મારા પેરેન્ટ્સ મને બોયફ્રેન્ડ સાથે આ હાલતમાં જોઈ ગયા, હું શું કરું?

nation

સવાલ: હું માત્ર 15 વર્ષની છું પણ મારા બોયફ્રેન્ડને અતિશય પ્રેમ કરું છું. જ્યારે મારા માતા-પિતાને એ વાતની ખબર પડી કે હું અને મારો બોયફ્રેન્ડ સાથે સૂઈ જઈએ છે તો તેઓ મારા પર ગુસ્સે થયા અને મને બીજી સ્કૂલમાં મોકલી દીધી. પરંતુ, હવે માતા-પિતાને જણાવ્યા વિના હું ફરી વખત મારા બોયફ્રેન્ડના સંપર્કમાં આવી છું.

અમે રાહ જોઈએ છીએ કે ક્યારે અમારો કોલેજનો અભ્યાસ પૂર્ણ થાય અને અમે સાથે રહેવાનું શરૂ કરીએ. પણ, મારા બોયફ્રેન્ડે થોડા દિવસો પહેલા મને મેસેજ કરીને કહ્યું કે તેના માતા-પિતા એવું ઈચ્છે છે કે હવે અમારે કોઈ પ્રકારનો સંપર્ક રાખવો જોઈએ નહીં. હું ખૂબ નિરાશ થઈ ગઈ છું, મારે શું કરવું જોઈએ, પ્લીઝ મને જણાવશો?

જવાબ: હું સમજી શકું છું કે તારા માતા-પિતા તને બોયફ્રેન્ડ સાથે સૂઈ ગઈ હોય તેવી હાલતમાં જોઈ ગયા છે. તારી સ્કૂલ પણ બદલાવી દીધી છે.હવે તારા બોયફ્રેન્ડના માતા-પિતા પણ તમને બંનેને દૂર રહેવાનું જણાવી રહ્યા છે. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. હું તારી ભાવનાઓ સમજી શકું છું કે તમે બંને સાથે રહેવા માગો છો. પણ, મને એવું લાગે છે કે તમે હજુ સગીર છો માટે તમારે કોલેજ પૂર્ણ થાય ત્યાં સુધી એકબીજાને સમજવાની રાહ જોવી જોઈએ.હાલ તમારે બંનેએ અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ, આ સાથે જ પોતાની જાતને પણ સમય આપો. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો કે જેથી કરિયરને યોગ્ય દિશા મળે.

સવાલઃ મારી ઉંમર 39 વર્ષની છે અને મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે. અમારો એક દીકરો પણ છે. મારી પત્ની 35 વર્ષની છે અને જોવામાં ખૂબ જ એટ્રેક્ટિવ છે.હાલના દિવસોમાં મારી પત્નીને એક વિચિત્ર આદત પડી ગઈ છે. તેણે બોડી મસાજ માટે એક મહિલા રાખી છે. જે અઠવાડિયામાં બે વખત આવે છે. મને નથી માલુમ કે તેની આ હરકત નોર્મલ છે કે નહીં કારણ કે તે ફુલ બોડી મસાજ કરાવે છે, જેમાં તે પોતાના બધા કપડા ઉતારી નાખે છે.આ બધુ જોઈને મને ખૂબ જ અસહજતા અનુભવાય છે. હું શું કરું?

જવાબઃ પત્ની મસાજ લઈ રહી છે તે વાતથી તમારે ખુશ થવું જોઈએ. જલ્દી જ તમારો પાર્ટનર ફિઝિકલી ફિટ અને પહેલાથી વધારે રિલેક્સ્ડ હશે. તમારે પણ મસાજ કરાવવી જોઈએ ત્યારે જ તમે તેના ફાયદા જાણી શકશો.કપડા ઉતારવાનો તમારી ચિંતા ભૂલી જાઓ અને રિલેક્સ રહો.

સવાલઃ હું 35 વર્ષનો છું. મારી પત્ની 32 વર્ષની છે. તે સેક્સમાં વધારે રસ નથી લેતી.તેને આ તરફ કેવી રીતે આકર્ષિત કરું?

જવાબઃ દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ કારણ હોય છે. જેમ તમે જણાવી રહ્યા છો કો તમારી પત્નીને સેક્સમાં વધારે રસ નથી. તેનું પણ કોઈ કારણ હશે. શક્ય છે કે સેક્સ દરમિયાન તમે એવી કોઈ રીત અપવાની રહ્યા હોય જે તેમને પસંદ ન હોય.

ઘણીવાર પુરુષો ફોરપ્લેમાં એટલો સમય નથી આપતા જેટલો તેમને આપવો જોઈએ. સેક્સને એન્જોય કરવાને બદલે ડ્યૂટી સમજીને ખતમ કરવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published.