મારા પતિને મારી ખાસ ફ્રેન્ડે મેેસેજ કર્યો, અહીં એકલો મળવા માટે આવી જજે : એ હમણાંથી જ મારા ઘર નજીક રહેવા આવી છે

GUJARAT

લગ્ન એ મીઠું મધુરું બંધન છે, પરંતુ આ મધુરા બંધન સાથે અનેક અધિકાર, ફરજ, રુચિઅરુચિ, પસંદનાપસંદ, જોડાયેલાં છે. તમારા સંબંધોમાં મીઠાશ લાવવાની હોય છે. પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. ઘરના પ્રત્યેક સભ્યને સંતોષ અને સુખ આપવાં પડે છે, પરંતુ મોટા ભાગે બધું બધાંની ઇચ્છા મુજબ કરવા છતાં તમને બિનજવાબદારનો ખિતાબ મળતો હોય છે.

પુત્રવધૂનાં કામમાં ડગલે ને પગલે ભૂલો કાઢવી, ટોકવી, પોતે વધુ અનુભવી છે એવો દાવો કરવો, વહુને દરેક વાતમાં અણસમજુ બતાવવી એવો સાસુનો ઉદ્દેશ્ય બની રહે છે. આ વાતને મજબૂત બનાવવા તે પુત્રનો ટેકો લે છે.

રાધિકા સાથે લગભગ રોજ આવું બનતું. રાધિકાની સાસુ વાતવાતમાં તેને પોતાનું અને રાજેશનું જરા પણ ધ્યાન રાખતી નથી એવાં મહેણાં માર્યાં કરતી. પુત્ર વિશે તેની વહુને કહેતી કે પહેલાં તો તે બધું ખાતો હતો. હવે તો તું તેને બરાબર જમવાનું પણ આપતી નથી. પહેલાં તેનો રૂમ, તેનાં કપડાં બધું સ્વચ્છ રહેતાં પણ હવે જોને કેવો નંખાઈ ગયો છે. તું તો એનું લગીર પણ ધ્યાન રાખતી નથી. તેં આ શાક શા માટે બનાવ્યું? એ તો રાજેશ ખાતો જ નથી.

આ બધું સાંભળવાની રાધિકાને લગભગ આદત પડી ગઈ હતી. સવારથી સાંજ સુધી તે પોતાના ઘરનાં કામમાં ગૂંથાયેલી રહેતી હતી. છતાં તેની સાસુની ફરિયાદ ઓછી થતી નહોતી.

રાધિકા સમજી નહોતી શકતી કે આખરે રાજેશની જરૂરિયાતનો ખ્યાલ તે શા માટે ન રાખે? રાજેશ એનો પતિ છે, દુશ્મન થોડો જ છે?

રાજેશને રાધિકા તરફથી કશી ફરિયાદ નહોતી કે તે તેનું ધ્યાન નથી રાખતી, પરંતુ ન જાણે કેમ સાસુ રાજેશને નકામાં અને વધુ પડતાં લાડ લડાવતી હતી. જો રાધિકા સાસુના કહેવા મુજબ ચાલતી ત્યારે રાજેશ ગુસ્સે થતો કે મને જે ગમશે તે લઈ લઈશ. હું કોઈ દૂધ પીતુ ંબાળક નથી. આ પ્રકારે સાસુ પુત્ર તરફ નકામા પ્રેમ બતાવી રાજેશ અને રાધિકાના સંબંધમાં કડવાશ પેદા કરતી હતી.

લગ્ન પછી મા દીકરા પ્રત્યે આટલો પ્રેમ શા માટે રાખે છે? લગ્ન પછી બધી જવાબદારી વહુની બની જતી હોય છે ત્યારે સાસુ તેના કામમાં ભૂલ કાઢે છે અને તેને બિનજવાબદાર ઠરાવવાનું સારું પાસે ખૂબ સરળ બની રહે છે.

લગ્ન પહેલાં મા દીકરાનાં કામ પ્રત્યે બિનજવાબદાર હોય તો કોઈ લક્ષ આપતું નથી અથવા મહત્ત્વનું ગણાતું નથી, પરંતુ લગ્ન પછી દીકરાનાં કામ તરફ તેની કશી ફરજ રહેતી નથી એટલે દીકરા તરફ પ્રેમવર્ષા વધુ કરે છે. કેટલીકવાર આ લાડ એટલા બધાં હોય છે કે ક્યારેક દીકરા વહુ મોટી તકરારનું કારણ બની રહે છે.

આરોપ કેટલો યોગ્ય

કોઈ સાસુ એવું નથી વિચારતી કે તે પોતે પોતાના પતિ તરફ કેટલું ધ્યાન રાખે છે. જ્યારે વચ્ચે તો ઘરનાં તમામ સભ્યોની જરૂરિયાતો પ્રતયે એકલાએ જ ધ્યાન રાખવું પડે છે. ત્યારે વહુ પર પુત્ર તરફ ધ્યાન ન આપવાનો આક્ષેપ કેટલો યોગ્ય ગણી શકાય? સાસુ પુત્ર પ્રત્યે ઉપરછલ્લો પ્રેમ બતાવે છે એ અને વહુ જે પોતાના પતિ એટલે કે સાસુના પુત્રને ખરેખર પ્રેમ કરે છે. તેના દરેક સુખ દુ:ખનું ધ્યાન રાખે છે. એટલે દીકરો માને લાડકો છે અથવા તો પત્નીને વ્હાલો એનો નિર્ણય કરવો સરળ છે.

પ્રત્યેક સાસુએ વિચારવું જોઈએ કે દીકરાનાં લગ્ન પછી પતિ-પત્નીનાં સંબંધો વચ્ચે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરતાં હોય છે. પુત્ર પર હવે પોતાના હક કરતાં વહુનો હક વધુ હોય છે. તે તેના પુત્રનાં સુખદુ:ખની ભાગીદાર છે. એટલા માટે તે પતિને વધુ પ્રેમ કરતી હોય છે. એકબીજાનો ખ્યાલ રાખવો એ એકબીજાની જવાબદારી બની રહે છે. તેમાં તમે દખલ ન કરો. જો પત્નીની બીમારીમાં પતિ પત્નીની સેવાચાકરી કરે તો તેમાં કોઈ વાંધો કે વિરોધ હોવો જોઈએ નહીં.

મેહુલે પોતાની પત્ની માધવીની તબિયત બરાબર ન હોવાનાં લીધે ચા બનાવી ત્યારે માધવીની સાસુનો ગુસ્સો ભભૂકી ઊઠયો કે મારા દીકરાનો આખો દિવસ તારી સારસંભાળમાં જાય છે. ખરેખર તો તારે તેનો ખ્યાલ રાખવો જોઈએ.

સાસુના આ શબ્દો સાંભળી માધવી અંદરને અંદર ઘૂંટાઈ રહી. જો પત્ની આખો દિવસ પતિ, કુટુંબ, ઘરની જરૂરિયાતને ધ્યાનમાં રાખે છે તો જ્યારે તે બીમાર પડી અને પતિએ તેની સારસંભાળ લીધી તો એમાં ખોટું શું છે?

પરસ્પરના પ્રેમમાં અડચણ

દીકરાની માતા કોઈ એવો મોકો છોડવા નથી માગતી કે જ્યારે તે દીકરા પ્રત્યે પોતાનાં લાડપ્રેમમને દર્શાવી ન શકે અને વહુને બિનજવાબદાર અને પતિ પ્રત્યે બેદરકાર ઠરાવી ન શકે. આમ કરવાથી મા દીકરાનાં હૈયામાં એવું કોઈ સ્થાન બનાવી શકતી નથી, પરંતુ દીકરાવહુના પ્રેમ વચ્ચે અડચણરૂપ બની રહે છે. અને તેમનાં મીઠાં સંબંધોમાં કડવાશ ઊભી કરે છે. સાસુને પોતાની મા સમાન માનવાની શીખ લઈને વહુ સાસરીમાં પગ મૂકે છે.

સાસુના પુત્ર પ્રત્યેના નકામા લાડપ્રેમને જોઈને તેનું મન સાસુ તરફ કડવાશથી ભરાઈ જાય છે. એટલા માટે કોઈપણ માએ પુત્રનાં લગ્ન પછી વહુ તેના પતિ પ્રત્યેની જવાબદારી સ્વતંત્ર રીતે નિભાવે તેટલી સ્વતંત્રતા આપીને પ્રેમ પ્રગટ કરવાની પૂરી તક આપવી જોઈએ.

જોકે આમ પણ લગ્ન પછી આ લાડ પ્રેમની તકરાર પાછળનું એક જ કારણ જોવા મળે છે કે લગ્ન પછી માતા એ વાત સહન નથી કરતી શકતી કે જે પુત્રને તેણે આટલાં વર્ષો સુધી ઉછેરીને મોટો કર્યો તે આટલા સમયગાળા પછી અચાનક બીજાનો કેવી રીતે બની શકે? ત્યારે આવી માતાઓએ તેમના ભૂતકાળના દિવસો યાદ કરવા જોઈએ કે તે પણ કોઈની પત્ની બનીને આવી હતી ત્યારે તેનો પતિ તરફનો પ્રેમ કેવો હતો અને સાસુને તેના પુત્ર તરફ કેટલી મમતા અને લાડ હતાં.

એટલા માટે લગ્ન પછી તમારા પોતાના લાડલાને મોટો થવા દો. તેનાં મનમાં એવી લાગણી પેદા થવા દો કે હવે તે માત્ર પુત્ર નથી રહ્યો પણ કોઈનો પતિ પણ બની ચૂક્યો છે. તેને આત્મનિર્ભર બનાવી પત્નીના પ્રેમ નીચે વિકસવાની તક આપો.

Leave a Reply

Your email address will not be published.