મને સેક્સનો કોઈ અનુભવ નથી, ગર્લફ્રેન્ડને હું કઈ રીતે ખુશ કરી શકું?

GUJARAT

પ્રશ્ન : મારી દીકરીને ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો છે. એને અત્યારથી બી.પી. અને શરીર પર સોજા રહે છે. એ પૂરતો આરામ કરે છે અને કોઇ પ્રકારનું ટેન્શન નથી. આ સ્થિતિમાં એને ડિલિવરી વખતે કોઇ મુશ્કેલી તો નહીંં પડે ને? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારી દીકરીને ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો છે. ઘણી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર વધી જવું અને શરીરે સોજા આવવા જેવી સમસ્યાઓ થતી હોય છે. તમે પણ એક માતા છો, તેથી આ વાતનો તમને ખ્યાલ હોવો જોઇએ અને આવું થાય ત્યારે ગાયનેકોલોજિસ્ટને પહેલાં બતાવવાનું હોય એ પણ તમારે યાદ રાખવું જોઇએ. તમે દીકરીને પૂરતો આરામ મળે અને કોઇ પ્રકારનું ટેન્શન ન થાય તેની કા‌ળજી રાખો છો એ સારી વાત છે.

આમ છતાં એક વાર તમે દીકરીને કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ અને એને બ્લ્ડપ્રેશર તથા શરીર પર સોજા કેમ છે, તે અંગે પૂછી લો. એ તમારી દીકરીને તપાસીને જે કંઇ સમસ્યા હશે, તેનો ચોક્કસ ઉકેલ જણાવશે. ગર્ભાવસ્થામાં ઘણી મહિલાઓને પગમાં સોજા આવવાની ફરિયાદ હોય છે. યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ વધવાથી પગમાં સોજો વધી જાય છે.

તે સિવાય વધારે સમય ઊભા રહેવાથી કે પગ લટકાવીને બેસવાથી પણ સોજા આવવાની સમસ્યા થઇ શકે છે. જો સોજા આવવાની સમસ્યા હોય તો નવશેકા પાણીમાં થોડોક વખત પગ ડૂબાડીને પણ રાખી શકો છો અથવા તેલથી મસાજ પણ કરી શકો છો. કેટલીક મહિલાઓને ખાણી-પીણીમાં બદલાવ કે હોર્મોનમાં આવતા બદલાવના કારણે ચહેરા પર પણ સોજા આવે છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેના ચહેરા પર આ દિવસોમાં સોજા આવવા લાગે છે. ચહેરાના સોજાને ઓછા કરવા માટે ચહેરાની કસરત કરો. થોડાક દિવસ કસરત કરવાથી ચહેરા પરના સોજા ઓછા થઇ જશે.

સવાલઃ હું 21 વર્ષનો છું અને 23 વર્ષની એક યુવતીને ડેટ કરી રહ્યો છું. મને તો સેક્સ વિશે કોઈ જ અનુભવ નથી પરંતુ તે યુવતી આ મામલે ખૂબ જ અનુભવી છે. તે ઈચ્છે છે કે હું મારી આંગળીઓ તેના શરીર પર ફેરવું પરંતુ જ્યારે પણ હું આવું કહું છું ત્યારે તે કહે છે કે મને ખબર જ નથી પડતી કે તું શું કરી રહ્યો છે? મહેરબાની કરી મને કોઈ એવી રીત બતાવો જેથી હું તેના અનુભવને ઉત્તમ બનાવી શકું

જવાબઃ જો તમે કિશોરાવસ્થામાં કોઈ રીતનું સેક્સ એજ્યુકેશન મેળવ્યું નથી તો સેક્સ્યુઅલ રિલેશનશિપ્સ વિશે જાણો અને તેમના વિશે વાંચવાનું શરુ કરો.એક પુસ્તક જે તમે વાંચી શકો છો તે છે ઈટ્સ નોર્મલ. પોતાને ઉત્તમ બનાવવાની અનેક રીત છે. આ રીતના પુસ્તકો તમે વાંચી શકો છો અથવા તો પછી કોઈ સેક્સોલોજીસ્ટની મદદ પણ લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published.