મારા પતિનું લિંગ થોડી ક્ષણો માટે કઠોર થયા પછી તરત જ આપોઆપ ઢીલું પડી જાય છે. હું મુખમૈથુન કરું તો પણ

GUJARAT

પ્રશ્ન : હું 35 વર્ષનો પુરુષ છું અને મને લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી શારીરિક સંબંધ બાંધ્યા પછી હું થાકી જાઉં છું. હું બીજી કોઇ દવા લેવા નથી માગતો પણ મેં સાંભળ્યું છે કે રોજ અડદની દાળનું સેવન કરવાથી પુરુષાતનમાં વધારો થાય છે. શું આ સાચું છે? એક પુરુષ (વડોદરા)

ઉત્તર : સમાગમ પછી થાક લાગે છે ત્યારે શું થાય છે એ વાત પર ધ્યાન આપો. જો તમને હાંફ ચડી જતી હોય, ગભરામણ જેવું લાગતું હોય તો એને થાક સમજીને બેસી રહેવા જેવું નથી. તરત ડોક્ટરનો સંપર્ક કરો. જો તમને નબળાઇ લાગતી હોય અને હાથ-પગના સ્નાયુઓમાં દુખાવો હોય તો એ સ્વાભાવિક છે. નબળાઈ દૂર કરવા માટે સંભોગ પછી ગરમ પાણીથી નાહવું.

એનાથી મસલ્સ રિલેક્સ થશે. અડદ કામવર્ધક છે, પણ જો એ તમે પચાવી શકતા હો તો જ. એ દાળ ખાધા પછી થોડી કસરત કરવી જરૂરી છે. તીખું-તળેલું, ખારું-ખાટું, પ્રિઝર્વેટિવ્સવાળું અને પચવામાં ભારે ખાવાનું ઓછું કરો. ઓશોએ બહુ સરસ કહ્યું છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે એટલે કે મનમાં હોય છે. જો તમે મનથી તૃપ્તિ લેવા માગતા હો તો આ વાતનો અહેસાસ કરવો જરૂરી છે.આમ, તમે સંભોગ નહીં, પણ સહવાસ માણશો તો વધારે આનંદ મળશે.

પ્રશ્ન : મારાં લગ્નને બે વર્ષ થઈ ગયાં છે, પરંતુ હજી સંભોગ સુખથી વંચિત છું, કારણ કે પતિ જ્યારે પણ સંભોગ માટે તૈયાર થાય છે, ત્યારે તેમનું લિંગ થોડી ક્ષણો માટે કઠોર થયા પછી તરત જ આપોઆપ ઢીલું પડી જાય છે. આ બાબતમાં તેમનું કહેવું છે કે તેમની આ નબળાઈ નાનપણથી જ છે.શું તેની સારવાર શક્ય છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમારા પતિ નપુંસક નથી, પણ તેમને શીધ્રપતન નામે રોગ છે. ઘણાં કિસ્સામાં આવા રોગ પાછળ મનોવૈજ્ઞાાનિક કારણ હોય છે. ચિંતા, સંભોગના અનુભવનો અભાવ, સંબંધોમાં ઓછો મનમેળ એ મુખ્ય કારણો છે. તમારા પતિની બાબતમાં એવું લાગે છે કે, તે આત્મવિશ્વાસ ગુમાવી બેઠાં છે. આથી તેમના મનમાં સંભોગ સંબંધી નિરર્થક ચિંતા ઘર કરી બેઠી છે. તેમના મનમાંથી ચિંતા દૂર કરવાના પ્રયત્નો કરો. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કરો અને યોગ્ય વાતાવરણ તૈયાર કરો, તો શક્ય છે કે આ મુશ્કેલી ધીમે ધીમે આપોઆપ દૂર થઈ જાય,

નહીં તો કોઈ કુશળ મનોચિકિત્સકની સલાહ લો. આ મામલે મોટી મોટી જાહેરાતો કરતા અને કહેવાતા સેક્સોલોજિસ્ટના ચક્કરમાં ન ફસાશો. એથી તો સમસ્યા વધશે. એક સાદી સમસ્યા છે અને તેનો ઉપચાર પણ મુશ્કેલ નથી. આ પ્રકારની શારીરિક સમસ્યા માટે શારીરિક સ્થિતિની સારવારની સાથે સાથે માનસિક સ્થિતિને સધિયારો આપવાનો પણ એટલો જરૂરી છે. જો આ બંને સ્થિતનો તાલમેલ સાધી શકાય તો બહુ ઝડપથી આનો ઉકેલ મળી જશે. આ માટે તમારે ધીરજપૂર્વક થોડા સમય માટે હકારાત્મક પ્રયાસ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published.