મારા પતિને ડાયાબિટીસ નીકળ્યો છે તો શું એના લીધે એ મને સંતોશ નહિ આપી શકે ?? જાણો તમે

GUJARAT

હું ૨૫ વર્ષનો છું અને નોકરી કરું છું. મારી જમણી બાજુની છાતી ઘણી વધી ગઇ છે. મેં ઘણી દવાઓ કરી પરંતુ ફાયદો થયો નથી. આ સમસ્યાનું નિરાકરણ સૂઝવવા વિનંતી.
એક યુવક (જામનગર)

ક્યારેક પુરુષોમાં છાતીના ગ્લેન્ડ વધવાને કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. શરીરની અંદર કેટલાક હાર્મોન આ પાછળ જવાબદાર છે. ચિંતા કરવાની જરૂર નથી. કોઇ સ્પેશિયાલિસ્ટની સલાહ લો અને એક નાનકડા ઓપરેશન દ્વારા પણ આ સમસ્યા દૂર થઇ શકે છે.

મારા લગ્નને ત્રણ વરસ થયા છે. હવે અમને સંતાનની ઇચ્છા છે પરંતુ મને ગર્ભ રહેતો નથી. મારી છાતીમાં એક ગાંઠ છે. શું ગર્ભ નહીં રહેવા પાછળ આ કારણ હોઇ શકે છે? આ ગાંઠ કેન્સરની હોય તો શું હું માતૃત્વ પ્રાપ્ત કરી શકીશ?
એક યુવતી (મુંબઇ)

તમારી છાતીની આ ગાંઠ ગર્ભાશયના ફાઇબ્રોઇડની હોઇ શકે છે. ગાંઠ કેન્સરની જ છે એવું માનવાની જરૂર નથી. આથી ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી આ ગાંઠ શાની છે એની તપાસ કરાવી લો. આ ગાંઠ કેન્સરની હોય તો પણ તમને ગર્ભ રહી શકે છે. મુશ્કેલી એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન આનો ટ્રેક રાખવો મુશ્કેલ બની શકે છે. પરંતુ આજે વિજ્ઞાાને કરેલી પ્રગતિને કારણે ગભરાવાની જરૂર નથી. ડૉક્ટરની સલાહ લઇ ઉપચાર કરાવો.

મને હમણા જ ખબર પડી છે કે મને ડાયાબિટિસ છે. મારે એ જાણવું છે કે આ કારણે મારી સેક્સ લાઇફ પર કોઇ અસર પડી શકે છે?
એક ભાઇ (જુનાગઢ)

કેટલીક શારીરિક તકલીફો અને રોગની સેક્સ લાઇફ પર અસર પડી શકે છે. ડાયાબિટિસ પણ આમાનો એક છે. પુરુષોને આ કારણે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે ઇરેક્શન નહીં થવાની સમસ્યા થઇ શકે છે. તેમજ સ્ત્રીઓની યોનિમાં શુષ્કતા કે સમાગમ દરમિયાન દુ:ખાવાની ફરિયાદ થઇ શકે છે. પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન હોઇ શકે છે. કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે તેની સારવાર તેમજ પરેજીમાં બેદરકાર રહ્યા હો તો આ કોમ્પ્લિકેશન તમને પણ થઇ શકે છે. પરંતુ સારવાર અને પરેજી ચાલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઈફ ભોગવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *