મંગેતર સાથે સેક્સ કરતાં જૂના અનુભવના કારણે ડર લાગે છે

GUJARAT

પ્રશ્નઃ મારી ઉંમર 31 વર્ષ છે, મારાં લગ્ન થોડા સમયમાં થવાનાં છે. જોકે આ પહેલાં મારાં એક વાર લગ્ન થઇ ચૂક્યાં છે, પહેલા લગ્નમાં સમસ્યા હોવાથી મેં ડિવોર્સ લીધા હતા, તે પછી આ બીજાં લગ્ન કરવાનાં છે. પહેલા લગ્નમાં મને શારીરિક રીતે ઘણી હેરાનગતિ અનુભવાઈ છે.

તે વ્યક્તિ મારી સાથે ખૂબ બળજબરી કરતો, મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો, મને તે સમયે ઘણો સ્ટ્રેસ અનુભવવો પડ્યો હતો, હવે જેની સાથે મારાં લગ્ન થવાનાં છે તે ખૂબ કેરિંગ છે. અમે એકબીજાને ઘણી સારી રીતે જાણીએ છીએ, તે મારા વિશે બધું જ જાણે છે, તેનાં પણ એક વાર લગ્ન તૂટી ગયાં છે. મારો પ્રશ્ન એ છે કે અમે હજી સુધી એક પણ વાર સેક્સ નથી કર્યું.

અલબત્ત, ટ્રાય ઘણી વાર કરી છે, પણ મારો મંગેતર મારી નજીક આવે ત્યારે મને જૂના અનુભવો યાદ આવે છે, પરિણામે હું ડરી જાઉં છું. મને પરસેવો વળવા લાગે છે. મારી આવી હાલત જોઇને તે આગળ નથી વધતો. મને ભૂતકાળમાં ખરાબ અનુભવ થયા છે તે વાત તે જાણે છે અને સમજે છે, પણ આવું ક્યાં સુધી એ ચલાવશે? આવું થતું રહેશે તો તે પણ મને એક વાર મૂકીને ચાલ્યો જશે. મને કોઈ ઉપાય બતાવશો

જવાબઃ તમારી ચિંતા વાજબી છે. અલબત્ત, સમજુ વ્યક્તિ એ રીતે સાથ છોડીને ન જાય. તેમ છતાં તેની પણ પોતાની અમુક આશા હોય, વળી શારીરિક નિકટતા એ પાયાની જરૂરિયાત છે. તેને અવગણવી તો ન જ જોઇએ.

તમારી સમસ્યાનું નિવારણ તમારે જાતે જ લાવવું પડશે. તમારો પાર્ટનર તમને સપોર્ટ કરે છે, સમય આપે છે, પ્રેમ આપે છે, એ બધાં પછી તમારી અંદરનો ડર તો તમારે જાતે જ દૂર કરવો પડશે. આ માટે તમારે તમારા ભૂતકાળને ભૂલવો પડશે. જો તે ભૂલશો તો જ આગળ વધી શકશો.

Leave a Reply

Your email address will not be published.