મારા લગ્ન થવાના છે તો હું કેવી રીતે જાણી શકું કે મારી ભાવિ પત્ની કુંવારી છે?, અમે એકવાર એકાંતમાં કર્યો હતો ટ્રાય

GUJARAT

પ્રશ્ન : હું ૨૦ વર્ષની કુંવારી યુવતી છું. કેટલાક મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે, પરંતુ લાગે છે કે એ પછી મારા જીવનને ગ્રહણ લાગી ગયું છે. મારા પતિનું લિંગ માત્ર બે ઇંચનું છે જે ઉત્તેજના સમયે પાંચ ઇંચ થાય છે. વળી તે કડક પણ થતું નથી. આના કારણે અમે આજ દિવસ સુધી શરીરસંબંધ બાંધી શક્યાં નથી. મારા પતિની ઉંમર ૨૫ વર્ષની છે અમે લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા. આના કારણે તો આ પ્રશ્ન ઉઠયો નથીને? શું તેઓ નપુંસક બની ગયા છે અથવા તેનો ઉપચાર કરી શકાય છે? આવી સ્થિતિમાં મારે છૂટાછેડા લેવા જોઈએ? હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. મને માર્ગ બતાવશો.

ઉત્તર : તમારા પતિ અને તમારી મૂંઝવણ એ જાતીય સંબંધ વિશેની અજ્ઞાાનતા તથા લોકો દ્વારા ફેલાવાયેલી હસ્તમૈથુન વિશેની ગેરસમજનું પરિણામ છે. જે પુરુષ હસ્તમૈથુન કરી શકે છે, જેનું લિંગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે. તેને નપુંસક સમજી લેવો અથવા તેને કારણે લગ્નજીવન શારીરિક સુખથી વંચિત રહે એનાથી વધારે દુ:ખદ ઘટના બીજી કઈ હોઈ શકે? કોઈ ઉપચારની જરૂર નથી. મનમાં વિશ્વાસ પેદા કરવાની જરૂર છે. તમારા પતિને એક સમજુ જીવનસાથીની જરૂર છે જે તેના કુશળ વ્યવહાર તથા જાતીય જ્ઞાાનથી તેનામાં ભરાઈને પડેલી અજ્ઞાાનતાને દૂર કરી શકે. તેની મૂંઝવણ પણ મનોવૈજ્ઞાાનિક છે. જેને તમે ઘટાડવાના બદલે વધારી રહ્યા છો. નપુંસક પુરુષ હસ્તમૈથુન કરવા અસમર્થ હોય છે.

સારી વાત તો એ છે કે તમે બન્ને આ વિષયનાં કોઈ સારાં પુસ્તકો વાંચો જેમાં જાતીય સંબંધ વિશેની સમજણ આપી હોય. આમ છતાં પણ કોઈ મૂંઝવણ પેદા થાય તો કોઈ સારા માનસિક રોગના નિષ્ણાતને મળો. હસ્તમૈથુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો હા, જો એના વિચારમાં અટવાયેલો રહે તો જરૂર મુશ્કેલી ઊભી થઈ શકે છે.

તમારા પતિના પ્રશ્નમાં પણ આવું જ બની રહ્યું છે. તમારે તેને આ માનસિક તાણમાંથી બહાર લાવવાના છે. છૂટાછેડા અંગે વિચારવું એ યોગ્ય નથી.

પ્રશ્ન : હું એક વિદ્યાર્થિની છું અને મારી દૂરની દ્રષ્ટિ નબળી છે તેથી હું ચશ્મા પહેરું છું. ચશ્મા પહેર્યા વગર પણ હું સરળતાથી ૧૦.૧૫ કલાક વાંચી શકું છું, ત્યારે મને માથું પણ નથી દુખતું કે આંખોમાંથી પાણી પણ નથી નીકળતું. નાના કાણામાંથી જોઉં ત્યારે પણ ચશ્મા વિના જ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકું છું. તેમ છતાં કોઈ એવી તબીબી સારવાર પદ્ધતિ દર્શાવો કે જેથી કરીને મારી દ્રષ્ટિ ચોક્કસપણે બરાબર થઈ જાય.

ઉત્તર : તમારા ચશ્માના નંબર પરથી સ્પષ્ટ થાય છે કે તમને એસ્ટિગમેટિજન છે. આ એક સામાન્ય દ્રષ્ટિદોષ છે. તેને ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સની મદદથી દૂર કરી શકાય. કોઈ પણ સારવાર પદ્ધતિમાં કોઈ એવી દવા કે સારવાર પદ્ધતિ નથી કે જેનાથી આ ખામી દૂર થઈ શકે.

લેસરથી જરૂર તે દૂર થઈ શકે, પરંતુ તે પચ્ચીસ વર્ષ પછી જ કરાવવી જોઈએ. આમ પણ તે દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી તથા તેની સો ટકા ખાતરી પણ હોતી નથી.

કોણ કેટલું વાંચે છે, રાત્રે ક્યાં સુધી વાંચે છે તેની દ્રષ્ટિ પર કોઈ અસર પડતી નથી. એ સામાન્ય માન્યતા બિલકુલ ખોટી છે કે વધુ ભણવાથી દ્રષ્ટિ વધારે નબળી પડે છે. જેટલું મન થાય એટલું ભણો અને ખૂબ ભણો.

Leave a Reply

Your email address will not be published.