પ્રશ્ન : મારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્ની બહુ સમજદાર અને વફાદાર છે. હું અને મારી પત્ની એકલાં રહીએ છીએ અને અમારું મિત્રવર્તુળ બહુ વિશાળ હોવાના લીધે અમારા ઘરે ઘણીવાર પાર્ટી થાય છે.
છેલ્લી એક-બે પાર્ટીમાં મેં ઓબ્ઝર્વ કર્યું કે મારી પત્ની અને મારા એક મિત્ર વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ છે. હવે મને ખબર પડી છે કે મારો એ મિત્ર વાતચીત દરમિયાન મારી પત્ની સાથે તેનાં લગ્નજીવન વિશેની બાબતો પણ શેર કરે છે. મારે ઓવર રિએક્ટ નથી કરવું પણ મને આ વાત ગમી નથી. હું ઈચ્છું છું કે તેઓ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરે અને મારી પત્નીને આ વાતનું ખરાબ પણ ન લાગે. એક યુવક (સુરત)
ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે પણ યાદ રાખો કે સારી મિત્રતા હોય તો લોકો એકબીજા સાથે ટેકો લે છે અથવા વસ્તુઓ શેર કરે છે. જો તમારી પત્નીને બદલે તમારો ભાઇ તમારા મિત્ર સાથે આવી વાત કરતો હોત તો પણ તમને આવી લાગણી થાત ખરી? તમારે તમારા મિત્રના દૃષ્ટિકોણથી વસ્તુઓ જોવાની અને સમજવાની પણ જરૂર છે.
તમે જ કહો છો કે તમારી પત્ની સમજદાર અને વફાદાર છે તો પછી હવે તમારે એના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. તમારા મિત્રની પરિસ્થિતિ પણ સમજો અને વિચારો કે ઓછામાં ઓછી આ પરિસ્થિતિમાં તે કોઈની સાથે તેની વાતો શેર કરવામાં સક્ષમ છે. જો તમને બહુ જ સમસ્યા થતી હોય તો તમારી પત્ની સાથે તમારી ભાવનાઓ અને આરામ વિશે વાત કરો.
આ કરવાથી તે તમારી પરિસ્થિતિને સમજી શકશે અને આગળની પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરવામાં સમર્થ હશે. જો તમે ઇચ્છતા હો તો તમે એમ પણ કહી શકો છો કે બંને વચ્ચેની વાતચીત તમને કહેવી જોઈએ, જેથી ગેરસમજને ટાળી શકાય. જો તમારી પત્ની આ મામલે સ્પષ્ટ હશે તો આટલું કર્યા પછી તમારી સમસ્યાનો અંત આવી જશે.
સવાલ: હું 35વર્ષની પરણિતા છું,અને અમારા લગ્નને 12 વર્ષ થયાં, હમણાં 3 વર્ષથી મારા પતિને ડાયાબિટીસ થયો છે મને એવું લાગે છે કે ત્યારથી એમને સમાગમમાં રસ ઓછો થઈ ગયો,શુ આ ડાયાબિટીસના લીધે થયું હશે ??
એક મહિલા આણંદ
જવાબ: ડાયાબિટીસ જેવા ઘણાબધાં રોગો છે જેના લીધે માણસની શારીરિક સંબંધો ઉપર અસર પડી શકે છે.ડાયાબિટીસના રોગીઓ શારીરિક સંબંધમાં પોતાનું બેસ્ટ આપવા માંગે છે પણ આપી શકતા નથી, જેમનો તેમને પણ દુઃખ થાય છે