પ્રશ્ન : હું 24 વર્ષનો યુવક છે. મારી સમસ્યા એ છે કે મને વારંવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. મને ખબર છે કે મારા આ સ્વભાવની નકારાત્મક અસર મારા કામ અને સંબંધો પર પડે છે. આ ગુસ્સા પર કાબૂ મેળવવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : ગુસ્સો પણ એક પ્રકારની લાગણી છે પણ એ વાતનું ધ્યાન રાખો કે એની તમારા સંબંધો પર અસર ન પડવી જોઇએ. તપાસી લો કે કઈ સ્થિતિમાં તમને ગુસ્સો વધારે આવે છે. સ્થિતિ અને ગુસ્સાનાં કારણોને સમજો અને તેનાથી પેદા થયેલી પરેશાનીને દૂર કરવાના પ્રયાસ કરો, પરંતુ ગુસ્સાને દબાવશો નહીં. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જણાવેલ કેટલીક સરળ ટિપ્સનું પાલન કરીને એના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે.
નક્કી કરો કે જે વાત પર તમને ગુસ્સો આવ્યો છે, તેની પ્રતિક્રિયા તમે 48 કલાક પછી આપશો. આમ કરવાથી એવો ચમત્કાર થશે કે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગમતું ગીત ગાવું શરૂ કરી દો અથવા તો કોઈ મ્યૂઝિકલ વાજિંત્ર વગાડો. ગુસ્સાના સમયે ભરાયેલી એનર્જીનો સકારાત્મક ઉપયોગ કરો. કમાનથી છૂટેલું તીર અને મોઢેથી નીકળેલો શબ્દ ક્યારેય પાછો નથી આવતો. જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન બની જાઓ અને લખવું શરૂ કરી દો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.
સવાલ: અમારા લગ્નને 4 વર્ષ થયાં અમે આર્થિક રીતે ગણા સુખી છે પણ મારા પતિ મારી શારીરિક ઇચ્છાઓ ઉપર પૂરતું ધ્યાન નથી આપતા,મહિને ભાગ્ય અમારે 3વાર મળવાનું થાય છે અને હું અધૂરી રહું છું. શુ કરું હું.
જવાબ: ઘણી બધીવાર આવા પ્રોબ્લેમ રહેતા હોય છે પતિને તમે વાત કરો કે હું પણ માણસ છું, મારી ફીલિંગ હોઈ અને માને તો ઠીક બાકી હાલ માર્કેટમાં કેટલાય એવા ડિવાઇસ આવી ગયા છે જે તમને સંતુષ્ટ કરી શકે છે