વાત ગળે ઊતરી ગઈ. અને હું તેમની વિરુધ્ધ જવા તૈયાર નથી. હવે મારે એ છોકરાથી પીછો છોડાવવો છે પરંતુ તે મારો પીછો છોડતો નથી. હવે મારે શું કરવું?
એક યુવતી (નવસારી)

લાગે છે કે તમે એ યુવકને સ્પષ્ટ શબ્દોમાં તમારી મરજી જણાવી નથી અને સ્પષ્ટ રીતે જણાવી દો કે હવે તમને એનામાં રસ નથી અને તમે એની સાથે સંબંધ રાખવા માગતા નથી. તમારા પરિવારને આ સંબંધ મંજુર નથી અને તમે એની વિરુધ્ધ જવા તૈયાર નથી. આ પછી પણ એ માને નહીં તો તમારે તમારા મમ્મી-પપ્પાની મદદ લેવાની જરૂર છે.આ ઉપરાંત એ છોકરાને તમારા એવા સંકેત મળવા જોઈએ નહીં કે તમને હજુ સુધી એનામાં રસ છે.

હું ૨૦ વરસની છું. બે વર્ષ પૂર્વે મને એક છોકરા સાથે પ્રેમ હતો. જેની સાથે મારા જાતીય સંબંધ હતા. હવે અમારો સંબંધ તૂટી ગયો છે. છેલ્લા આઠ મહિનાથી અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો સંપર્ક નથી મને ડર છે કે હું ગર્ભવતી છું. મારું માસિક અનિયમિત છે અને ગયે વખતે તો બે મહિના મોડું આવ્યું હતું. શું મારે મારા ભાવિ પતિને હું વર્જિન નથી એ જણાવવું જોઈએ?
એક યુવતી (મુંબઈ)

તમારા પ્રેમી સાથે સંબંધ તૂટયા પછી તમને એકવાર માસિક આવ્યું હોય તો તમે પ્રેગનન્ટ નથી શક્ય છે કે ટેન્શનને કારણે તમારું માસિક થોડું અનિયમિત થયું હોય. આ ઉપરાંત કૌમાર્યની નિશાની સમાન પાતળો પડદો સેક્સના અનુભવ સિવાય બીજા કેટલાક કારણસર પણ તૂટી જાય છે. વ્યાયામ કરવાને કારણે તેમ જ સ્વિમીંગ, ઘોડેસવારી તેમ જ ટેમ્પૂનના વપરાશને કારણે પણ પડદો તૂટી શકે છે. આથી ભૂતકાળ ભૂલી આગળ વધી જાવ અને હવે તમારા પતિને વફાદાર રહેજો.

Leave a Reply

Your email address will not be published.