મને વારંવાર હું મારા EX જોડ સમાગમ માણતી હોવ એવા સપના આવ્યા કરે છે,આ પ્રકારના સપનાને લીધી મને ચિંતા થાય છે. શું મને કોઇ માનસિક સમસ્યા હશે?

nation

પ્રશ્ન : હું 27 વર્ષની પ્રોફેશનલ યુવતી છું. મારા પિતા તેના એક મિત્રના દીકરા સાથે મારા એરેન્જ્ડ મેરેજ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. હાલમાં અમારી મુલાકાત પણ ગોઠવવામાં આ‌વી હતી. આ મુલાકાતમાં યુવકે જણાવ્યું છે કે તે સગાઇ કરતા પહેલાં પ્રોફેશનલ પાસે જઇને મારી સાથે પ્રી-મેરેજ કાઉન્સેલિંગનાં સેશન્સ લેવા ઇચ્છે છે. મને તેની આ ડિમાન્ડ બહુ વિચિત્ર લાગી છે. શું આ યોગ્ય છે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારી મૂંઝવણ સમજી શકાય એવી છે કારણ કે આ કંઇક અલગ ડિમાન્ડ છે. પ્રી-મેરેજ કાઉન્સેલિંગનો કોન્સેપ્ટ થોડો નવો છે પણ થોડા સમયથી ધીમે ધીમે લગ્ન પહેલાં જ કાઉન્સેલિંગ કરાવવાનું ચલણ વધતું ચાલ્યું છે કારણ કે એ વ્યક્તિને સારી રીતે સમજવામાં મદદ કરે છે. ઘણી વખત ભાવિ વર અને વધુ ચાર-પાંચ વખત મળીને પછી જ લગ્ન કરવાની હા પાડે છે.

જોકે એ વાત માનવી જ રહી કે આજે પણ છોકરા-છોકરીઓ બાહ્ય દેખાવને જ પ્રાધાન્ય આપે છે અને વિવાહ પછી જ્યારે તેમના વિચારો મળતાં ન આવે ત્યારે સુંદરતા કોરાણે રહી જાય છે અને બંને વચ્ચે ખટરાગ શરૂ થઇ જાય છે. તેમના મતભેદો મનભેદમાં પરિણમે ત્યારે ડિવોર્સ લેવા પડે એવી સ્થિતિ સર્જાય છે. આવું ન થાય એમાં પ્રી-મેરેજ કાઉન્સેલિંગ મદદ કરે છે.

સામાન્ય રીતે આપણે ત્યાં આજે પણ બાહ્ય દેખાવને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે એટલું માનસિક સ્વાસ્થ્ય અથવા વિચારોને આપવામાં નથી આવતું. પરિણામે લગ્ન પછી જ્યારે દેખાવની ઘેલછા ઉતરી જાય ત્યારે પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઇ જાય છે, પરંતુ જે લોકો લગ્નથી પહેલા જ કાઉન્સેલિંગ કરાવીને પોતાનો સંસાર માંડે છે તેમને આવી સમસ્યા ભાગ્યે જ નડે છે.

તેઓ આસાનીથી પરસ્પર અનુકૂલન સાધી લે છે. પ્રી-મેરેજ કાઉન્સેલિંગ એક સારી વ્યવસ્થાક છે અને જો તમારો પાર્ટનર સગાઇ પહેલાં આનાં સેશન્સ લેવા ઇચ્છે તો આ એક સમજદારીભર્યું વલણ છે. હકીકતમાં કાઉન્સેલર પાસે જવું એટલે તમને તાવ આવતો હોય ત્યારે દવા લેવા તબીબ પાસે જાઓ એટલું સહજ હોવું જોઇએ. જો તમે ઇચ્છતા હો કે લગ્નજીવન સુમધુર અને કોઇ વિઘ્ન વગર પસાર થાય તો પ્રી-મેરેજ કાઉન્સેલિંગનાં સેશન્સ લેવામાં કંઇ ખોટું નથી.

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. મને વારંવાર એક સપનું આવે છે જેમાં હું મારા એક્સ બોયફ્રેન્ડ સાથે જાતીય સંબંધ બાંધતી હોઉં એવું દેખાય છે. ભવિષ્યમાં હું લગ્ન કરીને જીવનમાં સેટલ થવા ઇચ્છું છું ત્યારે આ પ્રકારના સપનાને લીધી મને ચિંતા થાય છે. શું મને કોઇ માનસિક સમસ્યા હશે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : ઘણા લોકોને જાતીય જીવનને લગતા સપનાં આવતા હોય છે અને આ સંપૂર્ણ નોર્મલ છે. ઘણી વ્યક્તિઓને આવા સપનાં આ‌વતાં હોય છે. જોકે દરેક સપનાંનો ખાસ અર્થ હોય છે. જો તમને એવું સપનું આવતું હોય તમે એક્સ બોયફ્રેન્ડ સાથે જાતીય સંબંધ માણી રહ્યાં છો તો એનો મતલબ બિલકુલ એવો નથી કે તમારાં મનમાં હજી પણ તમારા બોયફ્રેન્ડ માટે ખાસ લાગણી છે.

શક્ય છે કે બ્રેક-અપ પછી એનું દુખ તમારાં મનનાં ખૂણામાં સચવાયેલું હોય. મનમાં એવો કોઇ સવાલ હોય જેનો જવાબ ન મળ્યો હોય તો પણ આવી લાગણી કે સપનાંનો અનુભવ થઇ શકે છે. જો તમે સપનાંમાં પાર્ટનર સિવાય કોઇ અન્ય વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધતા હો એવું દેખાય તો એનો મતલબ એ નથી કે તમે તમારા પાર્ટનર સાથે છેતરપિંડી કરવા ઇચ્છો છો.

શક્ય છે કે તમારાં સંબંધોમાં કોઇ સમસ્યા ઉભી થઇ હોય જે તમારા મનને કોરી ખાતી હોય. સંબંધોમાં અસંતોષ હોય તો પણ આવી લાગણી થઇ શકે છે. શક્ય છે કે તમારો સંબંધ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો હોય અને તમને તમારો પાર્ટનર તમને છોડીને જતો રહેશે તો? એવો ડર સતાવતો હોય. આવાં સપનાંને વધારે મહત્ત્વ આપવાની જરૂરી નથી અને એને જોયાં પછી ભૂલી જવામાં જ ભલાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *