મારા એક્સ બોયફ્રેન્ડે મને જાનથી મારી નાખવા… એસિડ લઇ મારી પાછળ મોકલ્યા હતા છોકરાઓ -અભિનેત્રી

BOLLYWOOD

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ બિગ બોસ ઓટીટીમાં આવ્યા બાદ વધારે ચર્ચામાં છે. જોકે, હવે તે બિગબોસના ઘરમાંથી બહાર આવી ચુકી છે. તે છતાં પણ તે ચર્ચાંમાં છે. હાલમાં અભિેનેત્રીએ તેની પર્સનલ લાઇફને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

અભિનેત્રીએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મેં લાઇફમાં ઘણી વસ્તુઓનો સામનો કર્યો છે અને અહીં સુધી પહોંચવામાં મને ઘણી લડાઇ લડવી પડી છે. લોકો મને બિગ બોસના કારણે જાણે છે. અને અહીં સુધી આવવા માટે મેં પોતે રસ્તો બનાવ્યો છે. લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને લોકોના આ પ્રેમના કારણે હું લાઇફમાં કોઇપણ વસ્તુનો સામનો કરી શકું છું.

અક્ષરાએ કહ્યું મારા પેરેન્ટ્સે મને ખૂબ સપોર્ટ કર્યો છે. હું જ્યાંથી આવું છું ત્યાં ખાસકરીને લોકો છોકરીઓને ફિલ્મોમાં જવા માટે સપોર્ટ કરતા નથી. તેની પર જ્યારે તમે એટલા ખરાબ રિલેશનશિપથી પસાર થાવ તો લોકો તમને અલગ કરી દે છે. પરંતુ હું પોતાને નસીબદાર માનું છું કે મારા પેરેન્ટ્સે મને ઘરથી બહાર નીકાળી શકશે નહીં અને મારો સપોર્ટ કરશે. મને યાદ છે કે જ્યારે હું ડિપ્રેશનથી પસાર થઇ રહી હતી તો મારા પિતા મને મોટિવેટ કરતા હતા.

અક્ષરા સિંહે આગળ જણાવ્યું કે મને જાનથી મારી નાખવા અને મારું કરિયર બરબાદ કરવાની ધમકીઓ મળતી હતી પરંતું મારા પિતાથી વાત કર્યા બાદ હું સ્ટ્રોન્ગ બની ગઇ અઇને મેં ધમકીઓની ચિંતા કરવાનું બંધ કરી દીધું. હવે મને મારા જીવની પણ ચિંતા નથી કારણકે હું એટલી વસ્તુઓનો સામનો કરી ચુકી છું કે મોતનો ડર ખતમ થઇ ગયો હતો. મને લાગ્યું મારી જ નાખશે, ચલો મારી લો. મારા એક્સે એસિડની બોટલ લઇ મરી પાછળ કેટલાક છોકરાઓ મોકલ્યા હતા.મારી પાછળ ડ્રગ્સના નશેડી મોકલવામાં આવતા હતા. હું ભગવાનથી પ્રાર્થના કરું છું કે કોઇપણ મહિલાએ આ સમયમાંથી પસાર ન થવું પડે જેમાથી હું પસાર થઇ છું.

Leave a Reply

Your email address will not be published.