હું ૨૬ વર્ષની તરુણી છું, હું જ્યારે બાર વર્ષની હતી ત્યારે વિચારતી હતી કે અત્યારે સ્તનનો વિકાસ ન થાય તેથી દીવાલને ચોંટીને ઊભી રહી જતી હતી અથવા તો તેને મસળતી રહેતી હતી, પરંતુ હવે સ્તનના આકારમાં વિકાસ થાય તેવું ઈચ્છું છું અને સુંદર દેખાવા માગું છું ત્યારે તેમાં વિકાસ થતો નથી. મને મારા કાર્ય પર ખૂબ પસ્તાવો થાય છે. શું સ્તનના વિકાસ માટેનો કોઈ ઉપાય નથી કે જેથી કરીને ફરીથી સ્તનમાં વૃધ્ધિ થાય?
– એક યુવતી (ગાંધીનગર)
કિશોરાવસ્થામાં શરીરના વિકાસ સાથે કેટલાક ફેરાફારો થાય છે. એ માટે મનમાં જિજ્ઞાાસા, કુતુહલ ઊપજે છે અને તે વર્તનમાં પણ જોવા મળે છે. તમારો વ્યવહાર અને વર્તન કંઈક એ પ્રકારનું જ હતું.ત હવે તેના માટે કોઈ પ્રશ્ચાતાપ કરવાની કે મનમાં મૂંઝવણ રાખવાની જરૂર નથી. સ્તનનો વિકાસ એ એક કુદરતી ક્રમ છે. તેની પર કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ અસર પડવાની નથી. સામાન્ય શારીરીક વિકાસની સાથે સાથે આવનાર સમયગાળામાં સ્તન પણ પોેતાની રીતે જ વિકસિત થવા લાગશે.
હું ૨૫ વર્ષની છું તથા થોડા જ મહિનાઓમાં મારાંલગ્ન પણ થવાનાં છે. હું લગ્નના પ્રથમ વર્ષમાંસંતાન ઈચ્છતી નથી. જાણવા માગું છું કે તેના માટે મારે ગર્ભનિરોધક ગોળી ક્યારથી લેવી પડે, કઈ બ્રાન્ડ સૌથી વધુ યોગ્ય ગણાય અને તે મારે ક્યારથી શરૂ કરવી પડે, લગ્ન પહેલાં કે પછી? ક્યારેક ગોળી લેવાનું ભૂલાઈ જાય તો શું કરવું જોઈએ? તે લેવાથી કોઈ આડઅસર તો નહીં થાય?
– એક યુવતી (વડોદરા)
ગર્ભનિરોધક ગોળી શરૂ કરતાં પહેલાં તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો એ વધુ ઈચ્છનીય છે. આ અગાઉ ક્યારેય માથાનો દુખાવો થયો હોય, હૃદયરોગનો હુમલો આવ્યો હોય, પગની નસો ફૂલી ગઈ હોય, (રક્તદબાણ) (બી.પી.) વધી ગયું હોય, શ્વાસ ચડતો હોય, છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, સ્તનમાં કોઈ ગાંઠ હોય અથવા પગમાં સોજો હોય કે પછી કમળો થયો હોય ત્યારે ડોેક્ટરપૂરતી શારીરિક તપાસ કર્યા પછી જ નક્કી કરે છે કે ગર્ભનિરોધક ગોળી લેવી તે તંદુરસ્તી માટે હિતાવહ છે કે નહીં.
બજારમાં આ ગોળીઓ ઘણી બધી બ્રાન્ડની મળી રહે છે. માસિક શરૂ થયાના પાંચમા દિવસથી તે શરૂ કરવામાં આવે છે અને પછી એકવીસ દિવસ સુધી તે દરરોજ લેવાની હોય છે. ત્યારબાદ સાત દિવસ સુધી રોજ લોહતત્ત્વયુક્ત ગોળીઓ લેવાની હોય છે. આ દરમિયાન માસિક આવવાનું શરૂ થઈ જાય છે અને પછીથી આ જ ક્રમમાં બીજું પેકેટ શરૂ કરી દેવાનું હોય છે. ગર્ભનિરોધક ગોેળીઓ, લગ્નના દિવસ પહેલાંના માસિકના પાંચમા દિવસથી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને તમે શરૂઆતમાં જ સલામત રહી શકો. વચ્ચે ગોળી લેવાનું ભૂલી ન જવાય તેનું ધ્યાન રાખવું, પરંતુ તે લેવાની ભૂલી જવાય તો યાદ આવે કે તરત જ ગોળી લઈ લેવી. ત્યાર પછી પહેલાંની જેમ જ ગોેળીઓ લેતા રહેવી. આ દરમિયાન ગોળી લેવામાં જો બાર કલાકથી વધુ સમય વીતી જાય તો ગોળીઓ લેતા રહેવાની, પરંતુ એક અઠવાડિયા સુધી ગર્ભ સુરક્ષા માટે અન્ય કોઈ ગર્ભનિરોધક સાધનોનો પણ ઉપયોગ કરવો.
ગર્ભનિરોધક ગોળીની આડઅસરરૂપે સ્તનમાં ભારેપણું તથા હળવો દુખાવો ઉત્પન્ન થઈ શકે છે, વજન વધી શકે છે, માઈગ્રેનના હુમલાઓ આવી શકે છે તથા ઋતુસ્ત્રાવ સિવાય શરૂઆતના થોડાક માસિકચક્રોમાં થોડું બ્લડીંગ થાય એવું બની શકે, રંતુ આ આડઅસરો અમુક સ્ત્રીઓમાં જ જોવા મળે છે. ગોેળીઓ લાંબો સમય લગાતાર લેવાથી લોહીના દબાણ પર, લોહીમાંના કોલેસ્ટ્રોલ પર તથા બ્લડશૂગર પર પ્રતિકૂળ અસર પડે છે.
કોઈ ખાસ કારણ ન હોય, ત્યાં સુધી નવપરિણીત દંપતી માટે, પ્રથમ બાળક ટાળવા માટે ગર્ભનિરોધક ગોળીઓ સૌથી સારો ઉપાય છે. તેની વિશ્વસનીયતા લગભગ સો ટકા છે અને તે જાતીય સુખમાં પણ કોઈ રીતે અડચણ પેદા કરતી નથી.
મારા ભાભીનો વ્યવહાર પણ મારી સાથે સારો નથી. જો હું તેમની ઇચ્છા નહીં સ્વીકારું તો તે મને હેરાન કરશે. મને સમજાતું નથી કે શું કરું?
એક યુવતી (સૂરત)
તમે તમારાં ભાઇ-ભાભીના આશ્રિત છો અને તેઓ તમારાં લગ્ન કરી દેવાં ઇચ્છે છે, તો તમારે તેમની ઇચ્છાનો સ્વીકાર કરી લેવો જોઇએ. તમારી પાસે આ સિવાય બીજો કશો વિકલ્પ પણ નથી, કારણ કે તમે વિચારો છો કે જો તમે તેમની વાત ન માની તો તેમનો ખાસ તો તમારાં ભાભીનો વ્યવહાર તમારા પ્રત્યે વધુ આક્રોશવાળો થશે.
તમારી ઇચ્છા આગળ અભ્યાસ કરવાની છે તો તમે લગ્ન પછી પણ તે ઇચ્છા પૂરી કરી શકો છો. તમારી ઉંમર ઘણી નાની છે, એટલે તમારે થોડાં વર્ષો બાળકના જન્મથી દૂર રહેવું જોઇએ. આથી, જ્યારે તમે તમારું ભણવાનું પૂરું કરશો ત્યારે માતૃત્વની જવાબદારી નિભાવવા માટે પણ તૈયાર થઇ જશો.