મારા નજીકના ભાભીને જોઈને હું હસ્તમૈથુન કરું છું પણ હમણાં હું કોલગર્લ જોડ ગયો ત્યારે….જાણો એક યુવાન ની વ્યથા

nation

પ્રશ્ન : મારી ઉંમર 24 વર્ષની છે અને હવે મારા પરિવારજનો લગ્ન માટે સક્રિય બન્યા છે. હાલમાં મારા માટે છોકરાઓ જોવાનું ચાલી રહ્યું છે. મેં લગભગ આઠથી નવ છોકરા જોયા છે પણ મને દરેકમાં કંઈકને કંઈક ખામી દેખાય છે.

હકીકતમાં મારા મનમાં મારા ભાઈનો ખાસ ફ્રેન્ડ વસેલો છે પણ આ વાત પરિવારમાં કહેવાની મારામાં હિંમત નથી. અમે બંને એકબીજાના સંપર્કમાં છીએ પણ હું હજી મારી લાગણી જણાવી નથી શકી. હું તેને સામેથી પ્રપોઝ કરું? જો તે ના પાડી દેશો તો? મારા ભાઈને ખબર પડી જશે તો? મને કંઈ ખબર નથી પડતી. એક યુવતી (સુરત)

ઉત્તર : પ્રેમ કરવો અને એને સંતાડતા ફરવું એ છાશ લેવા જવી અને દોણી સંતાડવા જેવું કહેવાય. મને લાગે છે કે તમે નાહકના મૂંઝાઓ છો. જો તમને રિજેક્શનનો ડર ન હોય તો-તો ‌ચિંતાને બહુ કારણ છે જ નહીં.

તમારી વચ્ચે પહેલેથી દોસ્તી છે અને એ વિશે તમારો ભાઈ જાણે જ છે. ભાઈનો દોસ્ત હોવા છતાં તમે તેની સાથે ક્યારેક વૉટ્સઍપ ચૅટ કરતા આવ્યા છો એ વાત પણ તમારો ભાઈ જાણતો તો હશે જને! તમે ભાઈને ન કીધું હોય અને પેલા દોસ્તે પણ ન કહ્યું હોય તો એનો મતલબ એ થયો કે તે પણ તેના દોસ્તથી છુપાઈને તેની બહેન સાથે દોસ્તી રાખવા માગે છે.

આવા સંજોગોમાં તમે તેને પ્રપોઝ કરો અને તે ના પાડે તોય તે સીધું જઈને ભાઈને ફરિયાદ કરે એવી સંભાવના તો સાવ જ ઓછી. તમે ભાઈને તો ન જ ખબર પડવી જોઈએ એવો આગ્રહ શું કામ રાખો છો? જો તમે તમારા ભાઈને આ વાતની જાણ કરશો તો કદાચ તમને મદદ પણ મળી શકે છે.

પ્રશ્ન : મને દાંતમાં વારંવાર પરૂ થઇ જાય છે અને એના કારણે બહુ દુખાવો થાય છે. મારી આ સમસ્યાનું સમાધાન શું છે? એક મહિલા (વડોદરા)

ઉત્તર : મોટાભાગે દાંતમાં સડો થવાથી દાંતમાં પરૂ થાય છે અને એના કારણે દાંતમાં સતત દુખાવો રહે છે. જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે.

જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે એટલે કે સડો કયા તબક્કામાં છે તેના પ્રમાણે તેની સારવાર થાય છે. જો દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ફિલીંગ દ્વારા કરી શકાય છે પરંતુ જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જરૂરી બને છે. મોટા ભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા બચાવી શકાય છે. જો દાંતના સડાની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ચેપ હાડકાં સુધી પ્રસરી શકે છે જેના કારણે બીજી જટિલ શારીરિક સમસ્યા થઇ શકે છે.

સવાલ: હું 24 વર્ષનો છું અને હું રોજ હસ્તમૈથુન કરું છું, મને મારા નજીકમાં રહેતી એક ભાભીને જોઈને હું એમને યાદ કરીને બાથરૂમમાં હસ્તમૈથુન કરું છું અને એ મને ગમે પણ છે, પણ હમણાં હું એક કોલગગર્લ જોડ ગયો ત્યારે મારાથી કઈ થઇ ના શક્યું અને હું ઉદાસ થઈને પાછો આવ્યો,પણ મને એવું થાય છે કે આવું થયું શું કામ ??
એક યુવક

જવાબ: જો આવું થવાના 2 કારણ હોઈ, એક છે ડર, તમને ત્યાં જવામાં બીક લાગતી હોઈ તો પણ ઘણીબધી વાર આવું થતું જ હોઈ છે, અને બીજું છે ઈચ્છા કેમ કે તમને તમારા ફરિયામાં જે ભાભી ગમે છે એના જોડ જ ઈચ્છા હોઈ તો બીજી કોઈ જોડ ઈચ્છા થવામાં વાર લાગે અથવા ઈચ્છા પણ ના થાય

Leave a Reply

Your email address will not be published.