મારા વિશે વાત થાય છે કે, મારે બીજા અફેર છે અને બાળક નથી ઇચ્છતી અને મેં અબોર્શન કરાવ્યું છેઃ સામંથા

BOLLYWOOD

નાગા ચૈતન્યાએ ડિવોર્સ બાદ સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુએ સોશિયલ મીડિયા પર મૌન તોડી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ડિવોર્સ માટે લોકોએ ધારી લીધેલ વાતો અને અફવા પર તેનું રિએક્શન આપ્યું છે.

સામંથાએ તેના ફેન્સને ધન્યવાદ આપતા એક નોટ શેર કરીને લખ્યું કે, મારા પર્સનલ ક્રાઇસિસમાં તમારા બધાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈને ખૂબ અભિભૂત છું. ખૂબ જ અફવાઓની વચ્ચે મારા માટે ચિંતા વ્યક્ત કરવા તમારા બધાની આભારી છું.

તેઓ કહે છે કે, મારા કેટલાય અફેયર્સ ચાલે છે, હું ક્યારેય બાળકો નથી ઇચ્છતી અને હવે તો એ પણ ખબર ચાલી છે કે મેં કેટલાય અબોર્શન પણ કરાવ્યા છે. સામંથાએ આગળ લખ્યું કે, ડિવોર્સ પોતાની જાત માટે એક દર્દનાક પ્રક્રિયા છે.

મને આમાંથી બહાર આવવા માટે થોડી એકલતા જોઈએ છે. મારા ઉપર આવા પર્સનલ અટેક ખૂબ ખરાબ છે પરંતુ પ્રોમિસ છે કે, આવી વાતોથી હું મારી જાતને તૂટવા નહીં દઉં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *