મારા બોયફ્રેન્ડ જોડ સમાગમ મેં કેટલીય વાર માણ્યું પણ હજીપણ અમુકવાર દુખાવો થાય છે

GUJARAT

પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે અને હું એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છું. હું મુંબઇમાં રહું છું જ્યારે મારો બોયફ્રેન્ડ અમદાવાદમાં રહે છે. પહેલાં હું પણ અમદાવાદમાં જ રહેતી હતી પણ હવે અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છીએ.

અમે વારંવાર રૂબરૂ મળી શકતાં નથી. આ કારણે છેલ્લા થોડા સમયથી અમને ચેટ પર જ ઉત્તેજક વાતો કરવાની આદત પડી ગઇ છે. આના કારણે શારીરિક પ્લેઝર તો મળે છે પણ મને લાગે છે કે આ ખોટું છે. શું ખરેખર આ ખોટું છે? એક યુવતી (મુંબઇ)

ઉત્તર : તમારી વયમાં શારીરિક પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને તમે તમારા બોયફ્રેન્ડ સાથે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપથી જોડાયેલાં છો એટલે ચેટમાં આવી વાતો કરો એ ખોટું નથી પણ આ મામલે સતર્કતા રાખવાની જરૂર છે. આવી વાતો ચેટમાં કરવા માટે પાર્ટનર સંપૂર્ણપણે ભરોસાપાત્ર હોય બહુ જરૂરી છે.

જો તમને થોડી પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ. વિચાર કરો કે જો તમારી આવી ચેટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કદાચ તમે શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ શકો છો. તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય અને તમને તેના પર પૂરો વિશ્વાસ હોય તો જ તમે જે આનંદ મેળવો છો એમાં કંઇ ખોટું નથી કરતાં. આની હકારાત્મક વાત એ છે કે આ પ્રકારની ચેટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે.

સવાલ: હું 22 વર્ષની મહિલા છું, અને કોલેજમાં અભ્યાસ કરું છું, છેલ્લા 8 મહિનાથી મારે એક બોયફ્રેન્ડ છે તેના જોડ હું લગભગ 10એકવાર સમાગમ માણી ચુકી છું, પ્રથમ વખતતો મને ખુબજ દુખાવો થયો હતો, પણ થોડોક થોડોક દુખાવો હજૂપણ થાય છે, આ દુખાવો ના થાય એ માટે હું શું કરું.
એક યુવતી અમદાવાદ

જવાબ: સમાગમ દરમિયાન થોડુંક દુખવું એ સ્વાભાવિક છે અને એવો દુખાવો તો રહેવાનો, એના ઘણા બધા કારણ હોઈ છે,યોનિમાં ચીકાશ પેદા ના થાય કે યોની સંકુચિત થઈ જાય, પણ સમાગમ પેહલા જો તમે થોડીવાર ફોરપ્લે કરો તો પણ આ બધામાં સારી એવી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published.