મારા બોયફ્રેન્ડનું લિંગ નાનું છે એને મોટું કરવા મારે શું કરવું જોઈએ,મને જણાવજો

GUJARAT

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે, જ્યારે મારી પત્નીની ઉંમર ૨૩ વર્ષ છે. તેનું વજન ખૂબ જ ઓછું છે. અમારાં લગ્નને ચાર વર્ષ થઇ ગયાં છે. અમે હવે બાળક રાખવા પ્રયત્નો કરી રહ્યાં છીએ. આ પ્રયત્ન અમે લગભગ ૬ મહિનાથી કરીએ છીએ. છ મહિનાથી નિરોધ વગર જ સેક્સ કરીએ છીએ, પણ બાળક હજી સુધી રહ્યું નથી. મને શંકા છે કે વીર્યસ્ખલન થાય ત્યારબાદ પત્નીની યોનિમાંથી ખૂબ જ પ્રવાહી નીકળે છે, તો શું વીર્ય બધું બહાર આવી જતું હશે એટલે પત્ની પ્રેગ્નન્ટ નથી થતી? મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ : પહેલી વાત એ કે તમે જણાવ્યું કે પત્નીનું વજન ખૂબ જ ઓછું છે, તેની ઉંમર પણ હજી નાની છે. તમે બાળક રાખતાં પહેલાં કોઇ સારા ગાયનેકને મળી લો. અને સૌપ્રથમ ગર્ભ રાખવા કરતાં પત્નીનું થોડું વજન વધે તે માટે માર્ગદર્શન લઇ લો, કેમ કે સાવ ઓછું વજન હોય તો પણ ગર્ભ રહેવામાં તકલીફ થતી હોય છે ને ઘણીવાર એવું બને કે બાળક રહી જાય તો પણ તેમાં કોમ્પ્લિકેશન્સ આવતાં હોય છે, માટે સૌપ્રથમ વજન વધે તે માટેના ઉપાય અજમાવો.

ત્યારબાદ વીર્ય યોનિમાંથી બહાર નીકળી જવાની વાત, તો તમને જણાવું કે યોનિમાં માત્ર એક સૂક્ષ્મ કણ પણ વીર્યનો ગયો હોય તો પણ તેનાથી ગર્ભ રહી જતો હોય છે. અને સેક્સ બાદ બધું જ વીર્ય યોનિમાં અંદર નથી રહેતું, ઘણું ખરું બહાર નીકળી જ જાય છે, માટે ગભરાવવાની કોઇ જ જરૂર નથી. તમે હાલ માત્ર પત્નીની કાળજી લઇ તેનું વજન વધારો. તેમજ કોઇ સારા ગાયનેકને બતાવીને આગળ વધજો.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૪ વર્ષ છે. જ્યારે મારા પ્રેમીની ઉંમર ૨૫ વર્ષ છે. અમે પાંચ વર્ષથી એકબીજા સાથે સંબંધમાં છીએ. અમે થોડા સમય પહેલાં જ પહેલી વાર સેક્સ કર્યું હતું. સેક્સ સમયે આમ તો મજા આવી પણ મારા બોયફ્રેન્ડના લિંગની સાઇઝ ખૂબ જ નાની છે. મારા બોયફ્રેન્ડની લિંગની સાઇઝ મોટી થાય તે માટે શું કરવું જોઇએ? મેં હાલમાં જ પેપરમાં એક દવાની જાહેરખબર જોઇ હતી, તેમાં લિંગ મોટું થાય તે માટેની દવા બતાવી હતી. તો હું જાણી શકું કે શું મારો બોયફ્રેન્ડ તે દવા લઇ શકે? તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ નહીં થાયને? મને ઉત્તર જણાવવા વિનંતિ.

જવાબ : પહેલી વાત જો તમે ખરેખર પ્રેમમાં હોવ અને તમને સેક્સ કરવામાં મજા આવી હોય તો લિંગની સાઇઝ કોઇ મહત્ત્વ નથી રાખતી. બીજી વાત, તમે લગ્ન પહેલાં સેક્સ કર્યું છે, જે ખરેખર જોખમી છે અને ત્રીજી વાત સેક્સ અંગે આવી કોઇપણ જાહેરખબરોનો જો સૌથી મોટો ફાયદો કોઇને થતો હોય તો તે માત્ર અને માત્ર તે કંપનીવાળાને થતો હોય છે, કેમ કે લોકો આવી જાહેરખબરો વાંચીને લલચાઇને તે બધી જ દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતાં હોય છે, પણ તેનું ખાસ પરિણામ નથી મળતું. માટે આવી કોઇ દવા લેવાને બદલે બીજી ઘણી રીત છે જેના વડે સંતોષ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published.