લગ્ન સમયે વર, વધૂને મંગળસૂત્ર પહેરાવે છે. આ વિધિ વગર લગ્નને અધૂરા ગણવામાં આવે છે. જ્યોતિષના પ્રમાણે મંગળસૂત્ર મંગળકારક હોય છે. સૌભાગ્યવતી મહિલાઓ માટે મંગળસૂત્ર સૌભાગ્યની નિશાની હોય છે.
આજે અમે મંગળસૂત્રથી જોડાયેલ કેટલાક એવા રહસ્ય બતાવવા જઇ રહ્યાં છીએ તે ભૂલ તમે કરી રહ્યાં હોય તો સુધારી લેજો, જો તમે આ રીતે મંગલસૂત્ર પહેરી રહ્યાં છો તો એ ટેવ બદલી નાખો. નહીતો તમારું સૌભાગ્ય મુશ્કેલીમાં પડી શકે છે.
મંગળસૂત્ર પહેરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન
– સ્ત્રી લગ્નમાં મંગળસૂત્ર પહેરે છે ત્યાર બાદ તેને ઉતારવું જોઇએ નહી. જો કોઇ કારણે ઉતારવાની જરૂર પડે તો ગળામાં કાળો દોરો પહેરવો જોઇએ.
– કોઇ પણ સ્ત્રીએ અન્ય સ્ત્રીનું મંગળસૂત્ર પહેરવું જોઇએ નહી. તેનાથી પતિની ઉંમર ઓછી થાય છે.
– જે સ્ત્રીઓ મંગળસૂત્ર ધારણ કરે છે તેમના સૌભાગ્યને લાંબી ઉંમર મળે છે. તથા તેના પતિને ખરાબ નજરથી રક્ષા પણ કરે છે.
– મંગળસૂત્રમાં કાળામોતી હોય છે. તેમજ હંમેશા મંગળસૂત્ર એવું જ પહેરવું જેમાં કાળામોતી હોય તે જ પતિને ખરાબ નજરથી બચાવે છે.
– મંગળસૂત્રમાં સોનું હોવું જરૂરી છે. કારણ કે સોનું ગુરુના પ્રભાવને ઓછુ કરે છે અને લગ્નજીવનમાં સુખ તેમજ ઊર્જા આપે છે. સુખી જીવન માટે મંગળસૂત્ર શુદ્ધ સોનાનું હોવું જોઇએ.