પ્રશ્ન : મારી પત્ની જોબ કરે છે. એ ઘણી વાર ઘરે આવીને કોઇની સાથે વાતો કરતી હોય છે. ક્યારેક એના મોબાઇલ પર મોડી રાત્રે મેસેજ પણ આવે છે. મેં એક-બે વાર એને પૂછવાનો પ્રયત્ન કર્યો, તો એ ફ્રેન્ડના મેસેજ છે, કહીને વાત ઉડાવી દે છે. એને કોઇની સાથે સંબંધ તો નહીં હોય? મારે કઇ રીતે જાણવું કે એને મોડી રાતે મેસેજ કે કોલ કોણ કરે છે? એક પુરુષ (વડોદરા)
ઉત્તર : તમારાં પત્ની જોબ કરે છે. શક્ય છે કે એમને કોઇ કામ અંગે ક્યારેક કોઇ કલીગના ફોન આવે અથવા તો એ જેમ કહે છે એ પણ શક્ય છે કે એમની ફ્રેન્ડના ફોન કે મેસેજ આવતાં હોય કેમ કે જોબ કરતાં હોય તેથી આખો દિવસ ઓફિસ અને ઘરે આવ્યાં પછી ઘરનાં કામકાજ બાદ આજકાલ મહિલાઓને પોતાના માટે થોડો જ સમય મળતો હોય છે.
તમે એમ માનો છે કે એ વાત ઉડાવી દે છે, પણ એવું હોઇ શકે કે ફ્રેન્ડ્ઝની વાતમાં કંઇ એવું ખાસ ન હોય જે તમને જણાવવાનું હોય. તેથી એ ન કહેતાં હોય. તમે આ રીતે એમને મેસેજ કે કોલ કરનાર વિશે જાણવાનો પ્રયત્ન કરીને અને આગ્રહ રાખીને તો ઊલટાનું તમારાં પત્ની પ્રત્યે શંકાનું બીજ મનમાં ધરાવો છો. એ શંકા દૂર કરો અને શાંતિથી તમારા સુખી લગ્નજીવનને માણો.
ઘણી વખત એવું પણ બની શકે છે કે તમારી પત્નીને તમારા સવાલ સામે નહીં પણ તમે જે ટોનમાં આ સવાલ કરી રહ્યા હો એની સામે વાંધો હોય અને આ વાંધાને કારણે તે તમને માહિતી આપવાનું ટાળતી હોય અથવા તો તમારા પ્રશ્નને જ ઉડાવી દેતી હોય. તમે એને શાંતિથી સમજાવી શકો છો કે આ સવાલો માટે તમારી શંકા નહીં પણ તેના માટેનો તમારો પ્રેમ જવાબદાર છે.
સવાલ: મારા પતિને પોર્ન ફિલ્મો જોવાનો શોખ છે. શું આ કરવું સામાન્ય છે?
ક્યારેક-ક્યારેક પોર્ન મૂવી જોવામાં કોઈ નુકસાન નથી, પરંતુ જો દરરોજ અથવા વારંવાર પોર્ન ફિલ્મો જોવાની વાત હોય તો તે ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને જ્યારે તમારા પતિ તમારી સરખામણી પોર્ન સ્ટાર્સના શરીરના આકાર સાથે કરવા લાગે અથવા તમારી સંમતિ વિના અથવા બળજબરીથી પોર્ન ફિલ્મોમાં બતાવવામાં આવતી ચાલ અજમાવવાનો પ્રયાસ કરે.