મારા પતિનું દેવું પતાવવા હું એમના 3 મિત્રો જોડે રાત બદલતી રહી,પણ પતિ દેવું કરતા જ રહ્યા અને હું કોલગર્લ

GUJARAT

આશ્વાસનની અનુભૂતિ કરાવતો તેનો સ્વર હવે વ્યથા ઉત્પન્ન કરી જતો હતો. હું સ્પર્શ અને સ્વરની વેદનાથી આજસુધી પરિચિત નહોતી. આવા પ્રસંગે કોણ જાણે કેમ, સમય અટકીને ઊભો રહી જતો લાગતો. અપાર ભીડમાં જ્યારે એ મારો હાથ સાહી લેતા, ત્યારે મને મારી જાત માટે ગૌરવ ઉત્પન્ન થઈ જતું. આવી જ ઉન્માદભરી અવસ્થામાં દિવસ વીતતા હતા. પાછું વળીને જોવાની ઇચ્છા જ ન થતી અને થતી ત્યારે એક આશ્વાસનનો અહેસાસ કાયમ જોડે જ રહેતો.

એ દિવસે ઢળતી સાંજે અમે મળ્યાં હતાં. આકાશ વાદળછાયું હતું. એવી આશંકા થઈ આવતી હતી કે આ વાદળનો ટુકડો ઘરમાં પ્રવેશીને પૂરેપૂરી ભીંજવી ન જાય! પર્વતીય પ્રદેશના ઘરમાં પ્રવેશી જતાં વાદળો જોવામાં પણ કેટલો રોમાંચ અનુભવાતો હતો! આવા ટાણે મન કાબૂમાં ન રહેતું. તીવ્ર ગતિએ છલાંગો મારતું દૂર દૂર દોડી જતું, પણ તેની હદ ક્યાં સુધી છે, એ હું જાણતી હતી. દૂર દોડી જતું મન પહાડના સામા છેડે મનોજના ઘેર જઈને જ અટકી પડે.. મનોજનું સુગઠિત શરીર, ઊજળો વાન અને જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં એક અદીઠ આકર્ષણ જમાવી દે તેવી ચમકદાર નીલી આંખો તથા મનમાં રોમાંચ પેદા કરી જતી તેની બલિષ્ઠ ભુજાઓ.. આ બધાંથી સમગ્રપણે જે છબિ સ્પષ્ટ થતી હોય, તે મનોજની જ હોય..

આ હકીકત કદાચ તેની અનુભવી દ્રષ્ટિએ જાણી લીધી હોય, તેમ એક દિવસ એમ જ સહજતાથી તેણે પૂછ્યું, ‘ક્યારથી આ દ્વિધામાં છો?’

હું સહેજ ખમચાઈને તેની સામે જોઈ રહી. મારા મનોવ્યાપાર પારખવાનો પ્રયત્ન કરતાં તેણે ધીમેથી મારો હાથ દબાવીને પૂછ્યું, ‘કેમ? શું થયું?’

હું કઈ રીતે સમજાવું કે શું થયું? હું તો પરસેવેથી પૂરેપૂરી રેબઝેબ થઈ ગઈ. મને તો સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કે આ વ્યક્તિને પણ મારામાં રસ હશે. મારી જબાન થીજી ગઈ હોય તેમ લાગતું હતું.

‘કશું જ નહીં બોલો?’ સીધો જ હુમલો કરતાં તેણે પૂછી લીધું, ‘હું તમને પસંદ નથી?’

ભલા માણસ, આવો સીધો જ પ્રહાર તે કંઈ કરાતો હશે! મારી તો કાનની બુટ સુદ્ધાં શરમથી લાલ થઈ ગઈ. જાણે હમણાં ધુમ્રવલયો બહાર નીકળી આવશે, તેવી ઉષ્ણતા સમગ્ર બદનમાં ફરી વળી.. મને ચૂપ જોઈ એણે જ પાછું કહ્યું, ‘કશો વાંધો નહીં, પ્રથમ વખતે પ્રેમમાં આમ જ થતું હોય છે..’

તેને નિષ્પલક નજરે જોતી હું મારી જ મૂંઝવણમાં અટવાઈ ગઈ હતી, ત્યારે ફરીથી તેણે કહ્યું, ‘તમને કદાચ એવો વિચાર આવ્યો હશે કે મારે માટે પણ આ પ્રથમ જ પ્રણય હશે! હા, મારો પણ આ પ્રથમ જ પ્રેમ છે અને છેલ્લો પણ!’ બસ, એ જ ક્ષણે મેં પણ પ્રણયબંધન સ્વીકારી લેવાનો નિર્ણય લઈ જ લીધો.

પછી તો મુલાકાતો પર મુલાકાતો યોજાતી જ રહી. એ દિવસે પણ સાંજ ઘેરાઈ આવી હતી અને હું જવા માટે ઊભી થઈ તે સાથે જ મનોજે મને અટકાવી દીધી. પછી ધીમે ધીમે મારા હાથને પોતાની હથેળીમાં લઈને કહ્યું, ‘જરા તારી હથેળી ઉઘાડ તો!’

‘હથેળીમાં કોઈ ખાસ બાબત જોવાની છે?’ મેં હથેળી ખુલ્લી કરતાં પૂછ્યું.

‘હા, એ બાબતનો તને ખ્યાલ નથી?’

‘ના, તમે જ કહી દો.’

મારી ખુલ્લી હથેળી ઉપર પોતાની હથેળી મૂકતાં તેણે પ્રશ્ન કર્યો, ‘કોઈ દિવસ આંસુ પીધાં છે? આંસુઓની ખારાશ માણી છે?’

મારી ખુલ્લી હથેળી ઉપર પોતાની હથેળી મૂકતાં તેણે પ્રશ્ન કર્યો, ‘કોઈ દિવસ આંસુ પીધાં છે? આંસુઓની ખારાશ માણી છે?’

‘જાવ હવે, આંસુ તે કંઈ પીવાની ચીજ છે?’ એ સિવાયનાં પીણાં જગતમાંથી ખૂટી પડયાં છે?’

અને મારા એ પ્રશ્ન સાથે મને આલિંગનમાં જકડીને શયનખંડમાં ઘસડી ગયા. હું મારું સમગ્ર અસ્તિત્વ ઓગળતું અનુભવી રહી હતી. ત્યાં જ તેનો સ્વર કાને પડયો. ‘તું જાણે છે, હિના? મને તારી આ લજામણી અદા અને તારી લગ્ન પછી જ શારીરિક સંબંધની તૈયારી પરત્વે ગાઢ આકર્ષણ છે.’

અગ્નિની સાક્ષીએ ચાર ફેરાના બંધનમાં મનોજ સાથે બંધાઈને, કેસરી સાડીમાં લપેટાઈને, હું તેની સાથે સિંદૂરિયા સાંજ માણવા ચાલી આવી હતી.

આમ જીવનનાં અનેક વર્ષો આંખના પલકારાની માફક પસાર થઈ ગયાં હતાં. આ બધો વખત છાયાની જેમ હું મનોજને વળગી રહી હતી, દરેક નાના-મોટા નિર્ણયમાં મારી વાતનું વજન રહેતું હતું. અરે! ત્યાંસુધી કે સંશોધન કાર્ય માટે વિદેશ જવાના તેના અંતિમ નિર્ણયમાં મારો ફાળો ઘણો જ મહત્ત્વનો હતો.

ત્રણ વર્ષનો દીર્ઘ પ્રતીક્ષાકાળ વીત્યા પછી જ્યારે વિદેશથી એ આવ્યા, ત્યારે પહેલાંના જાણે મનોજ જ નહીં. દિનચર્યામાં આવેલું આમૂલ પરિવર્તન, અતિઆવશ્યક અને ગણતરીના શબ્દોમાં જ વાર્તાલાપ, પ્રત્યેક પ્રશ્નનો સંક્ષિપ્ત ઉત્તર, સ્વભાવમાં ચીડિયાપણું અને એ બધાંથી યે વધારે ધ્યાનપ્રદ બાબત એ હતી કે મારી સાથે પણ શિષ્ટાચાર અને ઔપચારિક વ્યવહાર કેળવાઈ ગયો હતો.

તેમનામાં આવેલા આવા પરિવર્તનને કારણે હું ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તેમની પળેપળની કાર્યમગ્નતા, સેમિનારો, ચર્ચાસભાઓ વગેરેનો મને કંટાળો આવવા લાગ્યો હતો. મનોજ આમ શા માટે અકારણ જાત ઘસી કાઢવા લાગ્યા હશે? શરીર દિવસે દિવસે વધુ ને વધુ ક્ષીણ થતું જતું હતું.. આખરે આ બધાથી પ્રાપ્ત શું થવાનું છે? હું તેમની અતિ પ્રવૃત્તિશીલ જિંદગીની સહભાગિની થવા ઇચ્છતી હતી, પણ કોણ જાણે કેમ, એ મારાથી દૂર ને દૂર રહેવા લાગ્યા હતા. દર્પણ સામે ઊભી રહીને હું મારી જાતને ચકાસી જોતી કે આખરે મારામાં એવી કઈ ઊણપ પેદા થઈ આવી જશે, જેથી તેમની રુચિ મારામાંથી ઘટવા લાગી હોય! વધતી જતી વય તો કારણભૂત નહીં હોય? જોડે જોડે તેમના દુર્બળ થતા જતા શરીરને લીધે પણ હું ચિંતિત હતી. કદાચ કામના વધતા બોજને કારણભૂત ગણીને હું મારું મન મનાવી લેતી હતી.

ચોપાસ પુસ્તકોથી ઘેરાયેલા મનોજના ગળામાં હાથ પરોવીને આખરે મેં તેમને પૂછી જ લીધું, ‘હમણાં હમણાંથી તમે વધારે અસ્વસ્થ લાગો છો, તો પચી કોઈ સારા ડોક્ટરને બતાવીને જરૂર હોય તો સારવાર ચાલુ કેમ નથી કરી દેતા..’

એ થોડી વાર એમ જ મૌન ધારણ કરી રહ્યા, પછી એક આંચકા સાથે ગળામાંથી મારા હાથ તરછોડાવીને સહેજ ચીડથી બોલ્યા, ‘મને કશું જ નથી થયું.. તને મેં અગાઉ પણ કહ્યું છે કે..’ હું એકદમ છોભીલી પડી ગઈ. આવી જ અવસ્થામાં થોડી વાર એમ જ જડવત્ ઊભી રહીને એકીટશે મનોજને જોતી રહી. મને લાગ્યું કે તેની સ્થિર દ્રષ્ટિમાં મારો સમય આવીને અટકી ગયો હતો. બસ, તે દિવસ પછી મેં કોઈપણ અનુમાન કરવાનું બંધ કરી દીધું. હવે તો એ મારી હાજરીમાત્રથી અકળાતા હોય એમ લાગતું હતું. ક્યારેક ક્યારેક તેના કસાયેલા શરીરની માંસલ ભીંસ યાદ આવી જતી, ત્યારે શરીરમાં એક મીઠી ધુ્રજારી ઉત્પન્ન થતી પણ.. તરત જ શાંત થઈ જતી અને આંખો આંસુઓથી છલકાઈ ઊઠતી.

પરિસ્થિતિ સાથે સમાધાન કરવાના મારા તમામ પ્રયત્ન વ્યર્થ જતા હતા. હું એમ જ વિચાર્યા કરતી હતી કે મારી ભૂલ ક્યાં થઈ ગઈ હતી. આ દ્વિધામાં હતી એવામાં પિયરથી સંદેશો આવ્યો, ‘હિના બેટી! તારી માતાનો જીવ તને મળવા તલસે છે. તું એક વાર આવીને તેને મળી જા તો સારું. આ બીમારીનાં લક્ષણ જરા જુદાં જણાય છે..’

મારું મન વધારે ભારે બની ગયું. પિયરથી આવેલા પત્રને લીધે હું વધારે ભાંગી પડી. મારા ભૂતકાળનો સાક્ષી મારા પિયરનો પ્રત્યેક ખૂણો મને જાણે પોકારી પોકારીને બોલાવતો હતો. મનોજને આવી રુગ્ણ હાલતમાં મૂકીને જવાની ઇચ્છા નહોતી થતી, પણ સામે છેડેથી માતાની મમતા સાદ દેતી હતી. આખરે મનોજની સારવારની ભાળવણી ડો. દિવાકરને કરીને ચાર-પાંચ દિવસ માટે હું પિયર જવા નીકળી.

બે-ત્રણ દિવસ મહાપરાણે પિયરમાં ગાળીને પાછી જ્યારે ઘેર પહોંચી, ત્યારે પગ દરવાજેથી જ પાછા પડવા લાગ્યા. ઢળતી સાંજનો સન્નાટો કેટલો ભયાનક જણાતો હતો? કશીક અજાણ આશંકાથી મનમાં અપાર મૂંઝવણ થતી હતી. ગોવિંદ કાકાએ કહ્યું, ‘વહુરાણી! ઘરમાં છેલ્લા બે દિવસથી રાંધ્યા ધાન રઝળે છે અને પાણિયારે દીવો પણ નથી થતો. તમારા ગયા પછીના બીજા જ દિવસે ડોક્ટર સાહેબે મનોજસાહેબને હોસ્પિટલમાં દાખલ કરી દીધા છે..’

શ્વાસ રૂંધાતો હતો ને પગલાં પણ ઊપડતાં નહોતાં. જેમ તેમ કરીને હોસ્પિટલે પહોંચી. ત્યાં મનોજને ગ્લાસની કેબિનમાં સૂતેલો જોયો. તેને સારવાર શાની અપાય છે? તેને એવો કયો જીવલેણ રોગ લાગુ પડી ગયો હશે? એ પોતે જ વૈજ્ઞાાનિક છે, સમજદાર છે, પછી તેણે પોતાની જાતનું ધ્યાન નહીં રાખ્યું હોય? મગજમાં હજારો પ્રશ્ન ઊભા થઈ થઈને શમી જતા હતા. મનોજના શરીરને સ્પર્શવાની અને એ રીતે તેને આશ્વાસન આપવાની વૃત્તિ બળવત્તર બનતી જતી હતી, પણ અંદર પ્રવેશવાની સખ્ત મનાઈ હતી. તેનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો. શરીર ધીરે ધીરે વધારે ને વધારે પીળું પડતું જતું હતું. એ શરીર મનોજનું જ હોય, તે વાત જ મારા માનવામાં નહોતી આવતી.

સામેથી આવતી નર્સને જોઈ મારી લાગણી પર કાબૂ રાખીને મેં તેને અનુરોધ કરતાં કહ્યું, ‘પ્લીઝ! મને પ્રોફેસર મનોજ શુકલને મળવાની ગોઠવણ કરી આપશો? તેમને કયો રોગ થયો છે?..’

નર્સ મારી વાતનો કશો જવાબ આપ્યા વિના એક ભારે નિસાસો નાખીને આગળ ચાલી ગઈ. મને વધારે ધ્રાસકો પડયો.. એકાએક ડો. દિવાકરનો હાથ પાછળથી મારા ખભા પર સાંત્વનારૂપે મુકાયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે ગંભીરતાથી કહ્યું, ‘ભાભી! મનોજ એઈડ્સના શિકાર બની ગયા હતા, તેથી અમારા અનેક પ્રયાસો છતાં તે બચી ન શક્યા..’

મેં ડો. દિવાકરને બંને ખભેથી પકડીને હલબલાવી નાખતાં પૂછ્યું, ‘જે માણસને હું મારી પોતાની જાત કરતાંય વિશેષ ઓળખું છું, તેને આવી બીમારી લાગુ જ કઈ રીતે પડે? અશક્ય વાત છે.. એમ બની જ ન શકે.’

મનોજ કોઈ અન્યના સંસર્ગમાં આવી શકે, એ કલ્પના માત્રથી હું ધૂ્રજી ઊઠી હતી. મારા મનમાં રહીરહીને એક જ પ્રશ્ન ઘૂમરાતો હતો કે આખરે આ ચેપ મનોજને લાગ્યો ક્યાંથી? ત્યારે એકાએક વીજળીના ઝબકારાની જેમ કોઈ મહિલાનો હાથ સાહીને મોડી રાતના મનોજ પ્રયોગશાળામાંથી પાછા આવતા હતા એ દ્રશ્ય મને યાદ આવી ગયું.. ત્યારપછી તો સંશોધન માટે વિદેશ પણ ગયા હતા. સંશોધન દરમિયાન કોઈ એઈડ્સના રોગીનો ચેપ તેમને લાગી ગયો હોય.. આમ અસંખ્ય વિચાર આવી જતા હતા..

બરફ જેવા ઠંડા પડી ગયેલા મનોજના મૃતદેહ સાથે જ મારા મનનાં અરમાનો બળીને ભસ્મ થઈ ગયાં. મારા સમગ્ર જીવનને જાણે ગ્રહણ લાગી ગયું હતું. આટલો નજીક હતો એ માણસ, છતાં આજે કેટલો પરાયો લાગતો હતો?

મનોજના અવસાનના અવસાદ વચ્ચે પણ રહીરહીને મને પ્રશ્ન થયા જ કરતો હતો કે, ‘આખરે હું ક્યાં ઊણી ઊતરી?’

Leave a Reply

Your email address will not be published.