સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂઝંવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું.
આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતીત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.
ઉકેલ: નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓએ પણ આજના ઈન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માંગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે.
જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ શકાય? સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે. નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે.
પાર્ટનરના કયા અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને આપના પાર્ટનરને કે આવનાર બાળકને, આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય.
વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અને જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.
પ્રશ્ન : મારી ઉંમર 29 વર્ષ છે. મારાં લગ્ન થઇ ગયાં છે. લગ્નને એક વર્ષ થઇ ગયું છે પણ પતિ સાથે થોડો અણબનાવ થયા કરે છે. ખબર નહીં કેમ પણ તેમની સાથેના સંબંધમાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. મારી સાથે મારી ઓફિસમાં એક વ્યક્તિ જોબ કરે છે. છેલ્લા છ મહિનાથી અમે સાથે નોકરી કરીએ છીએ, તેની સાથે બહુ વાતો થાય છે. અમે મિત્રોથી વિશેષ છીએ, તે કહે છે કે મારાં લગ્ન ન થયાં હોત તો તે મને લગ્ન માટે પ્રપોઝ કરતો, સાચું કહું તો તેની સાથે મને ખૂબ મજા આવે છે. તેની સાથે સંપૂર્ણતાનો અનુભવ થાય છે. મારે શું કરવું જોઈએ? મારા પતિ સાથે ડિવોર્સ લઇને ઓફિસમાં જે છોકરો ગમે છે તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરું?
જવાબ : દૂરથી બધા જ ડુંગરા રળિયામણા હોય. હાલ તમે સાથે નથી રહેતાં એટલે તમને એવું લાગે કે બંને એક જેવાં જ છો, નો ડાઉટ હશો જ, પણ એક જેવા લાગતા લોકો પણ સાથે રહેવાની શરૂઆત કરે ત્યારે તેમની અંદર થોડાઘણા પ્રશ્નો તો ઉદ્ભવતાં જ હોય છે. આ પ્રશ્નોનો પણ સાથે મળીને ઉકેલ લાવવો અને એકબીજાને જેવા છો તેવા સ્વીકારવા એ જ સાચો લવ છે. તમે જે છોકરા માટે તમારું લગ્નજીવન તોડવા માંગો છો શું તે છોકરો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે? એક વાર એને સ્પષ્ટપણે આ સવાલ પૂછી લેજો. જો એ જવાબ આપવામાં સહેજ પણ આનાકાની કરે તો સમજવું કે તે તૈયાર નથી. સાચું જીવન ઘણું અલગ હોય છે, માટે કોઇ વ્યક્તિ સાથે વિચારો નથી મળતા એ કારણે લગ્ન ન તોડવાં.