મને સેક્સનો કોઈ અનુભવ નથી, ગર્લફ્રેન્ડને હું કઈ રીતે ખુશ કરી શકું?

GUJARAT

સવાલઃ હું 21 વર્ષનો છું અને 23 વર્ષની એક યુવતીને ડેટ કરી રહ્યો છું. મને તો સેક્સ વિશે કોઈ જ અનુભવ નથી પરંતુ તે યુવતી આ મામલે ખૂબ જ અનુભવી છે. તે ઈચ્છે છે કે હું મારી આંગળીઓ તેના શરીર પર ફેરવું પરંતુ જ્યારે પણ હું આવું કહું છું ત્યારે તે કહે છે કે મને ખબર જ નથી પડતી કે તું શું કરી રહ્યો છે? મહેરબાની કરી મને કોઈ એવી રીત બતાવો જેથી હું તેના અનુભવને ઉત્તમ બનાવી શકું

જવાબઃ જો તમે કિશોરાવસ્થામાં કોઈ રીતનું સેક્સ એજ્યુકેશન મેળવ્યું નથી તો સેક્સ્યુઅલ રિલેશનશિપ્સ વિશે જાણો અને તેમના વિશે વાંચવાનું શરુ કરો.એક પુસ્તક જે તમે વાંચી શકો છો તે છે ઈટ્સ નોર્મલ. પોતાને ઉત્તમ બનાવવાની અનેક રીત છે. આ રીતના પુસ્તકો તમે વાંચી શકો છો અથવા તો પછી કોઈ સેક્સોલોજીસ્ટની મદદ પણ લઈ શકો છો.

 

સવાલઃ હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે. અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે.આ જ કારણ છે કે તેની સાથે સેક્સ માણવાનું મન નથી થતું. પતિને દૂર રાખવા હું શું કરું?

જવાબઃ તમારી સમસ્યા વિશે બધું જાણવા માટે એ જાણવું જરુરી છે કે તમારા પતિ કઈ રીતનો અપમાનજનક વ્યવહાર કરે છે અને તમારી સાથે કેવો અત્યાચાર કરે છે. આવું કરવા પાછળ તેમનું કારણ શું છે. જો આ દરેક વાતો જાણ્યા પછી પણ તમારી વાતનું સમાધાન ન થાય અને તમે લગ્નજીવન બચાવવા ઈચ્છતા હોવ તો તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *