મારા પતિ મારા જોડ સેક્સ નથી કરતા પણ હસ્તમૈથુન મારા જોડ કરાવે છે અને સમાગમ બહાર બીજી મહિલાઓ જોડે…

nation

પ્રશ્ન : હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું. એક મહિલા (વડોદરા)

ઉત્તર : પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે.

જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો. ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો.

તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.

સમસ્યા: મારી ઉંમર ૩૦ વર્ષની છે. મારા લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયેલાં હતાં. મારે એક પુત્ર છે. મારી સમસ્યા સેક્સ સંબંધી છે. મારા પતિ મારી સાથે હાલમાં મારી સાથે શરીર સંબંધ રાખતા નથી. મારી પાસે માત્ર હસ્તમૈથુન જ કરાવે છે. પરંતુ બહારની સ્ત્રીઓ જોડે સંબંધ રાખે છે. તો મારે શું કરવું? મને યોગ્ય માર્ગ બતાવશો.

ઉકેલ: તમારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે અને એક પુત્ર પણ છે. એટલે શરૂઆતના વર્ષો સારાં ગયાં છે. એનો અર્થ એ કે તમે બંનેએ એકમેકને ચાહ્યાં, ગમાડ્યાં છે. પરંતુ થોડાક સમયથી પતિએ તમને શરીર સુખ આપવાનું ઓછું કરી દીધું છે. તો પહેલાં તો એ શોધી કાઢવું જોઇએ કે આવું કેમ બન્યું? લગ્નેતર સંબંધને કારણે આપના પતિએ આપનામાંથી કામરસ ગુમાવી દીધો હોય એવું બની શકે છે. પણ સાથે એમ શક્ય છે કે આપની સાથેના સંબંધ કથળવાથી જ તેમને લગ્નેતર જાતીય સંબંધમાં રસ જાગ્યો હોય!

ઘણીવાર નોર્મલ ડિલીવરી વખતે યોનિમાર્ગ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી પહોળો થઇ જાય છે. આને કારણે શિશ્ન યોનિનું મિલન પૂરતું સંવેદનાપ્રદ બનતું નથી. કદાચ એ કારણસર પણ આપના પતિ જાતીય જીવનથી દૂર થઇ માત્ર હસ્તમૈથુનમાં જ આનંદ મેળવતા હોઇ શકે છે. જો આમ હોય તો યોનિમાર્ગના સંકોચન માટે આપ કિંગલ કસરતો દ્વારા સ્થિતિસ્થાપકતા પાછી મેળવી શકો છો. જો એ મદદરૂપ ન થાય તો યોનિમાર્ગને સાંકડો કરવાનું એકદમ સરળ નાનું ઓપરેશન પણ આપ કરાવી શકો છો, જેમાં માત્ર એક દિવસ જ હોસ્પિટલમાં રહેવું પડે છે અને બીજા દિવસથી આપ રોજિંદુ કામકાજ ફરી શરૂ કરી શકો છો.જાતીય સંબંધોથી વિમુખ થવા માટે ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે.

ઘણીવાર એક સાથીની કામેચ્છા ઘટી જાય ત્યારે મદદરૂપ થવાને બદલે આરોપો, ઝઘડા કરવા લાગે છે. આનાથી વ્યક્તિની જાતીય ઇચ્છાઓમાં વધુ ઘટાડો થાય છે. યાદ રાખો કામેચ્છા હળવાશ, પ્રેમ, નિકટતા તથા પરસ્પરના વિશ્વાસથી ભરેલા વાતાવરણમાં જ પાંગરે છે. આમ, એકવાર મનમાં ઠસાવી દો કે તમારા પતિ તમારા જ છે. તેઓની ઘટેલી કામેચ્છા એ એક સમસ્યા છે. જેમ તાલી એક હાથે ન વાગે તેમ આ સમસ્યા હલ કરવામાં તમારે મદદરૂપ થવાનું છે. જેના નિદાન માટે આપ કોઇ સારા સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.ઘણીવાર પુરુષને શીઘ્રસ્ખલનની તકલીફ અનુભવાતી હોય છે.

જેથી તેના મનમાં કદાચ ડર બેસી ગયો હોય કે પત્નીને સંતોષ આપી શકશે કે નહીં? ઘણીવાર આ ડરના કારણે પણ તે પત્નીથી શારીરિક રીતે દૂર થઇ જતા હોય છે. કેટલાક યુગલોમાં જાતીય વિવિધતાનો અભાવ જવાબદાર હોઇ શકે છે. મોટાભાગના લોકો એકની એક રીતરસમો, એકનો એક સમય, જગ્યાને કારણે કંટાળી જાય છે. શું આપના કિસ્સામાં પણ આમ બનેલું તો નથીને?મારી આપને સલાહ છે કે એકવાર આ બાબતે પતિ સાથે ખુલ્લા શાંત મને ચર્ચા કરો. પતિને હળવેકથી એકવાર પૂછો તો ખરાં કે તેને શું થાય છે? શા માટે તે માત્ર હસ્તમૈથુનથી ઇચ્છા તૃપ્ત કરે છે? એની પાસે સીધેસીધી મોં બગાડીને સેક્સની માગણી ન કરતાં. ગયા મહિને કેટલીકવાર મિલન કર્યું તેનો હિસાબ કડવા મોઢે ન માગતાં. એના કરતાં નિકટતા વધે એવા પ્રસંગો ઊભા કરો. શક્ય છે કે આમ કરવાથી પતિ પોતે પોતાની આ સમસ્યા દૂર કરવા તૈયાર થઇ જાય.

Leave a Reply

Your email address will not be published.