મારા લગ્ન મારા માતાપિતા બહાર કરાવવા માંગે છે જે મને પસંદ નથી અને હું એ લગ્ન માટે રાજી નથી તો શું કરું

nation Uncategorized

હું ૨૧ વરસની છું. મારે ભણવું છે પરંતુ મારા માતા-પિતા મારા લગ્ન માટે ઉતાવળ કરે છે. લગ્ન પછી મારો અભ્યાસ બંધ થઈ જશે એનો મને ડર લાગે છે. મારા માતા-પિતાને કેવી રીતે સમજાવું એ સમજ પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (સુરત)

આજે ભણતરનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પુરુષ હોય કે સ્ત્રી દરેકે પગભર થવું જરૂરી છે. તમે અભ્યાસ પૂરો કરીને જ લગ્ન કરો એવી મારી સલાહ છે. સાથે સાથે લગ્ન પણ જરૂરી છે. તમે તમારા મમ્મી-પપ્પાને લગ્ન માટે એકાદ-બે વર્ષ રાહ જોવાનું કહો. તેમને ભણતરનું મહત્ત્વ સમજાવો.

આ પછી પણ તેઓ માને નહીં તો લગ્ન પછી તમને અભ્યાસ ચાલુ રાખવા દે એવા યુવક સાથે લગ્ન કરવાની શરત મુકો. લગ્ન માટે ઉમેદવારને મળો ત્યારે પણ તેની સમક્ષ તમારી આ શરત મૂકો. અને જે યુવક અને તેના પરિવારને તમે અભ્યાસ ચાલુ રાખો એનો વાંધો હોય નહીં એની સાથે લગ્ન કરો. આથી તમારી અને તમારા માતા-પિતા બન્નેની મરજી સચવાશે.

હું ૨૨ વરસની છું. મારા માતા-પિતા મારા લગ્ન એક બિન નિવાસી ભારતીય સાથે કરવા માગે છે, પરંતુ આવા યુવકો સાથે લગ્ન કરવાને કારણે છોકરીઓની િંજંદગી બરબાદ થતી હોવાના કિસ્સા સાંભળી મને ડર લાગે છે. શું કરવું એની સમજ પડતી નથી.

એક યુવતી (વલસાડ)

તમારો શક ખોટો નથી. બિન નિવાસી ભારતીય સાથેના લગ્ન પછી વિદેશ ગયેલી યુવતીઓને ખરાબ અનુભવો થયા હોવાના કિસ્સા અવાર-નવાર કાને પડે છે. પરંતુ એ પણ જરૂરી નથી કે બધા જ યુવકો આવા જ હોય છે. આવા કેટલાક કિસ્સાઓ પરથી આવો અનુભવ બાંધી શકાય નહીં. પરંતુ પાણી પહેલા પાળ બાંધઢવી પણ એટલી જ જરૂરી છે. આથી કોઈ વિશ્વસનીય વ્યક્તિ દ્વારા એ યુવક તેમજ તેના પરિવાર વિશે પૂરતી માહિતી મેળવ્યા પછી જ આગળનો નિર્ણય લો.

Leave a Reply

Your email address will not be published.