મંગળનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ મંગળકારી બને છે

GUJARAT

સેપાપતિ ગ્રહ મંગળ વૃશ્ચિક રાશિમાં સ્વગૃહી અને મંગળકારી બને છે. જ્યારે કમાન્ડર એટલે કે સેનાપતિ સત્તામાં આવે એટલે સ્વાભાવિક જ છે કે યુદ્ધનાં સાધનોમાં રોકાણ વધે. રાજકીય ક્ષેત્રે મોટા બદલાવ આવે.

તારીખ 5 ડિસેમ્બરના રોજ સૃષ્ટિના સેનાપતિ મંગળ વૃિૃક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિ એ મંગળ ગ્રહની પોતાની રાશિ છે. આમ, મંગળ વૃશ્ચિક રાશિમાં સ્વગૃહી અને મંગળકારી બને છે. જ્યારે કમાન્ડર એટલે કે સેનાપતિ સત્તામાં આવે એટલે સ્વાભાવિક જ છે કે યુદ્ધનાં સાધનોમાં રોકાણ વધે. રાજકીય ક્ષેત્રે મોટા બદલાવ આવે. જોશ-જુસ્સાના કારક એવા મંગળ દેવનું વૃિૃક રાશિમાં ભ્રમણ દરેક રાશિ પર કેવી અસરો કરશે એ વિશે વધુ વિગતવાર જાણીએઃ

મેષ રાશિ

મંગળ આપના આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે અગિયારમા, બીજા તથા ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. આઠમું સ્થાન ગુપ્ત વિદ્યાનું સ્થાન છે. મોટા મોટા આધ્યાત્મિક ગુરુઓના આઠમા સ્થાનમાં અગમનિગમ યોગો બનતા જોયા છે. આ ભ્રમણ આપને આધ્યાત્મિક ક્ષેત્રે આહ્લાદક અનુભવ કરાવે. ખાસ કરીને ગતિને કારણે અકસ્માત ન સર્જાય તેનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને મંગળ સાતમા સ્થાને ભ્રમણ કરશે જે પાર્ટનર તથા લાઈફ્ પાર્ટનર સાથે મતભેદ ઊભા કરી શકે છે. પોતાના વ્યવહાર પર નિયંત્રણ રાખવા તથા શબ્દો ચાળીને બોલવાનું યથાર્થ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને મંગળ છઠ્ઠા સ્થાને ભ્રમણ કરશે જેથી નોકરીના ક્ષેત્રે આપ નવા જુસ્સાનો અનુભવ કરો. કોર્ટ-કચેરીના કેસોનો ઝડપથી ઉકેલ આવે તથા મોસાળ પક્ષ તરફ્થી તમને સારા સમાચાર મળે.

કર્ક રાશિ

મંગળ ગ્રહ આપના પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે, તેથી જો તમે કોઈ પરીક્ષા આપી હોય તો તેનું સારું પરિણામ આવવાના યોગ બને. મિત્રો સાથે સંબંધ સુધરે અને મિત્રતા વધુ ગાઢ બને.

સિંહ રાશિ

ચોથે મંગળ આપના માતા સાથેના બગડેલા સંબંધ સુધારે. આપને જમીન-મકાન-પ્રોપર્ટીની કોઈ ડીલથી ફયદો થાય કે આ મિલકતનું યોગ્ય નિરાકરણ આવે. નવા ઘરના નિર્માણ અથવા ગૃહપ્રવેશના પ્રસંગ બને.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને મંગળ ત્રીજા સ્થાને ભ્રમણ કરવાથી નાના ભાઈઓ સાથેના સંબંધો સુધરે. તેમની મદદ મળી રહેતા રાહત અનુભવાય. તમારા પરાક્રમમાં વધારો થાય. આપ નવું સાહસ કરવા પ્રેરાવ. આ નવા સાહસથી તમને લાભ પણ થાય.

તુલા

તુલા રાશિના જાતકોને બીજે મંગળ ભ્રમણ કરવાથી કુટુંબીજનો સાથે આપનો મેળ-મેળાપ વધે. કુટુંબ તરફ્થી સારા સમાચાર તથા માંગલિક પ્રસંગના યોગ બને. મુશ્કેલીમાં ફસાયા હશો તો કુટુંબીજનોની મદદથી બહાર નીકળી શકશો તે નક્કી છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને મંગળ પ્રથમ સ્થાનમાં ભ્રમણ કરતો હોવાથી આપ જુવાની અને જોશનો અનુભવ કરો. આ જુસ્સો આપને ગુસ્સો ન અપાવે તેનું ખાસ ધ્યાન રાખવું. મંગળ ગ્રહ પિત્તનો કારક હોવાથી શરીરમાં પિત્ત ન વધે તેનું પણ ધ્યાન રાખવું. પિત્ત વધે તો યોગ્ય ઈલાજ સમયસર હાથ ધરવો.

ધન રાશિ

બારમે મંગળ ધન રાશિના જાતકો માટે ખર્ચા વધારવાનું કામ કરશે. આવકની સામે ખર્ચ પણ વધશે. આપ નવાં સાહસ, યાત્રા તથા કોઈ નવી વસ્તુ માટે ખર્ચ કરો તેવા યોગ બને છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને મંગળ ગ્રહ અગિયારમે આવક વધારવાનું કામ કરશે. મોટાં ભાઈ-બહેનોથી ધાર્યો લાભ થાય.

કુંભ રાશિ

દસમે મંગળ કાર્યક્ષેત્રે નામના અપાવવામાં મદદ કરશે. ત્યાં આપનું સન્માન થાય તેવા યોગ બની રહ્યા છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોને નવમા ભાગ્ય તથા ધર્મના સ્થાનમાં ભ્રમણ કરશે જે ભાગ્યમાં વૃદ્ધિ કરે. અટકેલાં કામો પૂરાં થાય તથા કોઈ ધાર્મિક વડાને મળવાનો લાભ મળે.

ખાસ ટીપ

નાના ભાઈને પ્રેમ આપવાથી જાતક પર મંગળ દેવની કૃપા થાય છે.

Leave a Reply

Your email address will not be published.