મારા પતિને મારા જોડ સમાગમથી રસ ઉડી ગયો,પણ મારી બહેનપણીના પતિ મને લાઈન મારે છે હું શું કરું

GUJARAT WORLD

પ્રશ્ન : મારા બે મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મારા પતિ થોડા શરમાળ છે. હું તેમની સાથે ઉત્સાહથી કોઇક વાત કરું તો તેમનું ધ્યાન મારી વાતમાં હોતું જ નથી. હું બોલતી હોઉં ત્યારે તેઓ જાણે પોતાની દુનિયામાં જ મસ્ત હોય એમ લાગે છે. આના કારણે મને બહુ ગુસ્સો આવે છે અને તેમની સાથે વાત કરવાનું મન જ નથી થતું. આ સમસ્યા વધારે વણસે નહીં એ માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત)

ઉત્તર : તમારાં લગ્નને હજી બે મહિના જ થયાં છે અને આટલા સમયમાં ઉતાવળિયો નિર્ણય લેવો ન જોઇએ. હકીકતમાં પુરુષ અને સ્ત્રી બંનેની માનસિકતા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે મહિલાઓ કુદરતી રીતે જ વાતોડિયણ હોય છે. તેઓ જલદી-જલદી પોતાની વાત કહી નાખે છે. એટલી જલદી કે સામેવાળાને પ્રતિક્રિયા દર્શાવવાનો મોકો જ નથી આપતી. જ્યારે તે વાત કરે છે ત્યારે સામેવાળાની તરફ આખી ફરી જાય છે, પોતાની આંખો સામેવાળી વ્યક્તિ તરફ રાખે છે અને પછી બોલવાનું શરૂ કરી દે છે.

તે જેટલું જલદી બોલે છે, એટલું જ જલદી ઇચ્છે છે કે સામેવાળો બોલવા લાગે. પુરુષ સમજીને અને ઓછું બોલવામાં વિશ્વાસ રાખે છે. તેઓ ચૂપચાપ સાંભળે છે અને જરૂર પડે તો જ બોલે છે. આટલી ધીરજ સ્ત્રીઓમાં નથી હોતી અને વાત બગડી જાય છે. પુરુષોને ચૂપ રહેવામાં પણ કોઈ તકલીફ નથી હોતી. પુરુષ જો ચૂપ રહે અથવા તો આંખમાં આંખ નાખીને વાતચીત ન કરી શકે તો મહિલાને એમ લાગે છે કે પુરુષને તેની વાત સાંભળવામાં રસ નથી, પણ આ વાત સાચી નથી.

તમારી સમસ્યાનું સમાધાન એ છે કે વાત કરતી વખતે ભૂલી જાઓ કે તેઓ આપની તરફ જોઈ રહ્યા નથી કે ધ્યાન આપી રહ્યા નથી. ઘણી બધી વાતોને અસ્પષ્ટ રીતે બતાવવાને બદલે એક એક વાતને સ્પષ્ટપણે સમજાવો. કોઈ પણ પ્રતિક્રિયા માટે ઉતાવળા ન બનો અને તેમને વિચારવાની તક પણ આપો. આટલું કર્યાં પછી પણ તે તમને નજરઅંદાજ કરે તો તમે આ ફરિયાદ તેમને જણાવીને ઉકેલ મેળવવાનો પ્રયાસ કરો.

સવાલ: હું 28 વર્ષની યુવતીને છું અને છેલ્લા 8 વર્ષથી મેરિડ છું. મારા પતિને છેલ્લા 3 વર્ષથી સમાગમમાથી રસ ઉડી ગયો છે એટલે એ મારાથી થોડા થોડા દૂર રહેવા લાગ્યા, જયારે મારા નજીકમાં રહેતી બહેનપણીના પતિ મારા તરફ બોવ્જ આકર્ષિત છે,અને એ મને ફૂલ લાઈન મારે છે, અને મને અડવાના પ્રયત્નો કરે છે,હું શું કરું એમની જોડ રિલેશનશિપ રાખું ??
એક મહિલા [ સુરત ]

જવાબ: પેહલી વાત કે તમારા લગ્નને 8 વર્ષ તો થઇ ગયા છે એટલે કદાચ સંતાન પણ હશે,બીજું કે તમે તમારા પતિ જોડ સામેથી પહેલ કરો તો શું થાય છે એ તમે મને જણાવ્યું નથી,તમે તમારા પતિ જોડ સામેથી ટ્રાઈ કરો તો એ ઉતેજીત થાય છે કે નહિ એ મને કહો

Leave a Reply

Your email address will not be published.