મારા ભાઈ મેરેજ કરવા માટે સોનગાંચીથી ભાભી લાવ્યા પણ એ તો વેશ્યા નીકળી,અને હવે ઘરમાં પણ

nation

રામ ગલ્લી માં ૩૩ વરસ ના વિમલ ભાઈ માતા પિતા ને ભાઈ બહેન સાથે રહે , આમ મૂળ તો વીમા દલાલ પણ પોતાની આવડત થી બીજા નાના મોટા કામ કરી દસ પંદર હજાર એક્સટ્રા કમાઈ લેતા ! જે સામે મળે તેને વીમા ની અલગ અલગ સ્કીમ સમજાવવા ઉભા રાખી દે, પાછી કળા એવી કે સામે વાળો ગમે તેવા વલખા મારે પણ પુરી સ્કીમ સમજાવ્યા વગર છટકવા ન દે, એમ એના થી છૂટવા બે ત્રણ વ્યક્તિ એકાદ પોલિસી લયી લે એમ વીમા નું કામ ચાલ્યા કરે!

ઊંચા, પાતળા અને ગોરા વિમલ ભાઈ દૂર થી સરસ લાગે ને નજીક થી જોઈ ને કોઈ છોકરી હા ન પાડે ! તારક મહેતા એ જાણે વિમલ ભાઈ ને જોઈ ને જ પોપટલાલ નું પાત્ર ઘડયું હશે. આંઠ વરસ થી દર રવિવારે છોકરીયો જોવાનું જાણે રૂટિન થયી ગયું હતું. ફાંકડું અંગ્રેજી બોલે, લેટેસ્ટ હીરો જેવી હેર સ્ટાયલ રાખે, માં બાપ નું ધ્યાન રાખે ભાઈ બેન ને સાચવે, રોજ રાતે શેરી ના રખડતા કુતરાઓ ને ટોપ ભરી ને દૂધ બિસ્કિટ ખવડાવે એ પછી જ પોતે જમે , આટઆટલા ગુણ હોવા છતાં કોઈ છોકરી હા ન પાડે.

વિમલ ભાઈને દર રવિવારે નિરાશા સાંપડતી, ફરી એક રવિવારે છોકરી જોવા જવાનું નક્કી થયું, સમયના ચોક્કસ વિમલભાઈ દસ મિનિટ વહેલા પહોંચી ગયા , સમય ના પાબંદ અને ફાંકડા અંગ્રેજી થી વિમલ ભાઈ એ પહેલી પાંચ મિનિટ માં જ છોકરી ને ઈમ્પ્રેસ કરી દીધી, વાતચિત આગળ વધે તે પહેલા વિમલ ભાઈના માતુશ્રી નો ફોન આવ્યો, એમની સાથે દસ પંદર મિનિટ વાત ચાલી ને પછી પાછા છોકરી સાથે વાર્તાલાપ માં લાગ્યા. પોતે કેટલા માતૃ ભક્ત છે તે છોકરી ને જણાવ્યું, પોતાની નાની માં ના સ્ટ્રગલ થી લઇ ને પોતાના નાના ભાઈબંધની કપરી જીવન યાત્રા સંભળાવી દીધી ! છોકરી એ ઘરે જઈ ને એના પપ્પાને કીધું આવા માવડીયા અને બોરિંગ છોકરા સાથે લગન નથી કરવા !

ફરી એક રવિવાર ! ફરી એક છોકરી સાથે મિટિંગ ગોઠવાણી ! બ્લુ શર્ટ અને બ્લક પેન્ટ અને મઘમઘતું પરફયુમ થી સજી વિમલ ભાઈ ઉપાડયા! વીમાની અલગ અલગ પોલિસી તેના ફાયદા વિષે છોકરીને બધું બરાબર સમજાવી આવ્યા! ક્યારેક કોઈ છોકરી સાથે ધામક વાતો તો ક્યારેક પોતે કેટલી સ્ટ્રગલ વાળી બોરિંગ લાઈફ જીવે છે તે કહી આવતા અને વિમલ ભાઈ નું ક્યાંય જામતું નહિ. ધીરે ધીરે વિમલ ભાઈ માવડીયા અને બોરિંગ તરીકે પ્રખ્યાત થયી ગયા! હવે તો તેનું નામ સાંભળીને જ છોકરીઓ ના પડી દેતી. ‘વીમાલિયા ક્યારનો છોકરી જોવે છે , હાજી તને કોઈએ હા ના પડી ?’મિત્ર એ પૂછયું.’ના એવું નથી મને કોઈ છોકરી જામતી નથી, સમજદાર અને પરિવાર ને સાથે લઈ ને ચાલે એવી છોકરીઓ છે જ ક્યાં ??

વિમલભાઈ એ પોતાની ટંગડી ઊંચી રાખી ! આમ તો વિમલ ભાઈ હોશિયાર ખરા, પોતાનું માન રહે અને રિજેક્ટ નથી થતા એ બતાવવા એક ગતકડું ગોતી કાઢયું ‘મને જ્યોતિષે કીધું છે કે જે છોકરી એ તેં જે રંગ ના કપડાં પહેર્યાહોય એજ રંગ ના કપડાં પહેરી ને આવે અથવા તો, તે રંગ નું પર્સ, રૂમાલ ચપ્પલ કે બીજી કોઈ પણ વસ્તુ એ રંગ ની તેની પાસે હોય તેજ છોકરી સાથે લગ્ન કરવાના! મિત્રો ને તો આવું સમજાવી દીધું પણ મનોમન વિમલ ભાઈ ને પણ પોતાનું ક્યારે ગોઠવાશે એની ચિંતા રહેતી ! પોતાની વ્યથા કોઈ ને કહી ન શકે એટલે રાતે કુતરાઓ ને ખવડાવવા જાય ત્યારે પોતાની એક ફેવરિટ કુતરી સાથે વાતો કરે, એકદમ કાળી આ કુતરીનું નામ તેણે પ્રેમ થી સોનિયા પાડયું હતું. સોનુ કહી ને બોલાવે ત્યારે એ કુતરી દોડી દોડી વિમલ ભાઈ પાસે પોચી જાતિ. સોનિયા માટે તેને વિશેષ લાગણી હતી, બિચારી લંગડી હતી એટલે વિમલ ભાઈ તેનું વધારે જ ધ્યાન રાખતા, મૂક જાનવર ને પણ સમજાતું કે જ્યાં બધાં પથ્થર મારતાં અને પગ નહોતો એટલે પજવતા ત્યાં આ એક જ માણસ તેને પ્રેમ થી બોલાવતો અને ખવડાવતો !

ઘણા રવિવાર કોરા ગયા, ક્યાંય થી કોઈ વાત આવતી નોતી , પોતે સામે થી કહેવડાવતા તો ના આવી જતી ! પછી ઘણા વખતે એક વાત આવી, ‘માંડ એક વાત આવી છે, હવે ઉમર વધતી જાય છે એટલે છોકરી ગમે તેવી હોય વાત પાક્કી કરી નેજ આવજે, હવે તો કોઈ છોકરી તને હા પડે પછીજ ઘરમાં દાખલ થવા દઈશ ‘બા એ સહેજ અકળામણ થી કહ્યું .બા નો શબ્દ એટલે ભગવાન નો આદેશ ! બા ની વાત વિમલ ભાઈ ઊથાપેજ નહિ ! પણ આ પોતાના હાથ ની વાત નોહતી !

શનિવારની સાંજ થીજ વિમલ ભાઈ નર્વસ થયી ગયા, જાણે વરસ ની ૧૨ પોલિસી ન થયી હોય અને એજંસી કેન્સલ થવાની હોય એવા નર્વસ થયી ગયા! ગણિતનો એકાદ દાખલો બહુ મહેનતે પણ સોલ્વ ના થતો હોય અને ટીચર જાડી ફૂટપટ્ટી લઈ ને દાખલો તપાસવા આવે ત્યારે વિદ્યાર્થીની જે હાલત હોય તેવી હાલત વિમલ ભાઈ ની હતી ! સવારે બે ચાર વાર વાશરૂમ ના આંટા મારવા પડયા , એનો ભાઈ સમજી ગયો કે ભાઈ નર્વસ છે , તે તેની પાસે ગયો ‘મોટા ભાઈ ડરો નહિ , હું કહું એમ કરો, માતૃભક્ત હોવું ખરાબ નથી પણ માવડીયા ચીતરાય જવું ખોટું છે ! બા બાપુજી, અમારી કે પોલિસી કે ધામક કોઈ વાતો ના કરતા ‘ ના ના ભાઈ એ સલાહ આપી ! ‘લે એવી વાત ન કરું તો બીજી શું વાત કરું ? ‘ ઓહો મોટા ભાઈ છોકરી જોવા જઈ એ ત્યારે તમને કેવી ફિલ્મો ગમે તમારા શોખ, જીવન પ્રત્યે નો અભિગમ , જીવન ના સપના, જીવન માં પત્નીનું સ્થાન આવી બધી વાતો કરજો, જો જો આ વખતે છોકરી ના નહિ જ પાડે !’ ભાઈ એ વિમલ ભાઈ ને એકદમ તૈયાર કરી ને મોકલ્યા !

ગોખેલો વિદ્યાર્થી ની જેમ કઈ ભૂલી ન જવાય ને ઊંધુંચતું ન થયી જાય એને માટે આખે રસ્તે ગોખેલું બોલતા બોલતા વિદ્યાર્થી નિશાળે પહોંચે એમ વિમલભાઈ આખે રસ્તે ફિલ્મો, સપના, જીવન માં પત્ની નું સ્થાન એવું બધું યાદ કરતા કરતા નક્કી કરેલી જગ્યા એ પહોંચ્યા. પોતાના લગ્ન થશે કે નહિ એના કરતા વધારે ફિકર બા નારાજ ન થયી જાય એની હતી!

દર વખત ની જેમ ફાંકડું અંગ્રેજી અને ી દાક્ષણ્ય બતાવી પહેલો તબ્બકો આસાની થી પાર કરી ગયા. અસ્સલ નર્વસનેસ હવે ચાલુ થઇ કારણ કે વિમલ ભાઈ ને ખબર હતી કે પહેલા તબ્બકા માં તેમને વાંધોે નથી જ આવતો, અસ્સલ પરીક્ષા હવે પછી ની હોઈ છે ! વિમલ ભાઈ નું પ્રેસર બહુ વધી ગયું, હવે તેમને ગમે તેમ કરી પ્રેસર રિલીઝ કરવું હતું ! એટલે આમતેમ થયા અને એક બાજુ થી થોડા ઊંચા થયી રિલીઝ કરી નાખ્યું, નિરાંત થઇ કે કોઈ અવાજ ન આવ્યો અને શાંતિ થી કામ પતિ ગયું! થોડી વાર થઇ ત્યાં અવાજ આવ્યો, છોકરી સમજી ગયી કે અવાજ શેનો આવ્યો ! વિમલ ભાઈ ને થયું જેની સાથે લગ્ન કરવા ના હોય અને આખી જિંદગી કાઢવાની હોય એને બધુંજ સાચું કહી દેવું જોઈએ, કાંઈ છુપાવવા નું નહિ ! અને વિમલ ભાઈએ ક્યારે કેટલા દિવસે કેટલી વાર થાય બધું કહી દીધું !

ઘરે જઈ ને છોકરી એ બધી વાત કરી ‘ આવી વાત માટે છોકરા ને ના ન પડાય , આવું બધુંં તો બધાનું ચાલ્યા કરતુ હોય, એમાં સુ છે સામે આપણે પણ કરી લેવાય !

Leave a Reply

Your email address will not be published.