સવાલ: મારો પતિ પહેલાં મને ઘણો પ્રેમ કરતા હતા. પરંતુ હમણાં-હમણાં તેઓ મારી ઉપેક્ષા કરે છે. મારી બધી વાતનો વિરોધ કરે છે. હું તેમને પ્રેમ કરવા જાઉં તો તેઓ મને ધકેલી દે છે. મને ઘણી ચિંતા થાય છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવતી (મુંબઇ)
જવાબ: સૌ પ્રથમ તો તેમના વ્યવહારમાં બદલાવ આવ્યો હોવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. શક્ય છે કે તેમને કોઇ ચિંતા સતાવતી હોય કે પછી તેમનામાં હીન ભાવના આવી ગઈ હોય એ પણ શક્ય છે કે તેમની કોઇ અપેક્ષાઓ પૂરી થઇ નહીં હોય શું તમારી વચ્ચે સારો મનમેળ છે? પતિ-પત્ની બન્ને એકબીજાને વાતેવાતે ટોક્યા કરે તો પણ આમ થવાની શક્યતા છે. લગ્નજીવનમાં આવો સમય આવે છે આથી ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા પતિને પસંદ હોય એ વસ્તુ કરો અને પહેલાં જેવું વાતાવરણ બનાવવા પ્રયાસ કરો. તેમ જ તેમની સાથે ખુલ્લા મનથી ચર્ચા કરો. ધીરે-ધીરે બધુ ઠીક થઇ જશે.
સવાલ: મારી ઉંમર ૫૦ વર્ષની છે. મારા પતિને લગભગ દરરોજ મારાં સ્તનપાન કરવાની આદત છે. ઘણી વખત તો સંભોગ કરતી વખતે પણ સ્તનપાન કરે છે. હું તેને ના નથી કહી શકતી, પણ એને લીધે મારાં સ્તન ખૂબ જ મોટાં અને બેડોળ થઈ ગયાં છે. મનમાં ક્યારેક ડર સતાવ્યા કરે છે કે મને સ્તન કેન્સર તો નહીં થાય ને? મારે એ જાણવું છે કે મારાં બેડોળ થઈ ગયેલાં સ્તનને સુડોળ કરવા દવા કે કસરત કે બીજો કોઈ ઉપાય હોય તો જણાવશો. આ આદત સારી કે ખરાબ એ પણ જણાવશો.
એક પત્ની (વડોદરા)
જવાબ : આ એક આદત છે. બીમારી નથી. ધારો કે તમારા પતિને અમુક વસ્તુ ગમતી હોય અને તમને કોઈ દુખાવો ન થતો હોય કે કોઈ સમસ્યા ન સર્જાતી હોય તો તમે પણ આ આનંદમાં સહભાગી બની શકો છો. આનાથી કેન્સર થવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. સ્તન એક માસનો લોચો છે. એમાં સ્નાયુ કે હાડકાં નથી હોતાં. સ્તનની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુઓ આવેલા છે. એની કસરત કરવાથી સ્તનના નીચેના ભાગમાં થોડીઘણી સુડોળતા ચોક્કસ આવી શકે, પણ એનાથી લચી ગયેલાં સ્તન ફરી નોર્મલ જગ્યાએ આવી નથી શકતાં. એના માટે વપરાતા તેલ, ક્રીમ અને અન્ય ખાવાની દવાઓ કોઈ જ ફાયદો નથી કરતાં, બલ્કે નુકસાન કરી શકે છે.
આવી પરિસ્થિતિમાં તમે જો પેડેડ બ્રા પહેરો તો આ સમસ્યા સહેલાઈથી ઉકેલાઈ જશે અને એ જ એનો એકમાત્ર કારગર ઈલાજ છે.