મારા પતિ ખૂબ શરમાળ છે. સેક્સ દરમિયાન તેમને થોડા તોફાની બનાવવા મારે શું કરવું જોઈએ?

GUJARAT

પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું, ત્યાં મારી ઓફિસની બાજુમાં એક યુવાન જોબ કરે છે. મને એ ખૂબ ગમે છે અને અમારી વચ્ચે હાય-હલ્લોનો સંબંધ છે. મને જાણવા મળ્યું કે એની સગાઇ થઇ ગઇ છે. એની સગાઇ થઇ ગઇ હોવા છતાં એણે મારી સાથે સંબંધ કેમ વધાર્યો હશે? મારે એને કઇ રીતે ભૂલવો? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમે જો એકપક્ષીય પ્રેમની લાગણીમાં દિલ તૂટવાની લાગણી અનુભવતા હો તો એમાં સૌથી મોટો વાંક તમારો જ છે. એ યુવક તો તમારી સાથે મિત્રતા કરવા જ ઇચ્છતો હતો પણ તમે એની લાગણીને એકપક્ષીય પ્રેમનું સ્વરૂપ આપી દીધું છે. જો એ તમને પસંદ હતો, તો પછી તમારે એની સાથે પહેલાંથી જ કેટલીક બાબતોની જાણકારી મેળવી લેવાની જરૂર હતી.

તમને જ્યારે લાગ્યું કે તમને એ યુવાન ગમવા લાગ્યો છે, એ જ સમયે જો તમે એના વિશે પૂરતી તપાસ કરી લીધી હોત તો અત્યારે તમને જે દુ:ખ થાય છે તે ન થયું હોત.

એ યુવાને કોઇ બદઇરાદાથી તો તમારી સાથે સંબંધ બાંધ્યો નહોતો. તમે એને પૂછ્યું હોત તો પણ જાણ‌ થઇ શકી હોત. હવે તમારે જીવનમાં આગળ વધવું જોઇએ. આ અનુભવ તમારા માટે એક પાઠ સમાન છે અને એના કારણે તમે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરો.

પ્રશ્ન : મારા પતિ ખૂબ શરમાળ છે. સેક્સ દરમિયાન તેમને થોડા તોફાની બનાવવા મારે શું કરવું જોઈએ?

ઉત્તર : આપણને લાગે છે કે સેક્સ દરમિયાન પુરૂષો સ્ત્રીઓ કરતાં વધુ સક્રિય હોય છે, પરંતુ તે જરૂરી નથી. તમારા પતિની જેમ, બીજા ઘણા પુરુષો છે જેઓ તેમના શરમાળ સ્વભાવને કારણે તેમના જીવનસાથીની અપેક્ષાઓ અધૂરી છોડી દે છે. આવા પાર્ટનરને તોફાની બનાવવા માટે, તેને તમારી સેક્સી કૃત્યોથી આકર્ષવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે- સેક્સી નાઈટી અથવા લૅંઝરી પહેરો, સુગંધિત પરફ્યુમનો ઉપયોગ કરો. આ ઉપરાંત, પાર્ટનર સાથે વાતચીત ચાલુ રાખો, તેમને તમારી સેક્સ ઈચ્છાઓ વિશે જણાવો અને તેમની ઈચ્છા જાણવાનો પ્રયાસ કરો. જો તેમના મનમાં કોઈ પ્રકારનો સંકોચ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. જો તે હજુ પણ કામ કરતું નથી, તો પછી મનોવિજ્ઞાની અથવા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published.