મને મારા ટ્યુશન ટીચર ગમવા લાગ્યા પણ એ મારા પિતાની ઉંમરના છે,શું એ મને શારીરિક સંતોષ આપી શકશે ?

GUJARAT

હું અઢાર વર્ષની બી.એ.ની વિદ્યાર્થિની છું, ત્રણ વર્ષ પહેલાં એક શિક્ષક મને ઘેર ભણાવવા આવતા હતા. ઉંમરમાં તે મારા પિતા જેવડા હતા. મેં જ્યારે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી, ત્યારે તેમણે મારી માતા સમક્ષ તેમના માટે મારો હાથ માગ્યો. મારી માતાએ હા પાડી દીધી. મારા પિતા અત્યારે વિદેશમાં છે, એટલે થોડા સમય માટે તો વાત ટળી ગઈ છે.

હું અમારા જ્ઞાાતિથી જુદી જ્ઞાાતિના છોકરાને પ્રેમ કરું છું, જે ભણેલો ગણેલો છે અને સારી પોસ્ટ પર નોકરી કરે છે. તેનું કહેવું છે કે મારે મારી માતાને કહી દીધું કે મારે તે શિક્ષક સાથે લગ્ન નથી કરવા, પણ આમ કહેવાની મારી હિંમત નથી ચાલતી. મારા ઘરના લોકો આંતરજ્ઞાાતિય લગ્ન માટે રાજી નહીં થાય. હું શું કરું જેથી ઘરના લોકો માની જાય?
એક વિદ્યાર્થિની (સૂરત)

તમે એ સ્પષ્ટ નથી કર્યું કે તમારાં માતા એક આધેડ પુરુષ સાથે તમારાં લગ્ન કરાવવા કેમ રાજી થઈ ગયાં. તમે કોઈપણ સંજોગોમાં તેમની સાથે લગ્ન ન કરશો. તમારી માતાને ચોખ્ખું કહી દો કે તમે બીજા યુવકને પ્રેમ કરો છો અને તેની સાથે જ લગ્ન કરવા માગો છો. આંતરજ્ઞાાતિય લગ્ન આજકાલ તો સામાન્ય થઈ ગયા છે. જો તમે તમારા નિર્ણય પર અડગ રહેશો, તો થોડા સમય પછી તમારાં ઘરવાળા માની જશે. જો તેઓ કોઈપણ રીતે આ માટે રાજી ન થાય, તો તમે કોર્ટમેરેજ કરી શકો છો.

હું ૩૧ વર્ષની બે બાળકોની મા છું, મેં પ્રેમલગ્ન કર્યાં છે. લગ્ન પછી દિયર અને નણંદ થોડાં જબરા હોવા છતાં મને સાસુસસરાનો ભરપૂર પ્રેમ મળ્યો. સાસુના અવસાન પછી મારી જેઠાણી અમારી સાથે રહેવા આવી ગઈ. જેઠાણી મારા પતિ અને દિયર પાસે પોતાની બધી વાતો સ્વીકારાવે છે. મારી વિરુધ્ધ એમને ચડાવે છે, જેથી આંતરેદિવસે કંકાસ થાય છે. મારા પતિ આમ તો મને બહુ પ્રેમ કરે છે,

પરંતુ કાચા કાનના હોવાથી જેઠાણીની વાતોથી ભરમાઈને મારી સાથે ઝઘડે છે. ૧-૨ વાર હાથ ઉપાડી ચૂક્યા છે. મારાં બાળકો પણ ગભરાયેલાં રહે છે. હું શું કરું એ સમજાતું નથી. એક બીજી વાત પણ સ્પષ્ટ કરી દઉં કે મારી જેઠાણીનાં લગ્નની વાત પહેલાં મારા પતિ માટે આવી હતી, પરંતુ મારા પતિએ મારા કારણે એ સંબંધની ના પાડી દીધી હતી. મારી જેઠાણી મારા કરતાં વધારે સુંદર અને મિલનસાર છે.

એક સ્ત્રી (રાજકોટ)

તમારી સમસ્યા એટલી બધી ગંભીર નથી, જેટલી તમે એને બનાવી દીધી છે. તમારી ભીતરમાં ડોકિયું કરો, તો જણાશે કે તમે જેઠાણીનાં રૂપ અને ગુણની ઈર્ષા કરો છો. તમારા મનમાંથી ઈર્ષાની ભાવના કાઢી નાખો અને તેમને માન આપો. ઝઘડાનું મૂળ જ નહીં રહે. તમારા પતિ તમને ખૂબ ચાહતા હતા અને હજી પણ ચાહે છે એટલે જ તેમણે તમારી સાથે લગ્ન કર્યાં છે. પતિ પર વિશ્વાસ કરો. તેમને મેણાં-ટોણાં મારી પરેશાન ન કરો. ભરપૂર પ્રેમ આપો અને તેમનો પ્રેમ જીતવા એમના પરિવારનાં બીજાં સભ્યોને પણ સહન કરતાં શીખો. ઘરનું વાતાવરણ પ્રેમભર્યું બની જશે, એટલે બાળકો પણ ખીલી ઉઠશે.

Leave a Reply

Your email address will not be published.