પ્રશ્ન : મારા દાદીને વર્ષોથી રોજ સવારે તાંબાના લોટામાં આખી રાત ભરી રાખેલું પાણી પીવાની ટેવ છે. શું આવું પાણી પીવાથી કોઇ ખાસ ફાયદો થાય છે? એક યુવક (સુરત)
ઉત્તર : તાંબાની ધાતુને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે એમાં પાણી ભરી રાખવાથી પાણીમાં રહેલા કીટાણુ ખતમ થઈ જાય છે તેમજ તે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે. આર્યુવેદના નિષ્ણાતો પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે. રોજ તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં કોપરની કમી પૂરી થઈ જાય છે અને દિવસની શરૂઆત બહુ સારી રીતે થાય છે.
તાંબાના વાસણમાં પાણી પીવાથી ડાયેરિયા, કમળો જેવી બીમારીઓથી દૂર રહી શકાય છે. અમેરિકાની એક કેન્સર સોસાયટી મુજબ તાંબાના વાસણમાં પાણી પીવાથી કેન્સર જેવા ભયાનક રોગને શરૂઆતમાં જ રોકી શકાય છે. તાંબાના વાસણમાં રોજ પાણી પીવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી પરેશાનીઓ દૂર થઈ જાય છે. એનિમિયાના રોગીને તાંબાના વાસણમાં પાણી પીવાથી ખૂબ જ લાભ થાય છે.
રાત્રે તાંબાના વાસણમાં પાણી મુકીને સવારે પીવાથી પાચન ક્રિયા ખૂબ સારી થાય છે. તાંબાના પાણીનો વધુમાં વધુ ફાયદો લેવા માટે પાણીને રાત્રે તાંબાના વાસણમાં ભરી દો અને સવારે ખાલી પેટે આ પાણી પીવો. તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી પીવાથી થાઇરોઇડ ગ્રંથિની કાર્યપ્રણાલી નિયંત્રિત રહે છે. તાંબાનું પાણી આ રોગ માટે અક્સીર ઉપાય છે.
જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય. પગમાં સોજો ચડી જતો હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી તમને તેમાંથી છૂટકારો આપશે. જો તમે નિયમિતરૂપે તાંબામાં રાખેલું પાણી પીવો છો તો તમારી ત્વચાની ચમકમાં વધારો થાય છે.
પ્રશ્ન : હું ૧૫ વર્ષનો છું, મને સેક્સના વીડિયો જોઇને માસ્ટબેશન કરવાની ટેવ છે, તો શું તેનાથી મને કોઇ નુકસાન તો નહીં થાય ને ? જો નુકસાન થતું હોય તો ટેવ દૂર કરવા હું શું કરું ?
જવાબ : ભાઇ તમારા એકનો આ પ્રશ્ન નથી. માસ્ટરબેશનને લઇને ઘણા યુવાનોના મનમાં આ પ્રશ્ન ઉદ્દભવતો હોય છે. માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી, પરંતુ ઘણા યુવાનો પોતાના શરીરમાં થતા કોઇપણ બદલાવને માસ્ટરબેશન સાથે જોડે છે.
જે લોકો માસ્ટરબેશન પોતાના શારીરિક સંતોષ માટે કરતા હોય તે લોકો માસ્ટરબેશનને પોતાની ટેવ માની લે છે. માસ્ટરબેશન કરવાની ટેવ તે માનસિકતા સાથે જોડાયેલી છે, વ્યક્તિ જાતે જ નક્કી કરવું પડે તથા મનોબળ મક્કમ રાખો. તે પહેલા તમારા મગજમાં રહેલી ગ્રંથિને દૂર કરો, માસ્ટરબેશનથી કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી, તેથી ચિંતા કરવાની જરૂર નથી.