મારા પતિએ છેલ્લા 2 વર્ષથી મને ટચ પણ નથી કરી, હું હવે તો બહાર જવાનું વિચારવા લાગી ગઈ છું

GUJARAT

સવાલ: હું ૪૫ વરસની છું. મારા સંતાનો કોલેજમાં ભણે છે. અને પતિ નોકરી કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી મને બેચેની રહે છે અને મારો સ્વભાવ પણ ચિડચિડો બની ગયો છે. નાની-નાની વાતે મને કલાકો સુધી રડું આવે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક મહિલા (વલસાડ)

જવાબ: તમે ડિપ્રેશનનો ભોગ બન્યા છો. ૩૦થી ૫૦ વરસની ઉંમરે ‘મિડલાઇફ ક્રાઇસીસ’ થવાની શક્યતા છે. આ પાછળ મેનોપોઝના કારણો પણ જવાબદાર હોઇ શકે છે. કોઇ સારા તબીબની સલાહ લો. તમને દવાઓ કરતા કાઉન્સેલિંગ વધુ ફાયદો કરશે.

સવાલ: મારા પતિની ઉંમર ૪૩ વર્ષ છે. છેલ્લા બે વરસથી અમારા શારીરિક સંબંધો સામાન્ય નથી. સહવાસ દરમિયાન તેમને ઉત્તેજનાનો અનુભવ થતો નથી. આ કારણે અમને બન્નેને ઘણી ચિંતા થાય છે. તેઓ ડોક્ટર પાસે જવા તૈયાર નથી આની અસર અમારા પારિવારિક જીવન પર પણ પડવા લાગી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (સુરત)

જવાબ: લગ્નના કેટલાક વર્ષો પછી પતિ-પત્નીની એક બીજામાં રુચિ ઘટી જાય છે. અને તેમના સંબંધમાં અંતર આવે છે. શારીરિક સંબંધોમાં સંતોષ નહીં મળવા પાછળ શારીરિક અને માનસિક બન્ને કારણો જવાબદાર હોઇ શકે છે. તમારે એકબીજાની લાગણીઓ સમજવાની જરૂર છે. ચિંતા કરવાને બદલે વાતચીત દ્વારા એકબીજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરો. ઘરેલું સમસ્યા પર વિચાર-વિમર્શ કરો. શક્ય હોય તો કોઇ કાઉન્સેલરને પણ મળો. એકબીજા સાથે વધુ સમય પસાર કરો. બહાર ફરવા જાઓ. સમય મળ્યે નાનું વેકેશન માણી આવો.

Leave a Reply

Your email address will not be published.