મારા પતિ મને રોજ અત્યાચાર ગુજારે છે,પણ મારે એક છોકરો છે એના લીધે હું સહન કરું છું

GUJARAT

હું બી.કોમ પાસ યુવતી છું. મારા લગ્નની વાત જે છોકરા સાથે ચાલે છે એ માત્ર દસમી સુધી જ ભણ્યો છે. જો કે એ છોકરો તેમ જ તેના ઘરના બધા લોકો સારા સ્વભાવના છે. તેમને એક શિક્ષિત પુત્રવધુ જોઈએ છે. છોકરો ઓછું ભણ્યો હોવાથી હું મૂંઝવણમાં છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (ભરૂચ)

કોઈ પણ વ્યક્તિની સાચી ઓળખ તેની શૈક્ષણિક યોગ્યતાથી માપી શકાતી નથી. પરંતુ તેનું ચરિત્ર, જીવનશૈલી, તેના ગુણો-અવગુણો, સ્વભાવ વગેરે બાબતોથી મપાય છે. આથી છોકરો ઓછું ભણેલો છે. એ વાત મનમાંથી કાઢી નાખો. મનમાં કોઇ પણ પ્રકારની પૂર્વગ્રંથિ સાથે લગ્ન કરતા નહીં. આ છોકરામાં બીજા બધા ગુણો હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. લગ્નજીવન આડે ભણતર આવશે નહીં. છોકરો સારું કમાતો હોય તો ભણતર ગૌણ છે.

હું ૨૫ વર્ષની પરિણીતા અને એક વર્ષની બાળકીની માતા છું. મારા સાસરિયામાં મારા પર શારીરીક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવે છે. મેં મેળ બેસાડવાના અનેક પ્રયત્નો કર્યા, છતાં સફળ નીવડી નથી. મારાં સાસરિયાં કરિયાવરની લાલચ રાખે છે. શું મને કોઈ મહિલા સંસ્થામાં મારી દીકરી સાથે આશ્રય મળી શકે?

એક યુવતી (સુરત)

તમારી સ્થિતિ જેવી સ્થિતિનો સામનો અનેક મહિલાઓએ કરવો પડે છે, પરંતુ આનાથી ગભરાઈને ગૃહત્યાગ કરવાનું વિચારવામાં સમજદારી નથી. વળી હવે તમે એકલા નથી. તમારા ભવિષ્ય સાથે તમારી દીકરીનું ભાવિ પણ જોડાયેલું છે. ગૃહત્યાગ કરવાથી તમારી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધશે. અત્યારે તો કુટુંબીજનોનો જ તિરસ્કાર સહન કરવો પડે છે, પરંતુ બહાર જે અપમાન અને તિરસ્કાર સહેવા પડશે, તે ઘરના તિરસ્કાર કરતાં વધુ અસહ્ય હશે.

આથી ગૃહત્યાગ કરવાનો વિચાર છોડી દઈને પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો. એક સમય એવો આવશે, જ્યારે તમને લાગશે કે ખરેખર પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. આ સાથે એક વાત એ પણ યાદ રાખો કે તમારા પતિ અને સાસુ-સસરા તમને હેરાન કરવા નહીં, સુખી કરવા માટે લાવ્યાં હતાં. જરા વિચારી જુઓ કે ક્યાંક તમે જ તમારા વર્તનથી એમને નારાજ કરી રહ્યાં હો, એવું તો નથી ને?

મને ઘણીવાર મનમાં એવા પણ વિચાર આવે છે કે પતિ સાથે સંબંધ તોડી નાખું. રોજના ઝઘડાથી બચવા માટે અને બાળકોના ભવિષ્ય વિશે વિચારતા શું આવો નિર્ણય લેવો ઉચિત છે?

Leave a Reply

Your email address will not be published.