મારો પ્રેમી મારાથી 10વર્ષ મોટો છે,પણ મારા ઘરના લોકોને આ સબંધ સેજપણ પસંદ નથી તો શું હું….

GUJARAT

હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?

એક મહિલા (મુંબઇ)

* આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.

હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (ગુજરાત)

* આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી.

આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારીરિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું? એક પુરુષ (મુંબઇ)

* શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.
તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *