મારા પતિનું ખુબજ ટૂંકું છે તો શું એને લાબું કરવા માટે કોઈ દવા કે બીજું કઈ આવતું હોઈ તો તમે જણાવો

GUJARAT

મારી ઉંમર ૩૫ વર્ષની છે. હું અપરિણિત છું. લગભગ બે વર્ષથી મને શિશ્નોત્થાનની તકલીફ છે. ડૉક્ટર પાસે જતા ડર લાગે છે. જો કે મેં આ પૂર્વે સેક્સનો અનુભવ લીધો છે અને આ પૂર્વે મારે આવી કોઈ સમસ્યાને સમાનો કરવો પડયો નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક પુરુષ (ભચાઉ)

* નપુંસકતા એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. જોકે આ સમસ્યાના નિવારણ માટે સંકોચ દૂર કરી ડૉક્ટર પાસે જવાની જરૃર છે. સમસ્યાથી દૂર ભાગવાથી તમે એનો ઉકેલ મળશે નહીં! આજે આ સમસ્યાના નિરાકરણ માટે ઘણી સારવારો ઉપલબ્ધ છે. જો તે તમારું નસીબ સાથ આપતું હશે તો તમારી જીવન શૈલીમાં થોડો બદલાવ કરવાથી સમસ્યા આપોઆપ દૂર થશે. પરંતુ ડૉક્ટરની સલાહ જરૃર લો.

મારા ઉંમર ૨૧ વર્ષની છે. મારા લગ્ન થયા છે. લગ્ન પછી મારા શિશ્નની લંબાઈ ઓછી થઈ હોવાનો મને ભ્રમ છે. આ ઉપરાંત વિર્યસ્ત્રાવ પણ જલદી થાય છે. તેથી હું મારી પત્નીને સંપૂર્ણ સંતોષ આપી શકતો નથી. સેક્સની પ્રક્રિયા કેટલી લાંબી ચાલી શકે છે? હસ્ત મૈથુન કરવાથી નુકશાન થાય છે? શું વાળમાં સફેદી આવે છે? શું લગ્ન પછી કોઈ તકલીફ થાય છે? રોજ સમાગમ કરવાથી ભવિષ્યમાં કોઈ તકલીફ થાય છે?

એક યુવક (વાપી)

* તમારે તમારા મનનો ભ્રમ દૂર કરવાની જરૃર છે. વિર્યસ્ત્રાવ જલ્દી થાય અને શીઘ્ર પતનની બીમારી કહે છે. આ સમસ્યાનો ઉકેલ અમે ઘણી વાર આપી ચૂક્યા છે. આ ઉપરાંક હસ્ત મૈથુનથી કોઈ નુકશાન થતું નથી. બાકીના તમારા પ્રશ્નોના ઉત્તરો તમે ‘સહિયર’ નિયમિત વાંચતા હશો તો મળી જવા જોઈએ. વેલ, તમે અશ્લિલ સાહિત્ય બ્લ્યુ ફિલ્મ જોવાને બદલે કોઈ સારા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરી તમારા મનની શંકા દૂર કરવાનો પ્રયત્ન કરો.

Leave a Reply

Your email address will not be published.